પોરબંદરમાં આઈશ્રી સોનલમાઁ ના જન્મોત્સવની ભવ્ય ઉજવણી

પોરબંદરમાં આઈશ્રી સોનલમાઁ ના જન્મોત્સવની ભવ્ય ઉજવણી
પોરબંદરમાં આઈશ્રી સોનલમાઁ ના જન્મોત્સવની ભવ્ય ઉજવણી

સમસ્ત ચારણ-ગઢવી સમાજ ઉલ્લાસભેર ઉમટયો
શોભાયાત્રા, ધર્મસભા, મહાઆરતી, ભાવપૂજન, સન્માન, મહાપ્રસાદ, સંતવાણી વગેરે યોજાયા

પોરબંદરના જયુબેલી ખાતે સમસ્ત ચારણ-ગઢવી સમાજ દ્વારા આઇશ્રી સોનલ માતાજીના 98 માં પ્રાગટ્ય દિનની ભવ્ય ઉજવણી પ્રથમ વખત કરવામાં આવી હતી. જેમાં શોભાયાત્રા, ધર્મસભા, મહાઆરતી, મહાપ્રસાદ, ચારણી પરંપરાગત રાસ મણીયારો તથા તાળી રાસ, પોરબંદર જીલ્લાના તમામ નામી શ્રેષ્ઠી ભાવીજનોનું ભાવપૂજન અને સન્માન, સંધ્યા આરતી અને ભવ્ય લોકડાયરાનું આયોજન સમસ્ત ચારણ-ગઢવી સમાજના ઉત્સાહી યુવાનો દ્વારા સંપન્ન થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

પોષ સુદ બીજ એટલે પરમ વનીયા સોનલમાઁ નો પ્રાગટય દિવસ જેને ગઢવી સમાજનું નુતન વર્ષ કહેવામાં આવે છે. એવા આ પાવન અવસરે મંગળવાર, તા.4-1-202રના રોજ સવારે 9 ક્લાકે શ્રી આલબાઇ માતાજીના મંદિરેથી વાછરાડાડાના મંદિર થઈ નીજ મંદિર સુધી ખુલ્લી જીપમાં માઁ સોનલની તસ્વીર સાથે આગળ ધોરંવારો અને બહોળી સંખ્યામાં ચારણ – ગઢવી સમાજના લોકો તેમજ આઈ માને માનનાર અન્ય સમાજના લોકો દ્વારા આ શોભાયાત્રા સુંદર રીતે સંપન્ન થઈ હતી.

શ્રી સોનલ મંદિર ચારણ-ક્ધયા છાત્રાલય બોખીરા ખાતે આ શોભાયાત્રાનું પરંપરાગત શાહી સન્માન કરવામાં આવેલ અને ત્યારબાદ આ શોભાયાત્રામાં જોડાયેલ ચારણ ઋષી પૂજય જીવણ ભગત તથા ભુવાઆતા શ્રી રણજીત આતા (છત્રાવા) તેમજ સમાજના મહાનુભાવો અને શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સમસ્ત ચારણ-ગઢવી સમાજ પોરબંદરનાં પ્રમુખ અને પૂર્વ સી.એમ.ઓ. ડો. ભરતભાઇ ગઢવીએ પ્રાસંગિક પ્રવચન કરેલ હતું.

ત્યારબાદ મહાઆરતી અને મહાપ્રસાદનો સૌએ લાભ લીધેલ મહાપ્રસાદના દાતા સ્વ. શ્રી સામતભાઈ ડોસાભાઇ સુમણીયા પરિવાર રહ્યો હતો. બપોરે 3 થી 6.30 સુધી ચારણી પરંપરાગત રાસ-મણીયારો તથા તાળી રારા સમાજના નામી કલાકારો દ્વારા સંપન્ન થયેલ. જેનું સ્ટેજ સંચાલન જગદિશભાઇ ખંડીયાએ કરેલ હતું. સાંજે 6 કલાકે શ્રેષ્ઠીઓના ભાવપૂજન અને સન્માન કાર્યક્રમની શુભ શરૂઆત દિકરીઓના મુખે માતાજીની સ્તુતી દ્વારા કરવામાં આવેલ હતી.

ત્યારબાદ પોરબંદર શહેરના પ્રાંત અધિકારી (કેપ્યુટી કલેકટર) કનુભાઇ વી. બાટી દ્વારા પ્રભાવશાળી પ્રાસંગિક વકતવ્ય આપવામાં આવ્યું હતું. જેમાં કવિ દુલા ભાયા કાગની રચના હેજી તારા આંગણીયે વિગેરેનો ઉલ્લેખ કરી ચારણ-ગઢવી સમાજમાં રાગ દ્વેશ એક બાજુ મુકી એક અને એક બનવાની વાત સુંદર રીતે વ્યકત કરી હતી. ત્યારબાદ પધારેલ સૌ શ્રેષ્ઠીઓ તેમજ ચારણ – ગઢવી સમાજના ઉપસ્થિત સૌ અધિકારીઓ, કર્મચારીઓનું સાલ ઓઢાડી, પૂજય સોનલમાઁ નો ફોટો પ્રસાદી રૂપે આપી ભાવપૂજન કરવામાં આવેલ હતું.

આ ઉપરાંત તેમની પુત્રી ડો . મનિષાબહેન બાટી (ફીજીયોથેરાપીસ્ટ) અને રાણાવાવ સીમેન્ટ ફેકટરીના ડાયરેકટરના પી.એ, વિજયભાઇ ખડીયાની બે દિકરીઓ રિધ્ધીબહેન (હાલમાં નાયબ મામલતદાર અને જી.પી.એસ.સી, વર્ગ -1 પાસ કરેલ) અને દિપાલીબહેન (જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર) વિગેરેનું પણ ભાવપૂજન કરવામાં આવેલ હતું.
ડો. સુરેશભાઇ ગાંધી અને બીપીનભાઇ વાલગોતરે પોતાની આગવી શૈલીમાં સુંદર પ્રતિભાવ આપેલ હતો.

Read About Weather here

આભાર વિધિ યુવા કાર્યકર એવા અર્જુનભાઈ મોવર દ્વારા કરવામાં હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનિલભાઈ લીલા તથા જગદિશભાઈ ખડીયા દ્વારા સંપન્ન થયેલ હતું. રાત્રે 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો ખ્યાતનામ કલાકારો સુવિખ્યાત દેવરાજભાઈ ગઢવી (ઉપલેટા), પ્રવિણભાઈ બારોટ (રાજકોટ), ખેંગાર ગઢવી (પોરબંદર), સાજણ ગઢવી (ખંભાળીયા), સિધ્ધાર્થ ગઢવી તથા જયુ ગઢવી (કળસલા) દ્વારા રજુ કરવામાં આવેલ હતો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here