માનવીની મજા બની પક્ષીઓની સજા, 58 ભોળા પક્ષીની જીવાદોરી કપાઇ

માનવીની મજા બની પક્ષીઓની સજા, 58 ભોળા પક્ષીની જીવાદોરી કપાઇ
માનવીની મજા બની પક્ષીઓની સજા, 58 ભોળા પક્ષીની જીવાદોરી કપાઇ

383 કબુતર, 3 ખીસકોલી, 8 ચકલી, 8 પોપટ અને 3 ચામાચીડીયાની પાંખ અને ગળા કપાયા: ઘરે, અગાસી પર, વીજળીના થાંભલે કે તાર પર જાહેર સ્થળે લટકતા દોરા હટાવી લેવા લોકોને આગ્રહ અપીલ
અમદાવાદમાં 1369 અને રાજકોટમાં અંદાજે 500 પક્ષીઓ એક દિવસમાં ઘાયલ: પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ ખડે પગે રહ્યા
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ તથા લાખાભાઇ સાગઠીયા પણ પક્ષી બચાવ યજ્ઞમાં જોડાયા

રાજકોટમાં મકરસંક્રાંતિના દિને અને આગલી રાતે પતંગ ઉત્સવ માનવાની માનવીની મજા માસુમ ઉડતા પક્ષીઓ માટે સજા બની ગઇ છે. પતંગ પર્વના દિવસે કુલ 58 જેટલા પક્ષીઓની જીવાદોરી કપાઇ ગઇ છે. બીજા સેંકડો પક્ષીઓને પતંગની કાતીલ દોરીથી ધાયલ થવાને કારણે બે દિવસ દરમ્યાન સારવાર આપવામાં આવી છે. હજુ વધુ પક્ષીઓની સારવાર ચાલુ છે. રાજયમાં પતંગના દોરાથી 125 લોકોના ગળા પણ કપાયા હતા એ બધાને તાત્કાલીક સારવાર માટે વિવિધ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદમાં 1369 જેટલા પક્ષીઓ અને રાજકોટમાં 500 જેટલા પક્ષીઓ પતંગના દોરાથી ધાયલ થતા સરકારી એનીમલ હેલ્પલાઇન સ્ટાફ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સેંકડો જીવદયા પ્રેમીઓ દ્વારા માસુમ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. અમદાવાદમાં બે આઇસીયુ સાથે 40 તબીબોએ દિવસભર ધાયલ થઇને વોર્ડમાં આવતા પક્ષીઓની સારવાર કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટમાં એનીમલ હેલ્પલાઇન દ્વારા 10 એમ્બ્યુલન્સ, 2 બાઇક એમ્બ્યુલન્સ અને નિશુલ્ક વેટરીનરી હોસ્પિટલ સાથે વિવિધ ક્ધટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા હતા. જેના કારણે ધવાયેલા 500થી વધુ પક્ષીઓનું રેસ્કયુ કરીને સારવાર આપવામાં આવી હતી. છતાં પતંગની દોરીથી 58 પક્ષીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે. છેલ્લા 2 દિવસમાં જ 383 જેટલા કબુતર, 3 ખીસકોલી, 8 ચકલી, 8 પોપટ, 3 ચામાચીડીયાને ધાયલ થવાથી સારવાર અપાઇ હતી. સાજા થઇ ગયેલા પક્ષીઓને ફરીથી મુકત ગગનમાં વિહાર કરવા માટે છોડી મુકાયા હતા.

એનીમલ હેલ્પલાઇનનો ફોન આખો દિવસ રણકતો રહયો હતો. રાષ્ટ્રસંત પૂજય નમ્રમુની મહારાજની પ્રેરણાથી અરહમ યુવા સેવા ગ્રૃપ અને કરૂણા ફાઉન્ડેસનના સહયોગથી ગાંધીગ્રામ પોલીસ ચોકી પાસે અને મોદી સ્કૂલ પાસે કંન્ટ્રોલરૂમ શરૂ કરાયા હતા. વિવિધ ક્ધટ્રોલ રૂમમાં ડો.નિકુંજ પીપળીયા, ડો.દિપ સોજીત્રા સહિતના રાજકોટના તબીબો અને જૂનાગઢ વેટીનરી કોલેજના ડો. શિવાજી તાલેકર, ડો.કનક ગામેતી, આણંદ કોલેજના ડો.બ્રિજેશ હુંબલ, ડો.માર્મીક ઢેબર વગેરે તબીબોએ સતત સેવા આપી હતી. આણંદના ડો.વી.વી.પરીખ અને જૂનાગઢના ડો.પી.એચ.ટાંક તથા એમની ટીમનો પુરો સહયોગ મળ્યો હતો.

જીવદયા પ્રેમી એવા રાજકોટના કલેકટ અરૂણ મહેશ બાબુના સતત માર્ગદર્શનથી નાયબ પશુપાલક નિયામક ડો.ખાનપરા, સીડીએફ રવિ પ્રસાદ તેમજ વિવિધ સરકારી તંત્ર રાજકોટ મનપા, રાજકોટ જિલ્લા પંચાયત, પશુપાલન શાખા, પીજીવીસીએલ સ્ટાફે પક્ષીઓના રેસ્કયુ અને સારવારમાં અમુલ્ય યોગદાન આપ્યું હતું.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ તથા લાખાભાઇ સાગઠીયા, જીવદયા ગ્રૃપ, રાજકોટ મહાજનની પાંજરાપોળ ટીમ અને અરહમ સેવા ગ્રૃપની ટીમે અદભૂત સેવા બજાવી હતી.

Read About Weather here

આજે પણ અરહમ ગ્રૃપ દ્વારા ડ્રોનથી પક્ષીઓનું રેસ્કયુ કરવામાં આવનાર છે. ઘરે, અગાસી પર, ઓફિસ પાસે, વીજ થાંભલે કે વાયર પર લટકતા દોરાથી પક્ષીઓને બચાવવા એ દોરા દુર કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. કરૂણા ટ્રસ્ટ અને એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, ઘનશ્યામભાઇ ઠક્કર, ધીરેન્દ્ર કાનાબાર, પ્રતિક સંઘાણી વગેરેએ વિશેષ માહિતી માટે મો.નં. 98242 21999 તથા મો.નં.99980 30393 પર સંપર્ક કરવા જણાવાયું છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here