સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બરએ સમાજ ઉપયોગી કાર્યો કરીને નવો ચીલ્લો પાડ્યો છે: પરેશ ગજેરા

સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બરએ સમાજ ઉપયોગી કાર્યો કરીને નવો ચીલ્લો પાડ્યો છે: પરેશ ગજેરા
સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બરએ સમાજ ઉપયોગી કાર્યો કરીને નવો ચીલ્લો પાડ્યો છે: પરેશ ગજેરા

સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને શિવ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સમાજ શ્રેષ્ઠીઓનો સત્કાર સમારંભ યોજાયો

‘સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ અને શિવ હોસ્પિટલનાં સહયોગથી સામાજિક ક્ષેત્રોમાં સેવા આપતા અને સામાજિક કાર્યો કરતા સરકારી અધિકારીઓ તથા શ્રેષ્ઠીઓનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મનોહરસિંહ જાડેજા(ડેપ્યુંટી કમિશ્નર ઓફ પોલીસ, રાજકોટ) પરેશભાઈ ગજેરા (ખોડલધામ ટ્રસ્ટ તથા બિલ્ડર એસસિએશન) ડો. એમ.સી.ચાવડા, (ફીઝીશીયન સિવિલ હોસ્પિટલ) હરિસિંહ સુચરીયા, (ગુરુદ્વાર, રાજકોટ) મિલનભાઈ ખેતાણી

Visit Saurashtra Kranti Homepage here

(એનિમલ હેલ્પલાઈન દ્વારા જીવદયા પ્રવૃત્તિ) વિનયભાઈ જસાણી (શ્રીમદ રાજચંદ્ર યુવા ગ્રુપ) અનુપમભાઈ દોશી (થેલેસેમિયા ગ્રસ્ત બાળકો ની સેવા) કે.વી.મોરી (જિલ્લા ઉદ્યોગ કમિશ્નર), અંકુરભાઇ વાઘેલા (પી.જી.વી.સી.એલ. રૂરલ), અને સેજલબેન પટેલ (મહિલા પોલીસ ઇન્સ્પેકટર મહિલા) ને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોતમ સમાજસેવા બદલ સમ્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડ સમારંભ તથા સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું.

તમામ મહાનુભાવોએ દીપપ્રાગટ્ય કરેલ હતું. સંજય લાઠીયા એ મહાનુભાવો અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.ખોડલધામ ટ્રસ્ટના યુવાન બિલ્ડર પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, ચેમ્બરે થોડા સમયમાં સમાજ ઉપયોગી કાર્ય કરીને મોટી નામના મેળવેલ છે.

ડી.સી.પી. ઝોન 2 રાજકોટ મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, સંસ્થા દ્વારા જે સરકાર દ્વારા આયોજનો થઈ રહ્યા છે તેમાં જે સહયોગ પ્રાપ્ત થાય છે તે ખરેખર પ્રશંસનીય છે.

પ્રમુખ નલીન ઝવેરી એ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલ તમામ પ્રવૃતિઓને સમાજનાં દરેક ક્ષેત્રનાં લોકોએ આવકારેલ છે અને સહયોગ પ્રાપ્ત થયેલ છે. આ એવોર્ડ સમારંભમાં આદીલમીર તથા અસરફમીર દ્વારા સુફી સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર ‘સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’નાં તમામ કારોબારી સભ્યો એ જહેમત ઉઠાવી હતી અને શિવ હોસ્પિટલ તરફથી સહયોગ પ્રાપ્ત થયો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ નલીન ઝવેરી તથા મહામંત્રી સંજય લાઠીઆ ની આગેવાની હેઠળ ગીરીશભાઈ ઠોસાણી, જીતેનભાઈ ઘેટીયા, ફેનિલ મેહતા, જીતેનભાઈ રવાણી, મૌતિકભાઈ ત્રિવેદી, યશભાઈ રાઠોડ, સ્મિતભાઈ કનેરીયા, સંજયભાઈ કનેરીયા, હસુભાઈ કોટેચા, વસુભાઈ લુંધ, પ્રકાશભાઈ ઠક્કર, રિતેશભાઈ પાલા, લક્ષમણભાઇ સાકરીયા, બિપીનભાઈ ખોખાણી, જીતુભાઇ પરમાર, મેહુલભાઈ મેહતા,

Read About Weather here

મિલિન્દભાઈ ગગલાણી, હરેશભાઇ સોનપાલ, મહેશભાઈ સોનપાલ, આશિષભાઇ પટેલ, વિનુભાઈ વેકરીયા, રાજેશભાઈ રાણપરીયા, પરસોત્તમભાઈ સાકરીયા, રાજેશભાઈ કુકડીયા, કમલેશભાઈ આંબલીયા, જયસુખભાઇ આડેસરા, સુરેશભાઈ હિરાણી, અશ્વિનભાઈ સખીયા, રોનક્ભાઈ નસીત, સંજયભાઈ મહેતા, હરનીશ લોઢીયા, નલીનભાઈ અસોડીયા, ધવલભાઈ મહેતા, ચંદ્રેશભાઈ ઇન્દ્રોડીયા અને પ્રણવ પરીખ કાર્યરત રહ્યા હતા.(1.15)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here