ઓમ શાંતિ ઓમ: રામનાથપરા મુક્તિધામમાં 2 હજાર અસ્થિનું પૂજન

ઓમ શાંતિ ઓમ: રામનાથપરા મુક્તિધામમાં 2 હજાર અસ્થિનું પૂજન
ઓમ શાંતિ ઓમ: રામનાથપરા મુક્તિધામમાં 2 હજાર અસ્થિનું પૂજન

અસ્થિ પૂજનમાં 1200 લોકોની હાજરી, આવતીકાલે વિસર્જન કરવા હરિદ્વાર રવાના થશે સરગમનાં અગ્રણીઓ: ગત જુલાઈ 2021 થી ડિસેમ્બર 2021 દરમ્યાન 2 હજાર મૃતકોનાં અગ્નિદાહ કરાયા હતા, ધર્મમય વાતાવરણમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે અસ્થિ પૂજનવિધિ
હાજર તમામ સ્વજનોનાં ચહેરા પર સ્વજનોની યાદમાં અશ્રુધારા વહી નીકળી, ગમગીની છવાઈ: તમામ મૃતકોનાં અસ્થિના પવિત્ર હરિદ્વાર ખાતે વિસર્જનનું અદ્દભુત બીડું ઝડપી લેનાર સરગમ ક્લબને અને તેના સંચાલકોને હૃદયથી આશિર્વાદ આપતા મૃતકોનાં સ્વજનો

રાજકોટની અગ્રણી સેવાભાવિ સંસ્થા સરગમ ક્લબ દ્વારા શહેરની મધ્યમાં આવેલા મનપા નિર્મિત અને સરગમ ક્લબ સંચાલિત રામનાથપરા મુક્તિધામમાં 2 હજાર જેટલા મૃતકોનાં અસ્થિનું પૂજન કરવામાં આવ્યું ત્યારે એક અસાધારણ અને અલૌકિક વાતાવરણ સર્જાયું હતું. સ્વજનોની હાજરીમાં મૃતકોનાં અસ્થિ પૂજનની વિધિ થયા બાદ આવતીકાલે તમામનાં અસ્થિ દેશના સૌથી પવિત્ર યાત્રાધામ હરિદ્વાર લઇ જવામાં આવી રહ્યા છે. જ્યાં ભાવનાસભર ધાર્મિક વાતાવરણમાં પૂરી શાસ્ત્રોક્ત વિધિ સાથે એક સાથે 2 હજાર અસ્થિનું વિસર્જન કરવામાં આવશે અને આ રીતે સરગમ ક્લબે હજારો પરિવારોનાં મુક આશિર્વાદ પ્રાપ્ત કર્યા છે અને અભૂતપૂર્વ અસાધારણ સામાજીક સેવા બજાવીને સેવાનાં ઈતિહાસમાં કદી ન ભુલાઈ તેવા પ્રકરણનો ઉમેરો કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

સરગમ ક્લબનની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ગત જુલાઈ 2021 થી ડિસેમ્બર 2021 સુધીમાં રામનાથપરા મુક્તિધામમાં 2 હજાર મૃતકોને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. સરગમ ક્લબે મૃતકોનાં તમામ સ્વજનોને વ્યક્તિગત પત્ર લખી અસ્થિ પૂજન માટે રાજકોટ આવવા વિનંતી કરી હતી. મૃતકોનાં 1200 જેટલા પરિવારજનો અસ્થિ પૂજન માટે ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે સવારે ભૂદેવો એ શાસ્ત્રવિધિ મુજબ 2 હજાર અસ્થિનું પૂજન કર્યું હતું.
અસ્થિ વિસર્જન હરિદ્વારમાં કરવામાં આવનાર છે. આવતીકાલે સરગમ ક્લબ દ્વારા તમામ અસ્થિ હરિદ્વાર રવાના કરવામાં આવશે. જ્યાં 13 જાન્યુઆરીનાં રોજ દરેક મૃતક વ્યક્તિનું નામ બોલીને હરિદ્વારમાં વિધિવત વિસર્જન કરવામાં આવશે. સરગમ ક્લબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા એ જણાવ્યું હતું કે, સરગમનાં દરેક હોદ્દેદાર અસ્થિ વિસર્જન માટે સ્વખર્ચે હરિદ્વાર જશે.

Read About Weather here

મુક્તિધામમાં આ વિશિષ્ટ અસ્થિ પૂજનની વ્યવસ્થા સરગમ ક્લબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનાં પ્રેરક માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવી હતી. મુક્તિધામનાં ઇન્ચાર્જ રમેશભાઈ અકબરી સાથે મનસુખભાઈ ધંધુકિયા, જગદીશભાઈ કિયાડા, દીપકભાઈ શાહ, ભરતભાઈ સોલંકી, જયસુખભાઈ ડાભી, કનૈયાલાલ ગજેરા, પ્રફુલભાઈ પરમાર, શ્યામભાઈ પાણખાણીયા અને લેડીઝ ક્લબનાં જયશ્રીબેન વ્યાસ, અલ્કાબેન ધામેલીયા, પૂજાબેન ગણાત્રા, ચેતનાબેન સવજાણી, નીતાબેન પારસાણા, હિનાબેન પારેખ અને તમામ કમિટી મેમ્બર દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. આ કાર્યક્રમ યોજાયો ત્યારે મુક્તિધામમાં અલૌકિક ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. ઉપસ્થિત પરિવારજનોની આંખમાંથી અશ્રુધારાઓ વહી નીકળી હતી અને એમનો સાથ છોડી ગયેલા પરિજનોનાં સંસ્મરણો એમને ઘેરી વળ્યા હતા. ઉપસ્થિત તમામ પરિવારજનો એ જાણે કે સરગમ ક્લબ અને એમના સેવાભાવી હોદ્દેદારોને પુણ્યશાળી કર્મ બદલ મુક આશિર્વાદ આપી રહ્યા હોય એવા દ્રશ્યો સર્જાયા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here