પ્લીઝ,આવી ભીડ ના કરશો, નિયમોનું પાલન કરો

પ્લીઝ,આવી ભીડ ના કરશો, નિયમોનું પાલન કરો
પ્લીઝ,આવી ભીડ ના કરશો, નિયમોનું પાલન કરો

કોરોના માર્ગર્શિકાનું સરેઆમ ઉલ્લંઘન, સોશિયલ ડિસ્ટન્સ જાણે લોકો ભૂલી ગયા: ચહેરા પર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા : લગ્નની મોસમ પહેલા ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, રવિવારી બજારમાં લોકોનો ભારે ધસારો

ગુજરાતમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. બીજી લહેરની શરૂઆતની સમકક્ષ અત્યારે કોરોના કેસમાં ઉછાળો થતા ફરી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ રાજકોટ શહેરની ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, પરાબજાર જેવી મુખ્ય બજારોમાં સવારથી જ લોકોનો ધસારો શરૂ થઇ જાય છે. થોડા દિવસ બાદ કમુરતાં ઉતરતા લગ્નની મોસમ શરૂ થતા ખરીદી કરવા બજારોમાં ફરી લોકોની ચિક્કાર ભીડ જામી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુંદાવાડીમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ નજરે પડ્યો હતો. કોરોના જેવું કઈ હોઇ જ નહિ તેમ નાના બાળકોથી લઇ વૃદ્ધો ખરીદીમાં મશગૂલ હતા. કોર્પોરેશન અને પોલીસ દ્વારા લોકોની એકત્ર થતી ભીડને કાબૂમાં લેવાના પ્રયાસો અસરકારક લાગી રહ્યા નથી. તહેવારના સમય પર જ્યાં પગ મુકવાની જગ્યા ન હોય તેવો જ માહોલ રાજકોટની મધ્યમાં આવેલી ધર્મેન્દ્ર રોડ પરની બજારમાં જોવા મળ્યો હતો.

Read About Weather here

ધર્મેન્દ્ર રોડ પર વાહનોના થપ્પા વચ્ચે ખરીદીમાં મશગૂલ લોકોની ચિક્કાર ભીડ સરેઆમ કોરોના માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતી નજરે પડી હતી. નીચે બેસતા પાથરણાવાળાથી લઇ શો-રૂમમાં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ શું કહેવાય તે જાણે લોકો ભૂલી ગયા હોઈ તેવું નજરે પડ્યું હતું અને નિયમો ફરી યાદ કરાવવા માટે પોલીસ કે મનપા તંત્રની ટીમ ક્યાંય જોવા મળી ન હતી. લોકો કોરોના માગદર્શીકાનું પાલન કરે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here