પ્લેન અને ટ્રેન અથડાયાં…!

પ્લેન અને ટ્રેન અથડાયાં…!
પ્લેન અને ટ્રેન અથડાયાં…!
અહીં એક પ્લેન ટેક ઓફ બાદ તરત જ ક્રેશ થઈ ગયુ હતુ. આ નાની સાઇઝનું પ્લેન ટ્રેનના પાટા પર પડ્યું હતું. અમેરિકાના લોસ એન્જલસમાં એક ભીષણ પ્લેન દુર્ઘટનામાં પાયલટને ફિલ્મી અંદાજમાં બચાવી લેવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. થોડીક સેકન્ડો પછી, એક હાઇ સ્પીડ ટ્રેને પ્લેનને કચડી નાખ્યું હતુ અને પસાર થઈ ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

જો કે પોલીસે સમયસર પ્લેનમાં ફસાયેલા પાયલટને સુરક્ષીત બહાર કાઢીને તેનો જીવ બચાવી લીધો હતો.આ અદ્ભુત પરાક્રમનો વીડિયો લોસ એન્જલસનાં પોલીસ વિભાગે શેર કરતા લખ્યુ- ફુટહિલ ડિવીજનનાં અધિકારીઓએ ફર્નાંડો રોડ પર રેલવે ટ્રેક પર એક ઈમર્જન્સી લેંડિગ કરનાર પાયલટનો જીવ બચાવીને પરાક્રમનો પરિચય આપ્યો હતો. પાયલટના બચાવની આ ઘટના પ્લેન સાથે ટ્રેન અથડાતા પહેલાની છે.

Read About Weather here

મીડિયા રિપોર્ટ મુજબ, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જ્યારે, વિમાનનાં પાયલટને સામાન્ય ઈજા થઈ હતી અને તેની સ્થિતિ સારી છે. આ અદ્ભુત બચાવની ઘટનાને કેમેરામાં કેદ કરનાર લુઈસ જિમેનેઝે જણાવ્યું હતું કે આ દુર્ઘટના દરમિયાન કાટમાળનો એક ટુકડો તેમને પણ વાગ્યો હતો, પરંતુ આ દરમિયાન કોઈપણ વ્યકતિ ગંભીર રીતે ઘાયલ થઈ ન હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here