ગુજરાતમાં સાંજ સુધીમાં કોર કમિટી LOCK DOWN વિશે લેશે નિર્ણય

ગુજરાતમાં સાંજ સુધીમાં કોર કમિટી LOCK DOWN વિશે લેશે નિર્ણય
ગુજરાતમાં સાંજ સુધીમાં કોર કમિટી LOCK DOWN વિશે લેશે નિર્ણય
સંક્રમણની ગંભીરતાને જોકે નવી SOPમાં રાત્રિ કર્ફ્યૂ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી થઈ શકે છે, એટલે કે લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરે માત્ર 9 વાગ્યા સુધી જ ખુલ્લાં રાખી શકાશે. હાલમાં રાત્રિ કર્ફ્યૂ રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યમાં કોરોના-ઓમિક્રોનની વધતી મહામારીને પગલે વાઈબ્રન્ટ સમિટ મોકૂફ તેમજ ધીરે-ધીરે તમામ સરકારી કાર્યક્રમો રદ થઈ રહ્યા છે. ત્યારે આવતીકાલે 7મી જાન્યુઆરીએ રાત્રિ કર્ફ્યૂ સહિતની કોરોનાની ગાઈડલાઈન્સની સમયમર્યાદા પૂરી થઈ રહી છે.

ત્યારે સરકાર આજે નવી ગાઈડલાઈન્સ જાહેર કરશે.નવા વર્ષની શરૂઆતથી રાજ્યમાં કોરોનાના કેસની સ્પીડ રોકેટગતિએ વધી રહી છે. ખાસ કરીને અમદાવાદ તેમજ સુરતમાં સંક્રમણનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે.

બીજી તરફ, આજે સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ સહિતની કોરોનાની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવશે. એમાં રાત્રિ કર્ફ્યૂમાં 2થી 3 કલાક સુધીનો વધારો તેમજ વેપાર-ધંધામાં પણ કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે.

હાલમાં રાત્રે 11 વાગ્યા સુધી વેપાર-ધંધા ચાલુ રાખી શકાય છે, જેમાં ફેરફાર કરીને આવતીકાલથી રાત્રે 9 વાગ્યા સુધી જ ચાલુ રહેશે, એવી SOP બની શકે છે, સાથે જ 8 મહાનગરમાં 9 વાગ્યા સુધી રેસ્ટોરાં ખુલ્લી રહેશે.

રાજ્યમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થતાં વાઇબ્રન્ટ સમિટ મોકૂફ તેમજ ફ્લાવર શો, પતંગોત્સવ સહિતના સરકારના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંક્રમણને કારણે હાલપૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

વાઇબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ યોજવા માટે સરકારે છેલ્લા 2 મહિનાથી તૈયારીઓ શરૂ કરી હતી. બીજી તરફ, 7 જાન્યુઆરી સુધી જાહેર કરવામાં આવેલી કોરોના ગાઈડલાઈન્સ આવતીકાલે પૂર્ણ થઈ રહી છે, જેથી આજે સાંજ સુધીમાં સરકાર નવી કોરોના ગાઈડલાઈન્સ જાહેર કરશે.

એમાં કેટલાક કડક નિયમો લાગુ કરવામાં આવી શકે છે. હેર સલૂન અને બ્યૂટિપાર્લરમાં 50 ટકાની કેપિસિટી તેમજ પાનપાર્લર, હોટલ સહિત માટે પણ કડક નિયમો લાદવામાં આવી શકે છે.

આ પહેલાં રાજ્ય સરકારે 25મી ડિસેમ્બરથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ નવી ગાઈડલાઈન્સ 31મી ડિસેમ્બર સુધીની હતી. રાજ્યમાં અત્યારસુધીમાં 8 લાખ 40 હજાર 643ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 126 છે તેમજ અત્યારસુધીમાં 8 લાખ 19 હજાર 523 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 10994 એક્ટિવ કેસ છે, જેમાંથી 32 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 10962 દર્દીની હાલત સ્થિર છે.

Read About Weather here

રાજ્યમાં ગઈકાલે 7 મહિના બાદ પહેલીવાર 3000થી વધારે કેસ નોંધાયા હતા. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3350 નવા કેસ નોંધાયા હતા, જ્યારે અમદાવાદમાં એક જ દિવસમાં કેસમાં બમણો વધારો થઈને કુલ 1660 કેસ નોંધાયા હતા. ગઈકાલે રાજ્યમાં 50 નવા ઓમિક્રોનના કેસ નોંધાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here