અદ્દભુત દ્રશ્ય..! ઓરિસ્સાનાં આકાશમાં 10 લાખ યાયાવર પક્ષીઓનો જમેલો

અદ્દભુત દ્રશ્ય..! ઓરિસ્સાનાં આકાશમાં 10 લાખ યાયાવર પક્ષીઓનો જમેલો
અદ્દભુત દ્રશ્ય..! ઓરિસ્સાનાં આકાશમાં 10 લાખ યાયાવર પક્ષીઓનો જમેલો

વિખ્યાત ચિલિકા સરોવરમાં આવેલા નલબાણા પક્ષી અભયારણ્યમાં શિયાળુ મેહમાનો શ્ર્વેતરંગી ફ્લેમિંગોનું આગમન થતાં નયનરમ્ય દ્રશ્યો

ઓરિસ્સાનાં વિખ્યાત ચિલિકા સરોવરમાં આવેલા પક્ષી અભયારણ્યમાં શિયાળું મહેમાન ફ્લેમિંગોનું આગમન થતાં ચિલિકાનો આકાશ 10 લાખથી વધુ યાયાવર પક્ષીઓથી ઢંકાઈ ગયું છે અને અદ્દભુત નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

દર વર્ષે ચિલિકા સરોવરનાં નલબાણા પક્ષી અભયારણ્યમાં શિયાળાની મૌસમમાં લાખો શ્ર્વેત અને દુધિયા રંગનાં યાયાવર પક્ષીઓ હજારો માઈલની સફર ખેડીને ઉતરી પડે છે. ઓરિસ્સા સરકારે પક્ષીઓની ગણતરી કરવા અને ક્યાં-ક્યાં પ્રકારનાં પક્ષી આવ્યા છે તેની જાણકારી મેળવવા માટે 106 નિષ્ણાંતોની ટીમ ઉતારી દીધી છે. આ ટીમ દ્વારા પક્ષીઓનું રસપ્રદ સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે.

આ વખતે મુખ્ય આકર્ષણ એ રહ્યું છે કે, પહેલીવખત મોંગોલિયન પક્ષી પણ અહીં ઉતરી આવ્યા છે. અત્યાર સુધીમાં 10,74,173 જેટલા પક્ષીઓથી ચિલિકાનો આકાશ છવાઈ ગયું છે. ગયા વર્ષે 12 લાખ પક્ષીઓ આવ્યા હતા.

Read About Weather here

રાજ્યનાં વન્યજીવ વિભાગનાં નિષ્ણાંતો અને મુંબઈ નેચરલ હિસ્ટ્રી સોસાયટીનાં નિષ્ણાંતો સર્વે કરી રહ્યા છે. કુલ 97 જાતનાં પક્ષીઓની અત્યાર સુધીમાં ગણતરી કરવામાં આવી છે. સૌથી મોટી ચમત્કારિક કુદરતી ઘટના જેવા આ પક્ષીઓ હજારો માઈલ દૂર કશ્પિયન સમુદ્ર, માઈકલ સરોવર, રશિયા, કિર્ગીસ્તાન, મોંગોલિયા, સેન્ટ્રલ એશિયા જેવા દૂર-દૂરનાં વિસ્તારોમાંથી ઉડતા-ઉડતા શિયાળામાં અહીં આવી પહોંચે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here