કચ્છમાં લંપટ શિક્ષકની પાપલીલા: વિદ્યાર્થીનીની લાજ લુંટી, ઘરમાંથી ચોરીની ફરજ પાડી

કચ્છમાં લંપટ શિક્ષકની પાપલીલા: વિદ્યાર્થીનીની લાજ લુંટી, ઘરમાંથી ચોરીની ફરજ પાડી
કચ્છમાં લંપટ શિક્ષકની પાપલીલા: વિદ્યાર્થીનીની લાજ લુંટી, ઘરમાંથી ચોરીની ફરજ પાડી

શાળાઓમાં માસુમો પર કુડી નજર રાખતા વાસનાં ભૂખ્યા વરૂઓ માટે હવે લોખંડી કાયદો જરૂરી
16 વર્ષની તરૂણીને વધુ માર્ક આપવાની લાલચ આપતો અને માથે દેણું વધી જતા વિદ્યાર્થીની પાસે ઘરમાંથી જ સવા લાખનાં દાગીનાની ચોરી પણ કરાવી હોવાનો ધડાકો
મુન્દ્રામાં ટોચની શાળામાં બનેલી ઘટનાથી સનસનાટી, દુષ્કર્મનાં આરોપસર શિક્ષકની ધરપકડ

કચ્છનાં મુન્દ્રા શહેરમાં આવેલી ટોચની એક ખાનગી શાળામાં આધેડ વયનાં શિક્ષકની વાસના ભરી પાપલીલાથી સમગ્ર કચ્છની શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે. વધુ માર્ક આપવાની લાલચમાં લપેટીને 16 વર્ષની સગીર વયની વિદ્યાર્થીની પર

Visit Saurashtra Kranti Homepage here

વારંવાર દુષ્કર્મ આચરી નરાધમ શિક્ષકે પોતાનું દેણું ભરવા વિદ્યાર્થીનીને તેના ઘરમાંથી દાગીના ચોરી લાવવાનો ફરજ પાડી હોવાનું પોલીસમાં જાહેર થતા સનસનાટી પ્રસરી છે.

પોલીસે તપાસ હાથ ધરીને દુષ્કર્મ અને સગીરા પાસે ચોરી કરાવવાના આરોપસર 46 વર્ષની વયનાં શિક્ષક જય ઠક્કરને ઝડપી દબોચી લઇ ફરિયાદ દાખલ કરી છે.

પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, 14 ડિસેમ્બરે દુષ્કર્મ પીડિતા તરૂણીનાં માતા-પિતાએ એમના ઘરમાંથી સવા લાખનાં દાગીનાની ચોરી થઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાની પૂછપરછ શરૂ કરતા એ ભાંગી પડી હતી અને પોતાના શિક્ષક જય ઠક્કરનાં કહેવાથી ઘરમાંથી દાગીના

ચોરી લીધાનો સગીરાએ એકરાર કરી લીધો હતો. બાદમાં પોલીસે આવું કરવા પાછળનું કારણ પૂછતાં તરુણીએ પોલીસમાં કબુલ કર્યું હતું કે શિક્ષકે મારા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

મને વધુ માર્ક આપવાની લાલચ દીધી હતી અને બે વખત દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં શિક્ષકે હજુ વધુ સારા માર્ક આપવાની લાલચ આપીને તરૂણીને તેના ઘરમાંથી દાગીના ચોરી લાવવાની ફરજ પાડી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, શિક્ષક પરણિત છે અને તેનું પરિવાર મુંબઈમાં રહે છે. મુન્દ્રાની પ્રતિષ્ઠિત શાળામાં ફરજ બજાવતા શિક્ષકનાં માથે ઘણું દેણું થઇ ગયું હતું. આથી તેણે સગીરાને જાળમાં ફસાવી હતી અને સગીરાની હસમત લુંટી ઘરમાં હાથફેરો કરવા માટે પણ મજબુર કરી હતી.

પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.સમાજમાં શિક્ષણનો વ્યવસાય સૌથી પવિત્ર માનવામાં આવે છે. ગુરૂ અને શિષ્યા વચ્ચેનાં સંબંધોને ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી નપાવટ શિક્ષકોની વાસનાનાં કાંડ અવારનવાર બહાર આવવા લાગ્યા છે. જેના કારણે આ વ્યવસાયની ગરિમાને ગંભીર હાની પહોંચી રહી છે. હવે આવા વાસના ભૂખ્યા વરૂ તત્વોને પણ જડબેસલાક સબક શીખવાડવા માટે નવો લોખંડી કાયદો ઘડવાની જરૂરિયાત ઉભી થઇ છે.

માર્ક આપવાની શાળાકીય સ્તરે અપાતી સતાનો કેટલાક લંપટ તત્વો કેવો ગંભીર દૂરઉપયોગ કરવા લાગ્યા છે. તેનું ચોંકાવનારુ ઉદાહરણ મુન્દ્રાની ઘટના પૂરૂં પાડે છે.

Read About Weather here

એટલે આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું અટકે એ માટે શાળાકીય સ્તરે પણ ખાસ કમિટીઓ રચવાની અને તેનાથી પણ વધુ જરૂર કડકમાં કડક કાયદો બનાવવાની જરૂર ઉભી થઇ છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here