નરેશ પટેલે ચૂંટણી લડવી જોઇએ: લાલજી પટેલ

નરેશ પટેલે ચૂંટણી લડવી જોઇએ: લાલજી પટેલ
નરેશ પટેલે ચૂંટણી લડવી જોઇએ: લાલજી પટેલ

પાટીદાર સમાજનાં સમર્પિત સેવાભાવી અને સરદાર પટેલ ગ્રૃપને વફાદાર હોય એ તમામ માટે ત્રણેય પક્ષો પાસેથી ટીકિટ માંગશે

એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઇ પટેલ, સુરત દક્ષિણ ઝોનના પ્રમુખ બાબુભાઇ સુતરીયા, સૌરાષ્ટ્રના પ્રમુખ કલ્પેશભાઇ રાંક સહિતના એસપીજી ગ્રૃપના આગેવાનોએ સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલયની મુલાકાત લીધી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

પાટીદારોના પ્રશ્નો અંગે સઘન ચર્ચા

સરકાર પાસે માંગણીઓની યાદી મુકાઇ છે, શહીદ પરિવારના સભ્યને નોકરી આપો અને પાટીદાર સામેના કેસો પાછા ખેંચો

પાટીદાર સમાજને શિક્ષણ, મેડિકલ સારવાર, વ્યસન મુક્તિ માટે તથા આર્થીક રીતે નબળા પરિવારોને સહાય આપવાની વિશીષ્ઠ યોજના

એસપીજીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તરીકે કલ્પેશભાઇ રાંકની વરણી, ટુંક સમયમાં સૌરાષ્ટ્રની આખી ટીમ જાહેર કરાશે

પાટીદાર સમાજના સર્વગ્રાહી કલ્યાણ ઉત્કર્ષ માટે સતત સક્રિય રહેવાનો કોલ આપતા સેવાભાવી સંગઠનના આગેવાનો

સૌરાષ્ટ્રના અને સમસ્ત ગુજરાતના પાટીદાર સમાજના સર્વગ્રાહી કલ્યાણ, ઉત્કર્ષ તેમજ સર્વતોમુખી વિકાસ માટે સતત કાર્યસીલ અને પ્રતિબધ સેવાભાવી સ્વૈચ્છીક સંગઠન સરદાર પટેલ ગ્રૃપના હોદેદ્દારો અને આગેવાનોએ આગામી વિધાનસભા ચૂંટણીના મેદાનમાં સમાજને સમર્પિત હોય એવા લોકોને ચૂંટણી લડવા માટે પ્રેરીત કરવાનો મક્કમ ઇરાદો કરતી મહત્વની જાહેરાત કરી હતી. પાટીદાર સમાજના લોકપ્રિય અને સંનીષ્ઠ તથા સમર્પિત આગેવાન તથા ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલના રાજકારણમાં પ્રવેશ કરવાના મુદ્ા પર એસપીજીના પદાધિકારીઓએ એક સુરમાં જણાવ્યું હતું કે, નરેશભાઇ જેવી વ્યકિતએ ચોક્કસ પણે ચૂંટણી લડવી જોઇએ.

એસપીજીના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઇ પટેલ સહિતના પદાધિકારીઓએ આજે સૌરાષ્ટ્ર ક્રાંતી સાંધ્ય દૈનિકના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને પાટીદાર સમાજના વિકાસ તેમજ સમસ્યાઓ વિશે એસપીજીની ભાવી કામગીરીનો ખ્યાલ આપ્યો હતો. આગેવાનોએ સાંધ્ય દૈનિકના સંચાલક સાથે પાટીદાર પ્રશ્ર્નો અંગે સઘન વિચાર વિમર્ષ કર્યો હતો અને એમના વિચારો તથા ભાવી પ્રોજેકટનો ખ્યાલ આપ્યો હતો.

પાટીદાર સમાજના પ્રાણ પ્રશ્ર્નો ત્વરીત રીતે હલ થાય એ માટે રાત-દિવસ પ્રયત્નશીલ એસપીજીએ સરકાર સમક્ષ પણ માંગણીઓની યાદી મુકી છે અને પાટીદારોના પ્રશ્ર્નો બને તેટલી જલ્દી હલ કરવા માટે રાજય સરકારને અનુરોધ કર્યો છે.

