લતા મંગેશકરની ભાણી રચના (મીના મંગેશકરની દીકરી)એ કહ્યું હતું, ‘તેમની તબિયત સારી છે. ઉંમરને કારણે સાવચેતીના ભાગરૂપે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. મહેરબાની કરીને અમારી પ્રાઇવસી જાળવો અને દીદી માટે પ્રાર્થના કરો.’ બોલિવૂડમાં એક પછી એક સ્ટાર્સને કોરોના થઈ રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
અર્જુન કપૂર તથા અંશુલા બાદ હવે ખુશી કપૂરને કોરોના થયો છે. જાહન્વી કપૂર તથા બોની કપૂર હાલમાં ક્વૉરન્ટીન છે. ‘બિગ બોસ’માં પોતાનો અવાજ અપાનાર અતુલ કપૂર પણ કોરોના પોઝિટિવ છે. 92 વર્ષીય ગાયિકા ભારત રત્ન લતા મંગેશકરને પણ કોરોના થયો છે.
તેમનામાં કોરોનાના હળવા લક્ષણો છે અને તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICU (ઇન્ટેસિવ કેર યુનિટ)માં એડમિટ છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ખુશી કપૂરનો કોરોના રિપોર્ટ તાજેતરમાં જ પોઝિટિવ આવ્યો છે. ખુશી કપૂર હાલમાં હોમ આઇસોલેશનમાં છે.
ખુશીની મોટી બહેન જાહન્વી તથા પપ્પા બોની કપૂર પણ ક્વૉરન્ટીન છે. નોંધનીય છે કે બોની કપૂરનો મોટો દીકરો અર્જુન તથા દીકરી અંશુલાને પણ કોરોના થયો હતો. તે બંનેનો રિપોર્ટ હાલમાં જ નેગેટિવ આવી ગયો છે.
હાલમાં જ જાહન્વી કપૂરે મોંમાં થર્મોમીટર હોય તેવી તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. આ ઉપરાંત જાહન્વી પેઇન્ટિંગ કરતી હોય, બુક વાંચતી હોય, ડોગ સાથે મસ્તી કરતી હોય તેવી તસવીરો પણ શૅર કરી હતી. સુઝાનને કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે.
સુઝાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘બે વર્ષ સુધી કોવિડ 19નો સામનો કર્યા બાદ ત્રીજી વર્ષે એટલે કે 2022માં ઓમિક્રોન વેરિયન્ટ મારી ઇમ્યુન સિસ્ટમમાં આવી ગયો છે. ગઈ કાલે રાત્રે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Read About Weather here
મહેરબાની કરીને સલામત રહો અને પોતાનું ધ્યાન રાખો. આ ઘણો જ ચેપી છે.’જાહન્વી એક તસવીરમાં નાની બહેન ખુશી સાથે પણ જોવા મળી હતી.હૃતિક રોશનની એક્સ-વાઇફ સુઝાન ખાનને કોરોના થયો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here