ડીસેમ્‍બરમાં 50,000 લીટર દારૂ પી ગયા લોકો…!

વૈજ્ઞાનિકોએ બનાવી અનોખી બીયર....!
વૈજ્ઞાનિકોએ બનાવી અનોખી બીયર....!
બહાર ખાવાના શોખીન દિલ્‍હીવાળાઓ માટે સૌથી પસંદગીનું સ્‍થળ કોનોટ પ્‍લેસ હતું. ત્‍યાર પછી મુંબઇમાં લોઅર પરેલ, બેંગ્‍લોરમાં સ્‍થળ કોનોટ પ્‍લેસ હતું. ત્‍યારપછી મુંબઇમાં લોઅર પરેલ, બેંગ્‍લોરમાં વ્‍હાઇટ ફીલ્‍ડ, ચેન્‍નઇમાં ત્‍યાગરાયા નગર અને કોલકત્તામાં સીલ્‍ટલેક આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

કોરોના મહામારી વચ્‍ચે ૨૦૨૧માં દેશના ૪.૫ કરોડથી વધારે લોકો પોતાની પસંદગીના રેસ્‍ટોરન્‍ટમાં ભોજન કરવા ગયા. તેમાંથી ૩૨ ટકા દિલ્‍હીના અને ૧૮ ટકા બેંગ્‍લોરના હતા. ડાઇન આઉટ ટ્રેન્‍ડસના રિપોર્ટ અનુસાર બહાર જમનારા લોકોમાં દિલ્‍હીવાળા પ્રથમ રહ્યા તો દારૂ પીવામાં બેંગ્‍લોરના લોકો અહીં ફકત ડીસેમ્‍બર મહિનામાં જ ૫૦,૦૦૦ લીટર દારૂ પીવાઇ ગયો.

 રિપોર્ટ અનુસાર, સૌથી વધારે પસંદ કરાતા ભોજનમાં બટર ચીકન, દાલમખની અને નાન રહ્યા હતા. ૩૮ ટકા ભારતીયોએ આ પસંદ કર્યુ હતું, જયારે ૧૮ ટકા લોકોએ ચાઇનીઝ અને ૧૬ ટકાએ કોન્‍ટીનેન્‍ટલ ભોજન પસંદ કર્યુ.

જો દારૂની ટોપ ૧૦ બ્રાંડની વાત કરીએ તો ફોર્બ્‍સના રિપોર્ટ અનુસાર, વિશ્‍વમાં સૌથી વધારે વેચાતી ૧૦ વ્‍હીસ્‍કી બ્રાંડસમાં ૭ બ્રાંડસ ભારતીય છે. એટલું જ નહીં, સૌથી વધારે વેચાતી વ્‍હીસ્‍કી પણ ભારતીય કંપનીઓ જ બનાવે છે.

રિપોર્ટ અનુસાર, વ્‍હીસ્‍કીની સૌથી વધારે ખપત ભારતમાં થાય છે. ત્‍યારપછી અમેરિકા, ફ્રાંસ, જાપાન અને યુકેનો નંબર આવે છે. પહેલા નંબર પર જે બ્રાંડ છે તે મેકડોવેલ્‍સ ભારતીય બ્રાંડ છે. તેનું વાર્ષિક વેચાણ ૨૭.૬૩ કરોડ લીટર છે.

બીજા નંબર પર ઓફિસર્સ ચોઇસ છે. તેનું વાર્ષિક વેચાણ ૨૭.૫૪ કરોડ લીટર છે. તે પણ ભારતીય બ્રાન્‍ડ છે. ત્રીજા નંબર પર ઇમ્‍પીરીયલ બ્‍લુ છે તે પણ ભારતીય બ્રાન્‍ડ છે. તેનું વાર્ષિક વેચાણ ૨૩.૯૭ કરોડ લીટર છે. ચોથા નંબર પર પણ ભારતીય બ્રાંડ રોયલ સ્‍ટેગ છે જેનુ વાર્ષિક વેચાણ ૧૯.૮૦ કરોડ લીટર છે.

Read About Weather here

પાંચમા નંબર પર સ્‍કોટલેન્‍ડની જોની વોકર છે જેનું વાર્ષિક વેચાણ ૧૬.૫૬ કરોડ લીટર છે. છઠ્ઠા નંબર પર અમેરિકાની જેક ડેનીયલ્‍સ, સાતમા નંબર પર ભારતની ઓરીજીનલ ચોઇસ છે. આઠમા નંબર પર જીમ બીમ, નવમા નંબરે હેવર્ડસ ફાઇન અને ૧૦માં નંબર પર ૮ પીએમ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here