રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ઠંડી ઘટી, ગરમીમાં વધારો

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ઠંડી ઘટી, ગરમીમાં વધારો
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ઠંડી ઘટી, ગરમીમાં વધારો

દિવસભર સૂર્યની વાદળો સાથે સંતાકુકડી: અનેક શહેરોમાં લઘુતમ તાપમાન વધીને 16 થી 21 ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉતર ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે ઠંડીમાં એકાએક ઘટાડો થયો છે. છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ વધી ગયો છે. ઠંડી ગાયબ થઇ જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે દિવસભર શહેરમાં સૂર્ય અને વાદળો વચ્ચે સંતાકુકડીની રમત ચાલુ રહી હતી. લોકો ફરી સ્વેટર અને જેકેટ તથા મફલર ખીટીએ ટીંગાડીને ઘરની બહાર ફરતા દેખાયા હતા. રાજકોટ, અમદાવાદ, જામનગર, ભાવનગર, ભુજ વગેરે શહેરોમાં લઘુતમ તાપમાન વધીને 16 થી 21 ડિગ્રી નોંધાયું હતું.

જામનગર શહેરમાં પણ હવામાનમાં પલ્ટો દેખાયો છે અને ઠંડી ઘટી ગઈ છે. સવારે ઠંડીનો પારો 15 ડિગ્રી રહ્યો હતો. દિવસ આગળ વધતા પારો ઉચકાયો હતો અને બપોર સુધીમાં 18.5 ડિગ્રી જેટલું નિમ્નતમ તાપમાન નોંધાયું હતું.

જામનગર ઉપરાંત રાજકોટમાં દિવસભર પારો ઉચો ચડતો રહ્યો હતો. રાજકોટમાં 20.1 ડિગ્રી, અમદાવાદમાં 18.5, સુરતમાં 21.4, ભાવનગરમાં 19, દ્વારકામાં 20.2, જૂનાગઢમાં 16.6, કંડલામાં 18, ઓખામાં 20.4, પોરબંદરમાં 18 અને સાસણ ગીરમાં 19.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Read About Weather here

છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ સહિતનાં શહેરોમાં પવનની ઝડપ પણ ઘટી છે. પ્રતિકલાક 30 કિ.મી. ની ઝડપે પવન ફુંકાયો હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 14 ડિગ્રી નોંધાયું હતું.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here