LRD ભરતી બોર્ડના અધ્યક્ષે તમામ પોલીસવડાઓને પત્ર મોકલ્યો

LRD ભરતી બોર્ડના અધ્યક્ષે તમામ પોલીસવડાઓને પત્ર મોકલ્યો
LRD ભરતી બોર્ડના અધ્યક્ષે તમામ પોલીસવડાઓને પત્ર મોકલ્યો

લોકરક્ષક કેડરના ઉમેદવારોને રાત્રિ કફર્યુમાં છૂટછાટ આપવા સૂચન

હાલ શારીરિક કસોટી માટે આવતા-જતાં ઉમેદવારોનો કોલલેટર કફર્યુ સમયે માન્ય ગણવો જોઈએ: હસમુખ પટેલ

ગુજરાતમાં કોરોના સંક્રમણ વધવાથી રાત્રિ કફર્યુ વધારવા સહિતના સરકારે નિર્ણયો લીધા છે અને કડક અમલવારી પણ ચાલુ થઈ છે. ત્યારે લોકરક્ષક કેડરના ઉમેદવારોને રાત્રિ કફર્યુમાં છૂટછાટ આપવાના સૂચન સાથે એલઆરડી ભરતી બોર્ડ-2021 ના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા તમામ પોલીસ કમિશનરો અને પોલીસ અધિક્ષકોને પત્ર લખવામાં આવ્યો છે.

તેમણે પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ પુરૂષ ઉમેદવારો માટે હિંમતનગર, મહેસાણા, નડીયાદ, ખેડા, ગોધરા, વાવ-સુરત, જૂનાગઢ, ગોંડલ, સુરેન્દ્રનગર, અમરેલી, પાલનપુર અને પાટણ તથા મહિલા અને માજી સૈનિક ઉમેદવારો માટે ગાંધીનગર, ભરૂચ અને રાજકોટ એમ અલગ-અલગ 15 ગ્રાઉન્ડ ખાતે લોકરક્ષક કેડરની શારીરિક કસોટીની કામગીરી ચાલુ છે.

હવે કોરોના સંક્રમણ વધવાના કારણે સરકારની નવી ગાઈડલાઈન મુજબ રાજયના અમુક શહેર-જિલ્લા ખાતે રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કફર્યુ લાદીને લોકોની અવર-જવર પર પાબંધી મુકવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

બીજી તરફ લોકરક્ષક કેડરની શારીરિક કસોટી માટે ઉમેદવારો એક જિલ્લા કે શહેરમાંથી બીજા જિલ્લા કે શહેરમાં જતા હોય છે. જેમાં તેમને શારીરિક કસોટી માટે વહેલી સવારે હાજર રહેવું પડે છે.

Read About Weather here

પરિણામે રાત્રિ દરમિયાન મુસાફરી કરવી જરૂરી જણાય છે. પરિણામે આવા લોકરક્ષક કસોટીના ઉમેદવારો અને તેમની સાથે આવનાર વાલીઓને રાત્રિ કફર્યુ દરમિયાન અવર-જવર માટે કોઈ તકલીફ ન પડે તે હેતુથી તેઓને ઈશ્યુ કરવામાં આવેલા કોલલેટરને ધ્યને લઈ કફર્યુ સમયે જરૂરી છૂટછાટ આપવા પત્રના અંતમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here