રાજકોટમાં કોરોનાનાં નવા 27 કેસ, ઓમિક્રોનનાં કુલ 5

ગુજરાતમાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય સહિત ત્રણ નેતાઓ કોરોના સંક્રમિત
ગુજરાતમાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય સહિત ત્રણ નેતાઓ કોરોના સંક્રમિત

મહાનગરમાં ક્ધટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 60 થઇ: 150 જેટલા ઘર ક્ધટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

મહાનગરમાં ઝડપથી પ્રસરી રહ્યો છે કોરોના, સાવધાની ખૂબ જરૂરી: બાળકો અને વૃધ્ધોને સુરક્ષિત રાખવા શહેરીજનોને તાકીદ

સૌરાષ્ટ્રમાં મોરબીમાં કોરોનાનાં 7 અને જામનગરમાં ઓમિક્રોનનાં 3 કેસ

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાનાં કેસોમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. સાથે-સાથે ઓમિક્રોનનાં પણ છુટા છવાયા કેસ બની રહ્યા છે. તેના પગલે શહેરીજનોને કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરતા રહેવા વહીવટીતંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 27 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઓમિક્રોનનાં કેસની સંખ્યા 5 થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ અને જામનગરમાં કોરોનાની સાથે-સાથે ઓમિક્રોન વાયરસ પણ ગતિ પકડી રહ્યું છે. જામનગરમાં આજે ઓમિક્રોનનાં 3 નવા કેસ નોંધાયા હતા. રાજકોટમાં છેલ્લા 2 દિવસ દરમ્યાન નવા 27 કેસ નોંધાયા છે. આજે ગુરૂવારે બપોર સુધીમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. રાજકોટમાં રીકવરી રેટ જળવાયો છે. રીકવરીનો રેટ 98.58 ટકા જેવો રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અન્યત્ર મોરબીમાં કોરોનાનાં નવા 7 કેસ નોંધાયા છે.

Read About Weather here

ગુજરાતમાં આજે એક દિવસમાં કોરોનાનાં કુલ 548 કેસ નોંધાયા હતા. સૌથી વધુ અમદાવાદ, સુરત અને વડોદરામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. લોકોને કોવિડ પ્રોટોકોલનું સખ્તાઈથી પાલન કરવા ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરી રાખવા, ભીડભાડથી દૂર રહેવા અને સામાજીક અંતર જાળવવા જિલ્લા અને શહેર વહીવટીતંત્ર દ્વારા તથા મનપાનાં પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેર આવવાના ભણકારા વાગી રહ્યા હોવાથી બાળકો અને વૃધ્ધોનું ખાસ ધ્યાન રાખવા આરોગ્ય નિષ્ણાંતોએ સલાહ આપી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here