મહાન આલ્બર્ટ આઇન્સ્ટાઇનથી પણ વધુ સ્માર્ટ: માત્ર 12 વર્ષનું બાળક…!!

મહાન આલ્બર્ટ આઇન્સ્ટાઇનથી પણ વધુ સ્માર્ટ: માત્ર 12 વર્ષનું બાળક...!!
મહાન આલ્બર્ટ આઇન્સ્ટાઇનથી પણ વધુ સ્માર્ટ: માત્ર 12 વર્ષનું બાળક...!!

યુનાઇટેડ કિંગડમના બ્રિસ્ટલમાં રહેતા બાર્નાબી સ્વિનબર્ને IQ ટેસ્ટમાં ૧૬રનો સ્કોર મેળવીને બધાંને ચોંકાવી દીધા

જ્યારે પણ તીવ્ર બુદ્ધિ અને તર્કશક્તિની વાત આવે છે, તો આપણે હંમેશા ઉદાહરણ તરીકે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું નામ લઈએ છીએ. આલ્બર્ટ આઇન્સ્ટાઇન કે જેમણે ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી હતી. ઇન્ટેલીજન્સ મામલે જો કોઈ એ વૈજ્ઞાનિકને પાછળ છોડી દે, તો તેની બુદ્ધિને સૌએ નમન કરવું જ પડશે.

માનવામાં આવે છે કે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું IQ લેવલ 160 હતું.

 IQ એ જર્મન શબ્દ Intelligenz-Quotientનું શોર્ટ ફોર્મ છે.જેને ગુજરાતીમાં બુધ્ધિ આંક કહેવામાં આવે છે.  IQ સ્કોર તમારી વિચારવા-સમજવાની ક્ષમતા અને જાણકારીના સ્તર વિશે જણાવે છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

 આપણું મગજ કોઈ કાર્યને કેટલી સારી રીતે કરે છે, આપણે કોઈ સમસ્યાનો ઉકેલ કેટલી ઝડપથી અને વધુ સારી રીતે શોધી શકીએ છીએ, પ્રશ્નનો જવાબ કેટલી ઝડપથી અને સચોટ રીતે આપી શકીએ છીએ.

આજકાલ ઘણી વેબસાઈટ પર  IQ ટેસ્ટની સુવિધા છે. તમે ૫ મિનિટમાં તમારા  IQ ની ગણતરી કરી શકો છો.

 તમને જાણીને આશ્ચર્ય થશે કે એક 12 વર્ષ ના બ્રિટિશ બાળકે આવું કરી બતાવ્યું છે. તેણે સાબિત કર્યું છે કે તેની સ્માર્ટનેસ આઇન્સ્ટાઇનથી પણ ઉપર છે. ના, આ કોઈ મજાક નથી.

તમે IQ ટેસ્ટ વિશે ઘણી વખત સાંભળ્યું હશે. તમને એ ખ્યાલ હશે કે આ ટેસ્ટ દ્વારા વ્યક્તિની બુદ્ધિ, વિવેક અને તર્કશક્તિની પરીક્ષા થાય છે. આ જ પરીક્ષામાં 12 વર્ષના બાળક બાર્નાબી સ્વિનબર્ને મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનના સ્કોરને પાછળ છોડતાં પોતાને હાઈ IQ સોસાયટી મેન્સાનો સભ્ય બનાવી લીધો છે.

રિપોર્ટ મુજબ, યુનાઇટેડ કિંગડમના બ્રિસ્ટલમાં રહેતા બાર્નાબી સ્વિનબર્ને IQ ટેસ્ટમાં 162નો સ્કોર મેળવીને બધાંને ચોંકાવી દીધા છે. ફક્ત ૧૨ વર્ષની ઉંમરમાં તેણે 18 વર્ષથી ઓછા એજગ્રુપમાં આશ્ચર્યજનક સિદ્ધિ મેળવી છે.

Read About Weather here

બાળકનું લેવલ તો મહાન આલ્બર્ટ આઇન્સ્ટાઇનના IQ કરતાં પણ 2 પોઈન્ટ વધુ છે. આ 18 વર્ષથી ઓછી ઉંમરના ગ્રુપમાં સૌથી ઊંચો સ્કોર છે. બાર્નાબીને ગણિત અને કેમિસ્ટ્રી વાંચવું પસંદ છે. તેને બિઝનેસમાં પણ રસ છે અને તે બહુ મહત્વકાંક્ષી છે. તે ભવિષ્યમાં એક પ્રોગ્રામર બનવા માગે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here