જેતપુરમાં દિવંગત મિત્રના જન્મદિવસની અનોખી ઉજવણી

જેતપુરમાં દિવંગત મિત્રના જન્મદિવસની અનોખી ઉજવણી
જેતપુરમાં દિવંગત મિત્રના જન્મદિવસની અનોખી ઉજવણી

સ્મશાન ઘાટમાં મિત્રની મૂર્તિ સ્થાયીને ધૂપ-દિપ સાથે કેક કાપી બાળકોને નાસ્તો કરાવ્યો

અત્યાર સુધી સૌ સાંભળતા આવ્યા છે કે કોઈ પણ ઘરમાં કે ગામ અને શહેરના સ્મશાન ઘાટમાં દેવી-દેવતાઓની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું હોય છે. પરંતુ જેતપુરના યુવાને પોતાના સ્વર્ગીય યુવાન મિત્રની મૂર્તિની જેતપુરના સ્મશાન ઘાટમાં સ્થાપન કરીને છેલ્લા વીસ વર્ષથી નિયમિત રીતે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે.
મૂળ ભાવનગરના કોળી સમાજના ચંદુભાઈ મકવાણા પહેલા ભાવનગર રહેતા હતા.

ત્યારે તેમના મિત્ર અપ્પુભાઈનું અકસ્માતમાં અવસાન થતાં તેઓ ભાંગી પડ્યા હતા. ચંદુભાઈ અને તેમના મિત્ર અપ્પુભાઈનો જન્મદિવસ એક જ તારીખે પ્રતિ વર્ષે 29મી ડિસેમ્બરે આવે છે. જેથી બંનેના જન્મદિવસની કંઈક જુદી રીતે ઉજવણી કરવા માટે ચંદુભાઈ સતત વિચારતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

મિત્ર અપ્પુભાઈની ગેરહાજરીમાં ચંદુભાઇએ ભાવનગર છોડીને જેતપુર શહેરને પોતાની કર્મભૂમિ બનાવવાનું નક્કી કર્યું હતું. એક દિવસ જેતપુરના સ્મશાન ઘાટમાં જતા તેમણે હિન્દુ સમાજના દેવી-દેવતાઓની મૂર્તિઓ જોઈ હતી.

આ વાતની પ્રેરણા પરથી ચંદુભાઇએ પોતાના મિત્ર અપ્પુભાઈની મૂર્તિ પણ સ્થાપન કરવાનું વિચારીને નિયમિત યાદગીરી માટે નિયમિત અગરબત્તી, ધૂપ, ફુલ શરૂ કર્યા હતા. મિત્રની મૂર્તિ જેતપુરના સ્મશાન ઘાટમાં સ્થાપિત કર્યા બાદ નવો ધંધો શરૂ કરવાનું વિચારી ચંદુભાઇએ અપ્પુ ક્ધટ્રકશન નામથી ધંધો શરૂ કર્યો હતો.

Read About Weather here

આ ધંધામાં તેઓ રાત દિવસ પ્રગતિ પામતા તેમણે પોતાના અને પોતાના મિત્રનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું. ચંદુભાઈ મકવાણા દર વર્ષે 29મી ડિસેમ્બરે જેતપુરના સ્મશાન ખાતે પહોંચીને પોતાના મિત્રની મૂર્તિ સમક્ષ કેક કાપીને અન્ય મિત્રો ઉપરાંત બહેરા મૂંગા શાળાના બાળકોને સ્મશાને બોલાવીને તેઓને કેક ઉપરાંત બિસ્કિટ અને નાસ્તો કરાવીને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here