જ્યાં સુધી લોકો નિયમ પાલન નહીં કરે ત્યાં સુધી કોરોના મહામારી અટકાવી નહીં શકાય: અમિત શાહ

પોલીસ આધુનિકરણ માટે રૂ.26 હજાર કરોડ ફાળવતી કેન્દ્ર સરકાર
પોલીસ આધુનિકરણ માટે રૂ.26 હજાર કરોડ ફાળવતી કેન્દ્ર સરકાર

15 થી 18 વર્ષની વયના તમામને રસી મુકાવી લેવા ગૃહમંત્રીનો અનુરોધ

કેન્દ્રનાં ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ ટકોર કરી હતી કે, જ્યાં સુધી લોકો જાગૃત ન થાય અને તમામ કોરોના પ્રોટોકોલનું પાલન કરતા ન થાય ત્યાં સુધી આપણે કોરોના મહામારી પ્રસરતી અટકાવી શકીશું નહીં.

Visit Saurashtra Kranti Homepage here

મહામારીને ખતમ કરવા દરેક વ્યક્તિએ સાથે મળીને કામ કરવું પડશે. સરકારે નિર્ધારિત કરેલી ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે.તેમણે વેક્સિનનો બીજો ડોઝ પણ તત્કાલ લઇ લેવા અને 15 થી 18 વર્ષની વયનાં તમામ નાગરિકોનું વહેલી તકે રસીકરણ કરવા અનુરોધ કર્યો હતો.

ગાંધીનગરનાં પોતાના મત વિસ્તારમાં રૂ.50 કરોડનાં વિકાસકામોનું વિડીયો કોન્ફરન્સથી ભૂમિપૂજન અને લોકાર્પણ કરતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસનાં વધતા જતા કેસો સામે વહીવટીતંત્ર એકદમ સતર્ક બનવું જરૂરી છે.

મહામારી રૂપ બદલીને ફરી ઉછાળો મારી રહી છે. આથી પાલિકા, મનપા, જિલ્લા પંચાયતો અને રાજ્ય સરકાર બધાએ સતર્ક રહેવું પડશે.અમિત શાહે ઉમેર્યું હતું કે, સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

પણ જ્યાં સુધી લોકો જાગૃત ન થાય અને સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન્સનો અમલ ન કરે તો કોરોના વાયરસ ફેલાતો અટકાવી શકાશે નહીં. બધાએ સાથે મળીને કામ કરવું પડશે. વાયરસથી બચવા માટેનો એક જ ઉપાય રસીકરણ છે.

વેક્સિનનાં ડોઝની કોઈ અછત ન રહે એ માટે મોદી સરકારે પુરા પગલા લીધા છે. સુશાસનનાં આંકમાં ટોચનું સ્થાન મેળવનાર ગુજરાતની સિધ્ધિ બદલ તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

Read About Weather here

તેમણે ઉમેર્યું હતું કે, મારા લોકસભા મત વિસ્તાર ગાંધીનગરમાં ગયા એક વર્ષમાં જ રૂ. 1413 કરોડનાં 1261 પ્રોજેક્ટનું લોન્ચિંગ કરાયું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here