ગુજરાતમાં શાળા-કોલેજો બંધ કરી, ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા માંગ

ગુજરાતમાં શાળા-કોલેજો બંધ કરી, ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા માંગ
ગુજરાતમાં શાળા-કોલેજો બંધ કરી, ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા માંગ

છાત્ર યુવા સંઘર્ષ સમિતિ-રાજકોટ દ્વારા કલેકટર મારફત શિક્ષણમંત્રીને કરાઈ રજૂઆત

આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંગઠન સમિતિ દ્વારા રાજ્યભરમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે વધારો થવાથી શાળા-કોલેજોનું શૈક્ષણિક કાર્ય ઓનલાઈન કરવા કલેકટર મારફત શિક્ષણમંત્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. આવેદન પત્રમાં જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં હાલ કોરોનાની ત્રીજી લહેર શરૂ થયેલ હોય, તેવું રોજ આવતા કોરોનાના કેસને જોતા લાગી રહ્યુ છે, જેમાં ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં મોટાપાયે વધારો થય રહ્યો છે, તેની સાથોસાથ ઓમિક્રોન જેવા કોરોનાના નવા ખતરનાક વેરિએન્ટના કેસ પણ આવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

અઠવાડિયા પહેલાં રાજ્યભરમાં 24 કલાકમાં આશરે 200 કેસ આવતા જ્યારે હાલ 2000 કેસ નોંધાય રહ્યા છે, જેથી કહી શકાય કે હાલમાં રોજ આવતા કોરોના કેસમાં ખુબ ઝડપથી વધારો થય રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 15 થી 18 ના તરૂણોનું રસીકરણ શરૂ થયેલ છે એ ખૂબ સારી વાત છે. પરંતુ અત્યાર સુધીમાં શાળા-કોલેજના ઘણા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ પણ સંક્રમિત થયા છે.

Read About Weather here

શાળા-કોલેજના વિધ્યાર્થીઓમાં ફેલાતું કોરોના સંક્રમણ એ શિક્ષણજગત માટે તેમજ વાલીઓ માટે ચિંતાનો વિષય છે. કેમ કે જેની સીધી અસર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર પડે એમ છે. તેથી અમો છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ની સ્પષ્ટ માંગ છે કે, તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના આરોગ્ય હિતને ધ્યાને રાખીને શાળા-કોલેજ માં ઓફલાઇન શિક્ષણ 15 થી 30 દિવસ બંધ કરીને ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવે, જેથી વિધ્યાર્થીઓમાં સંક્રમણ ન ફેલાય.(1.15)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here