એસપીજીના આગેવાનોએ જણાવ્યું હતું કે, કિશાન આંદોલન દરમ્યાન શહિદ થયેલા પાટીદારના પરિવારોના એક સભ્યને સરકાર નોકરી આપે અને આંદોલન દરમ્યાન પાટીદારો સામે થયેલા તમામ કેસો પાછા ખેંચવામાં આવે એવી અમે સરકારમાં જોરદાર રજૂઆતો કરી છે. મુખ્યમંત્રીથી માંડીને મંત્રી સ્તર સુધી પાટીદાર પ્રશ્ર્નો અંગે દેખીત અને મૌખીક રજૂઆતો કરવામાં આવી છે અને એસપીજીને આશા છે કે, સરકાર પોઝિટિવ જવાબ આપશે અને સમાજની માંગણી મુજબ આગળ પગલા લેશે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે એસપીજી કઇ રીતે આગળ વધવા માંગે છે એવા પ્રશ્ર્નોના પ્રત્યુઉતરમાં પાટીદાર આગેવાનોએ એવો મહત્વ પૂર્ણ અને સુચક સંકેત આપ્યો હતો કે, પાટીદાર સમાજની સેવા માટે સમર્પીત હોય અને એસપીજીને વફાદાર તથા સમર્પીત હોય એવા લોકો માટે અમે ત્રણેય પક્ષો પાસેથી ટીકિટની માંગણી કરવાના છીએ. એ રીતે સમાજના સમર્પીત લોકોને ચૂંટણી મેદાનમાં ઉતારી એમને રાજયના ધારાગુરૂ અને સરકારમાં પહોંચાડવાથી સમાજ માટેના શ્રેયકારી આયોજન માટેના દ્વાર ખુલી શકે છે અને સમાજ સર્વાગી રીતે પ્રગતિના પંથે અવીરત આગળ વધી શકે છે.

સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના એક ખુબ જ લોકપ્રિય અને સન્માનીય અગ્રણી તેમજ પાટીદાર સમાજના સતતહિત ચિંતક એવા આગેવાન નરેશભાઇ પટેલના રાજકારણ પ્રવેશ વિશે સમાજમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાના અનુમાનો ચાલી રહયા છે. ખુદ નરેશ પટેલ હજુ આ બાબતમાં સ્પષ્ટ શબ્દમાં ફોડ પાડી શકયા નથી. તેઓ સંકેત આપી રહયા છે પણ હજુ કોઇ પક્ષમાં જોડાવાનું નક્કી કરી શકયા નથી.

એ મુદ્ા પર સવાલ થતા લાલજીભાઇ પટેલે સ્પષ્ટ રીતે મંતવ્ય વ્યકત કર્યુ હતું કે, નરેશભાઇ જેવી વ્યકિતએ ચોક્કસ પણે ચૂંટણી લડવી જોઇએ. પાટીદાર સમાજ માટે ઉત્કર્ષની પરિયોજનાઓનો ખ્યાલ આપતા એસપીજી આગેવાનોએ જણાવ્યું હતું કે, સમાજને શિક્ષણ, મેડિકલ ક્ષેત્રમાં સહાયભૂત બનવા, વ્યસન મુકિત માટે અવિરત ઝૂંબેશ ચલાવવા તેમજ આર્થીક રીતે જરૂરીયાત હોય એવા પરિવારોને મદદ કરવા માટેની પરિયોજનાઓ એસપીજી દ્વારા અમલામાં મુકવામાં આવી રહી છે.

