બ્રેકીંગ ન્યુઝ વરસાદથી 116 શહેર પૂરના પાણીમાં ગરકાવ

બ્રેકીંગ ન્યુઝ વરસાદથી 116 શહેર પૂરના પાણીમાં ગરકાવ
બ્રેકીંગ ન્યુઝ વરસાદથી 116 શહેર પૂરના પાણીમાં ગરકાવ
બહિયા ઉપરાંત ઉત્તર દિશાએ આવેલાં અને દક્ષિણ-પૂર્વમાં આવેલાં કેટલાંક શહેરો પણ પુરના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. આ વિસ્તારોમાં પણ છેલ્લા કેટલાંક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

બ્રાઝિલની ઉત્તર-પૂર્વમાં આવેલાં બહિયા રાજ્યમાં મંગળવારે પડેલા સાંબેલાધાર વરસાદના કારણે રાજ્યના ૧૧૬ શહેર પુરના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા અને સરકારે આ રાજ્યમાં ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે બ્રાઝિલના પૂર્વોત્તર વિસ્તારમાં ગત નવેમ્બરના અંતભાગથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે.આ આકાશી આફતના પગલે એકલા બહિયા રાજ્યમાં જ ૪.૭૦ લાખ લોકો ભારે પ્રભાવિત થયા હતા જ્યારે ૫૦ શહેરોમાં તો લોકોના ઘરોમાં અને ઓફિસોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા

જેથી લોકોને પોતાની ઘરવખરી છોડીને જીવ બચાવવા સલામત સ્થળે સ્થળાંતર કરી જવાની ફરજ પડી હતી. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે પુરના કારણે ૩૪,૧૬૩ લોકો ઘર વિહોણા બની ગયા છે જ્યારે ૪૩૦૦૦ લોકો વિસ્થાપિત બન્યા છે.

આ મહિનાના આરંભથી અત્યાર સુધીમાં વરસાદ અને પુરના કારણે કુલ ૨૧ લોકોના મોત થયાં હતા અને ૩૫૮ લોકોને વિવિધ પ્રકારની ઇજા થઇ હતી. બહિયા રાજ્યમાં આ વખતે છેલ્લા ૩૨ વર્ષમાં પડેલા વરસાદની તુલનાએ સૌથી વધુ વરસાદ નોંધાયો હતો

એમ બ્રાઝિલ સરકારની એજન્સી નેશનલ સેન્ટર ફોર મોનિટરિંગ એન્ડ ેલર્ટ ઓફ નેશનલ ડિઝાસ્ટરની વબસાઇટ ઉપર મૂકેલી આંકડાકીય માહિતીમાં દર્શાવવામાં આવ્યું હતું.

મંગળવારે સ્થાનિક રેડિયો સ્ટેશનને આપેલાં એક ઇન્ટરવ્યૂમાં બહિયા રાજ્યના ગવર્નર રૂઇ કોસ્ટાએ રાજ્યની સ્થિતિને બોમ્બાર્ડમેન્ટ (બોંબવર્ષા) સાથે સરખાવી હતી. તેમણે કહ્યું હતું કે વિનાશક પુરની સ્થિતિના કારણે કેટલાંક શહેરોમાં તો કોરોના વાઇરસની રસી પણ તણાઇ ગઇ હતી,

Read About Weather here

કેમ કે કેટલીક મ્યુનિસિપલ હેલ્થ ઓફિસો અને મેડિસિન રાખવાના કગ્દ્રોમાં પણ પુરના પાણી ઘૂસી ગયા હતા.બહિયાના દક્ષિણ ભાગમાં વર્ષના આ સમયગાળા દરમ્યાન સામાન્ય કરતાં પાંચ ઘણો વધુ વરસાદ નોંધાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here