જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર પોતાના ખર્ચે
સમગ્ર દેશમાં 15 થી 18 વર્ષની વયના તરૂણ બાળકોને કોરોના સામે રક્ષણ આપતી રસી વિનામૂલ્યે આપવાના અભિયાનનો શુભારંભ થયો છે. ત્યારે આ નિશુલ્ક વેક્સિનેશન અભિયાનને પ્રોત્સાહન મળે તેવા શુભ આશ્રયથી જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર એ રાજકોટ જિલ્લાના તમામ ગામો માટે જાહેરાત
Visit Saurashtra Kranti Homepage here
કરતાં જણાવ્યું હતું કે, રાજકોટ જીલ્લાના ગામોમાં 100 થી વધારે સંખ્યા ધરાવતી સરકારી સ્કૂલોમાં સો ટકા વેક્સિનમાં જે પ્રથમ ત્રણ સ્કૂલ આવશે તે ત્રણ સ્કૂલ ને ભુપતભાઈ બોદર તરફથી સ્વખર્ચે સ્માર્ટ ટીવી આપવામાં આવશે.
વધુમાં ભુપતભાઈ બોદર એ જણાવેલ કે વયસ્કો અને તરુણો વેક્સિનેશન પ્રત્યે જાગૃતતા દાખવી કોરોના સામે રક્ષણ આપતી રસીના બન્ને ડોઝ લે અને અન્યોને પણ રસી લેવા માટે પ્રેરિત કરે તે માટે પ્રોત્સાહક પગલાના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ગામોમાં સૌથી વધુ લોકો ને વેક્સિનેશન કરનાર પ્રથમ
Read About Weather here
ત્રણ સ્કૂલોને સ્માર્ટ ટીવી આપવાથી બાળકોના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો થવાની સાથોસાથ ગ્રામજનોમાં રસીકરણ અંગે જાગૃતતા આવશે અને પોતે તથા પોતાના બાળકોને રસી અપાવશે. તેમ ભુપતભાઈ બોદર એ જણાવ્યું હતું.(1.15)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here