પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતના કોંગી અગ્રણીઓનો આક્ષેપ

પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતના કોંગી અગ્રણીઓનો આક્ષેપ
પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતના કોંગી અગ્રણીઓનો આક્ષેપ

રાજકોટમાં ફાયરમેનની ભરતી પ્રક્રિયામાં અનેક ક્ષતિઓ
લાગતા-વળગતાની ભરતી કરવા નિયમો નેવે મુકાયાની મ્યુનિ. કમિશનરને ફરિયાદ: તટસ્થ તપાસની માંગ

રાજકોટ મનપા દ્વારા તાજેતરમાં યોજાયેલ કલીનર કમ ફાયરમેનની ભરતી પ્રક્રિયામાં થયેલ ક્ષતિઓ બાબતે તાકીદે તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવાની માંગણી સાથે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા તથા વિપક્ષના નેતા ભાનુબેન સોરાણી, શહેર પ્રમુખ મનિષાબા વાળા, હિરલાબેન રાઠોડ દ્વારા મ્યુનિ. કમિશનરને ફરિયાદ કરાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ મનપા દ્વારા નવેમ્બર 2021 માં ભરતી પ્રક્રિયા યોજવામાં આવી હતી અને આ ભરતી પ્રક્રિયાની પ્રેકટીકલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ભરતી પ્રક્રિયામાં અનેક મુદ્દાઓ શંકાસ્પદ હોવાથી યોગ્ય તપાસ કરવાને માંગણી સાથે કોંગ્રેસના મહિલા આગેવાનોએ જણાવ્યું છે કે, આ ભરતી પ્રક્રિયાનો પ્રેકટીકલ ગ્રાઉન્ડ દોડ તથા તરણના આધારે લેવામાં આવતું હોય ત્યારે દોડ માટે સારા એવા નિયમ મુજબના ગ્રાઉન્ડ (મેદાન) ની વ્યવસ્થા હોવી જોઈએ.

પરંતુ આ ભરતી પ્રક્રિયામાં ખુલ્લા ગ્રાઉન્ડના બદલે બગીચાના વોકિંગ ટ્રેક માટેના સર્પાકાર કે ગોળાઇ વાળા ગ્રાઉન્ડમાં દોડની પ્રેક્ટીકલ ટેસ્ટ લેવાઇ હતી તેના કારણોની તપાસ કરવી જોઈએ.

દોડનો ટાઈમ માપવા માટે સ્ટોપવોચનો ઉપયોગ કરવામાં આવેલો ત્યારે સ્ટોપવોચ ચલાવનાર વ્યક્તિ એ તે ચલાવા અંગેની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. પરંતુ આ પ્રક્રિયામાં આવું બન્યું નથી ત્યારે તેની પણ તપાસ કરવી અને હાલની આધુનિક પ્રેક્ટીકલ પરીક્ષાઓમાં સ્ટોપવોયનો ઉપયોગ કરવામાં આવતો નથી. સેન્સર ચીપનો ઉપયોગ કરાય છે. ત્યારે આ પરીક્ષામાં શા માટે આધુનિક ટેકનોલોજી ન અપનાવાઈ તેના કારણોની તપાસ કરવી જોઈએ.

આ ભરતી પ્રક્રિયામાં દોડ માટે એક કરતાં વધારે ઉમેદવારોને એક સાથે દોડાવવા જોઈએ. જેથી કરીને કોઈ ગેરરીતી થવાની શક્યતા ઘટે. પરંતુ આ પ્રેકટીકલ પરીક્ષામાં આવું બન્યું નથી અને એક એક કેન્ડિડેટને દોડાવવામાં આવ્યા છે. તેના કારણોની તપાસ કરવી જોઈએ.

સરકારના નિયમ મુજબ જે ખાતાની ભરતી ચાલતી હોય તેવા ખાતાના કર્મચારી કે સ્ટાફગણ ભરતી પ્રક્રિયાના સ્થળ ઉપર હાજર ન હોવા જોઈએ અને માત્ર ભરતી સંદર્ભમાં નક્કી કરેલ એક્સપર્ટ સિવાય કોઈ હર ન હોવું જોઈએ પરંતુ આ કિસ્સામાં કામગીરી સિવાયનો સ્ટાફ પણ સતત હાજર રહેતા આ સામગ્ર પ્રક્રિયા શંકાના દાયરામાં આવી જાય છે તે બાબતે સમગ્ર ભરતી પ્રકીયાના સીસીટીવી ફુટેજ મંગાવી તપાસ કરવામાં આવે છે.

આ ભરતી પ્રક્રિયામાં 13 સેક્ધડ તથા 14 સેક્ધડની અંદર અમુક ઉમેદવારો ફાયરના ફીજ પાઈપ તથા સાથેનો વન (અંદાજે 15 કિલો) સાથે દોડી ગયેલ છે. જ્યારે ઇન્ડિયાના 100 મીટરનો નેશનલ રેકોર્ડ છે અને તે પણ છૂટા હાથે કોઈપણ જાતની વસ્તુ કે વજન વગર જે પણ તપાસનો વિષય છે. ત્યારે આ બાબતની પણ ચોકસાઈપૂર્વક તપાસ કરવી જોઈએ.

Read About Weather here

આ ભરતી પ્રક્રિયાની લેખિત પરીક્ષાઓ અને પ્રેકટીકલ પરીક્ષાના મેરીટ લીસ્ટમાં ક્યાંક પોતાના લાગતા વળગતાઓને ગોઠવી દેવા માટે નિયમો નવે મૂકી રાજકોટ મનપાના જવાબદાર અધિકારીઓ દ્વારા એડઘડ નિયમો ઘડવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે. કારણ કે રાજ્યની અન્ય મનપાઓમાં ખા પ્રકારની ભરતીઓ માટેના જે નિયમો છે તે નિયમો અને રાજકોટ મનપા દ્વારા યોજાયેલ તાજેતરની આ ભરતી પ્રક્રિયાના નિયમોમાં મોટી વિસંગતાઓ જોવા મળે છે. ત્યારે આ ભરતી પ્રક્રિયા અનેક શંકા-કુશંકાઓ ઉજવે છે. તેમ મહિલા કોંગી અગ્રણીઓ આક્ષેપ સાથે જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here