મનપાના અધિકારીઓનું લીસ્ટ તૈયાર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

વર્ષોથી એક જ જગ્યા પર ફરજ બજાવી રહેલા
સક્ષમ અધિકારીઓની કમી નથી છતાં મહત્વની જવાબદારી કેમ સોપવામાં આવતી નથી??
ચર્ચાના ચકડોળે ચડેલા અધિકારીઓને કોના છુંપા આશીર્વાદ?

રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે છતાં તેની બદલી ક્યાં કારણોસર નથી કરાઈ રહી તે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

મહાનગરપાલિકાની કામગીરીને લઈને ચર્ચાના ચકડોળે ચગેલા કેટલાક અધિકારીઓ ફિલ્ડ વર્કમાં જવાને બદલે ઓફિસમાં બેસી કામગીરી કર્યાનો સંતોષમાની લેતા હોય છે!

રોડ-રસ્તા, પાણી, ભૂગર્ભ ગટર, ગેરકાયદેસર બાંધકામો સહિતની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. છતાં વર્ષોથી એક જ ટેબલ પર ફરજ બજાવી રહેલા અધિકારીઓની બદલી કોના છુપા આશીર્વાદથી નથી કરાઈ રહી તે એક ચર્ચાનો વિષય બની ગયો છે. મહાનગરપાલિકામાં સક્ષમ અને કડક છાપ ધરાવતા અધિકારીઓની કમી નથી છતાં તેઓને મહત્વની જવાબદારી શા માટે સોંપવામાં આવતી નથી?

Read About Weather here

ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહેલા અધિકારીઓનું લીસ્ટ તૈયાર થઇ રહ્યું છે તેમજ ચર્ચાના ચકડોળે ચડેલા કેટલાક અધિકારીઓની બદલી થઇ રહી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કહ્યું હતું કે, વર્ષોથી એક જ જગ્યા ફરજ બજાવી રહેલા અધિકારીઓની બદલી થવી જ જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here