જીનિયસ અને જય ઈન્ટરનેશનલ સ્કૂલમાં મેડિકલ કેમ્પ

જીનિયસ અને જય ઈન્ટરનેશનલ સ્કૂલમાં મેડિકલ કેમ્પ
જીનિયસ અને જય ઈન્ટરનેશનલ સ્કૂલમાં મેડિકલ કેમ્પ


એલ.આર.શાહ હોમિયોપેથી કોલેજના તબીબો અને ઈન્ટર્ન ડોકટરોની ટીમ દ્વારા જીનિયસ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ અને જય ઈન્ટરનેશનલ સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મેડિકલ કેમ્પમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની તબીબી તપાસ કે જેમાં BMI (બોડી માસ ઈન્ડેક્સ), ઊંચાઈ, વજન, પોષણની ઉણપ, દાંત, કાન વગેરેની તપાસ કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

તેમજ હાલમાં પ્રવર્તતી કોરોનાની પરિસ્થિતિના કારણે કોઈને સામાન્ય શરદી, ઉધરસ અથવા કોરોનાના કોઇ લક્ષણો છે કે નહી તેની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત તબીબો દ્વારા કોરોનાકાળમાં કઈ સાવચેતી અને સાવધાની રાખવી જોઈએ તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ મેડિકલ કેમ્પના સફળ આયોજન અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને સચોટ તબીબી સલાહ અને માર્ગદર્શન આપવા બદલ સંસ્થાના ચેરમેન ડી.વી. મહેતા, સીઇઓ ડિમ્પલબેન મહેતા, જય ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ વિપુલ ઘન્વા, જીનિયસ સ્કૂલના સેકશન હેડ કાજલ શુકલ, સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ હેડ મનિન્દર કૌર કેશપ, જીનિયસ સુપર કિડસના સેકશન હેડ બીજલબેન હરખાણી, એડમિનિસ્ટ્રેટીવ અને આઇટી હેડ પ્રમોદ જેઠવા, જીનિયસ સ્કૂલના પ્રિ-પ્રાયમરીના હેડ અશ્વિની ઠક્કર અને જય

Read About Weather here

ઈન્ટરનેશનલ સ્કૂલના એડમિનિસ્ટ્રેટીવ હેડ મનિષા રૂઘાણી દ્વારા એલ.આર. શાહ હોમિયોપેથી કોલેજના પ્રિન્સીપાલ ડો. અરવિંદ ભટ્ટ અને તેમની સમગ્ર મેડિકલ ટીમના સભ્યો ડો વિવેક વસોયા, ડો.સ્નેહા વસોયા, ડો.ગાર્ગી હળવદિયા, ડો.ચાંદની વાદી, ડો.ચિત્રા રાની, ડો.શ્રધ્ધા શેન્દ્રે અને ડો સંજ્ઞા પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here