એસપીજી પાટીદાર સમાજની સેવા માટે સમર્પિત છે અને હંમેશા સમર્પીત રહેેશે. સમાજના દરેક પ્રાણપ્રશ્ર્નો હલ કરવાની દિશામાં એસપીજી શકય તેટલા તમામ પ્રયાસો કરી છૂટવા માટે હરપળ તતપર અને તૈયાર છે. એસપીજીના સંગઠન અંગે વિગતો આપતા આગેવાનોએ જણાવ્યું હતું કે, અત્યારે એસપીજીના રાજયભરમાં 32 લાખથી વધુ સભ્યનું પ્રચંડ સંખ્યાબળ છે. સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તરીકે કલ્પેશભાઇ રાંકની વરણી એક વર્ષની મુદ્ત માટે કરવામાં આવી છે.

Read About Weather here

ટૂંક સમયમાં સૌરાષ્ટ્રની આખી ટીમની જાહેરાત પણ કરવામાં આવશે. તમામ જિલ્લા તથા તાલુકા સ્તરના હોદ્ેદારોની વરણી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

એસપીજીમાં દરેક હોદ્ેદારનો હોદ્ાનો સમયગાળો એક વર્ષનો રાખવામાં આવ્યો છે. જેથી કરીને દર વર્ષે નવી શકિતને અને સમાજના નવા ઉત્સાહી સેવાભાવી યુવાનોને વારાફરતી વારો સેવા કરવાની અને સમાજ માટે એમના મનમાં રહેલી યોજનાઓને સાકાર કરવાની તક મળી રહે. એસપીજીના દક્ષિણ ગુજરાત વિભાગના પ્રમુખ તરીકે બાબુલાલભાઇ સુતરીયા (બી.કે)ની નિમણૂંક કરવામાં આવી હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું. એસપીજીના આગેવાનો સાથેની વાતચીત પરથી એ સ્પષ્ટ બન્યું છે કે, સંગઠનને ચૂંટણી લડવામાં કે સારા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની યોજનામાં કોઇ વાંધો દેખાતો નથી. સંગઠન ઇચ્છે છે કે, જે કોઇ પક્ષ પાટીદાર સમાજને ન્યાય આપે અને ટીકિટો આપે એ પક્ષમાં રહીને ચૂંટણીઓ લડવામાં કોઇ વાંધો નથી.

પણ મુખ્ય મુદ્ો સમાજના ઉત્કર્ષનો રહેવો જોઇએ. એ માટે જ એસપીજીએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, અમને પક્ષની કોઇ વાળાબંધી નડતી નથી એટલે જ ત્રણેય મુખ્ય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે સમાજના સારા ઉમેદવારો માટે ટીકિટ માંગવામાં આવશે. રાજકારણમાં જોડાનાર દરેક ઉમેદવાર એવો હોવો જોઇએ જેના માટે સમાજનું હિત અને ઉત્કર્ષની વાત સર્વોપરી હોય અને સમાજ સેવાનું મીશન લઇને એ રાજકારણના મેદાનમાં ઉતરે એ જ મહત્વનું જરૂરી છે. એ સિવાયનો કોઇ માપદંડ એસપીજી વિચારતું નથી એવું એસપીજીના હોદ્ેદારો સાથેના વિચાર મંથન પરથી અભિપ્રેત થઇ રહયું છે. તાજેતરના સમયમાં પાટીદાર સમાજને રાજકીય રીતે સાઇડલાઇન થઇ ગયાની અનુભૂતિ થઇ રહી છે.

તેઓ અલગ-અલગ પક્ષમાં બેઠેલા પોતાનના સમાજના નેતાઓથી પણ નિરાશ થઇ ગયા હોય એવું પાટીદાર સમાજના સ્વૈચ્છીક સંગઠનોના હોદ્ેદારોની વાતચીત પરથી દેખાય આવે છે. એટલે સમાજના હિત માટે ચિંતિત એસપીજી જેવા સંગઠન મક્કમ પણે એવું માને છે કે, સમાજ સેવાને પુરેપુરી રીતે સમર્પિત હોય એવી વ્યકિતને જ ચૂંટણી માટે ટીકિટ મળવી જોઇએ. જે કોઇ પક્ષ આવા નેતાને પોતાનામાં સામેલ કરે અને ટીકિટ આપે તેને સમાજના હિત ખાતર જીતાડવાની જવાબદારી પણ આવા સંગઠન ઉપાડી લેશે તેમાં બે મત નથી.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here