વ્હીલબરો અને ડબ્બા વગર કામ કરતા વોર્ડ નં.6 અને 15ના સફાઈ કર્મચારીઓ: કોંગ્રેસ

વ્હીલબરો અને ડબ્બા વગર કામ કરતા વોર્ડ નં.6 અને 15ના સફાઈ કર્મચારીઓ: કોંગ્રેસ
વ્હીલબરો અને ડબ્બા વગર કામ કરતા વોર્ડ નં.6 અને 15ના સફાઈ કર્મચારીઓ: કોંગ્રેસ

સફાઈ કર્મચારીઓ વારંવાર માંગણી કરતા હોવા છતાં વ્હીલબરો કે ડબ્બા અપાતા નથી: વશરામભાઈ
સ્માર્ટ અને સ્વચ્છ રાજકોટની વાત વાસ્તવિકતાથી વેગળી: મકબુલભાઈ દાઉદાણી

રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા અને કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા અને કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણીની સંયુક્ત યાદી જણાવે છે કે, વોર્ડ નં. 15 તેમજ વોર્ડ નં. 6 ઉપર આવેલા દૂધસાગર માર્ગ, ગંજીવાળા વિસ્તાર તેમજ થોરાળા વિસ્તારની મુલાકાત લેતા સફાઈ કર્મચારીઓ ડબ્બા વગર તેમજ વ્હીલબરો વગર કામ કરી રહેલા નજરે પડ્યા હતા તેમજ સફાઈ કામદારોનો પૂછતાં તેઓ એ જણાવેલ છે કે છેલ્લા ઘણા સમયથી અમારી પાસે વ્હીલબરો કે ડબ્બાઓ અમોને લોકોને મળતા નથી અને વારંવાર અમારે અમારા ઘરના ખર્ચે જુદા-જુદા સાધનોનો ઉપયોગ કરી અમારી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવીએ છીએ.

Visit Saurashtra Kranti Homepage here

વશરામભાઈ અને મકબુલભાઈને જણાવ્યા મુજબ સફાઈ કામદારોએ કમિશનરને પણ રજૂઆત કરેલ છે. વચ્ચે બે માસ પહેલા 15 ડબ્બા આપ્યા હતા, જેમાં વોર્ડ નંબર 15માં આખો સમય ગયો પરંતુ એક વ્હીલબર (લારીની) અંદર છ નંગ ડબ્બા આવે છે, જે ડબ્બામાં સફાઈ કર્મચારીઓ શેરીઓ વાળીને તેમાં કચરો નાખતા હોય છે, વોર્ડ નંબર 15નો વિડિયો અને ફોટો મોકલેલ છે. તેમાં એક સફાઈ કર્મચારી પ્લાસ્ટિકના ડબ્બામાં કચરો નાખી ઢસડીને જતા હોય છે.

જ્યારે વોર્ડ નં.15 ના સફાઈ કામદારો પોતાની લારીમાં જુના બે (પ્લાસ્ટિકના બિ) મુકી તેની અંદર કચરો નાખતા નજરે પડ્યા છે. સફાઈ કામદારો રોજબરોજ આ ડ્રેનેજના ગંદા પાણીમાં જઈ પ્લાસ્ટિકના કચરા અને અન્ય ઘન કચરા ઉઠાવે છે. ડ્રેનેજ લાઈનનું ગંદા અને દુર્ગંધ મારતા પાણીમાં જઈ કામગીરી કરવી પડતી હોવાની પણ ફરિયાદ કરેલ છે.

Read About Weather here

વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ચારેય કોર્પોરેટર હોવાને નાતે ભાજપના શાસકો ઓરમાયુ વર્તન કરતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આગામી સમયમાં જલ્દીને જલ્દીથી આ સમસ્યાઓનો હલ કરવા માટે સાગઠીયા અને મકબુલભાઈ દાઉદાણીએ કમિશનરને ધ્યાન દોરી માંગણી કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here