બ્રેકીંગ ન્યુઝ તમામ પ્રાઈવેટ ઓફિસમાં વર્ક ફ્રોર્મ હોમ કરવાનો આદેશ

બ્રેકીંગ ન્યુઝ તમામ પ્રાઈવેટ ઓફિસમાં વર્ક ફ્રોર્મ હોમ કરવાનો આદેશ
બ્રેકીંગ ન્યુઝ તમામ પ્રાઈવેટ ઓફિસમાં વર્ક ફ્રોર્મ હોમ કરવાનો આદેશ
દિલ્હીમાં સોમવારે કોરોનાના 19,166 નવા કેસ નોંધાયા છે. રાજધાની દિલ્હીમાં સંક્રમણ દર 25 ટકાએ પહોંચી ગયો છે અ ને કોરોનાથી 7 લોકોનાં મૃત્યુ થયાં છે. કોરોનાના વધતા કેસ વચ્ચે દિલ્હીમાં તમામ પ્રાઈવેટ ઓફિસમાં વર્ક ફ્રોર્મ હોમ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

દિલ્હીમાં કોરોનાના કેસ 20 હજારની નજીક પહોંચતાં મહત્ત્વનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ અહીં રેસ્ટોરન્ટ અને બારને બંધ કરીને ટેક અવેની જ સુવિધા આપવામાં આવી છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(DDMA)એ આ આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ તમામ પ્રાઈવેટ ઓફિસ 50 ટકા ક્ષમતા સાથે કાર્યરત હતી અને 50 ટકા સ્ટાફ ઓફિસ જતો હતો. દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરમાં 11 દિવસમાં જ કુલ એક્ટિવ કેસની સંખ્યા 1 લાખથી વધીને 8 લાખનો આંકડો વટાવી ગઈ છે.

સોમવારે સતત 5મા દિવસે 1 લાખથી વધુ કેસ નોંધાયા છે, જોકે સોમવારે રવિવારની સરખામણીમાં ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સૌથી સંક્રમિત રાજ્યોની વાત કરવામાં આવે તો એમાં મહારાષ્ટ્ર સૌથી ટોપ પર છે. અહીં છેલ્લા 24 કલાકમાં 33,470 કેસ નોંધાયા છે.

Read About Weather here

આ સિવાય પશ્ચિમ બંગાળમાં 19,286 કેસ, દિલ્હીમાં 19166, તામિલનાડુમાં 13990 અને કર્ણાટકમાં 11,698 કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1 લાખ 68 હજાર 63 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 69,959 લોકો સાજા થયા છે, જોકે 277 લોકોનાં મૃત્યુ થયાં છે. ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને 4,461 થઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here