કાલે સીએમને સત્કારવા લાલ જાજમ પાથરતું રાજકોટ

કાલે સીએમને સત્કારવા લાલ જાજમ પાથરતું રાજકોટ
કાલે સીએમને સત્કારવા લાલ જાજમ પાથરતું રાજકોટ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ-શો, અભૂતપૂર્વ સન્માનની તડામાર તૈયારી

ભાજપમાં જબરો થનગનાટ અને ઉત્સાહ, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી અને પાંચ મંત્રીઓ જોડાશે: સવારે એરપોર્ટથી ડીએચ કોલેજ સુધી રોડ-શો, માર્ગમાં ઠેર-ઠેર ડીજે અને બેન્ડવાજાથી અભૂતપૂર્વ સત્કાર કરાશે

ગામેગામથી મુખ્યમંત્રીનાં સત્કાર અને સુશાસન સમારંભમાં ઉમટી પડવા ભાજપ કાર્યકરોને હાકલ: સુરક્ષા માટે ખડકાયો પોલીસનો જંગી કાફલો, મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર રાજકોટ આવતા ભુપેન્દ્ર પટેલ માટે હૃદયનાં કમાડ ખોલશે રાજકોટવાસીઓ

મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર રાજકોટની મુલાકાતે પધારી રહેલા ભુપેન્દ્ર પટેલનું ભવ્ય અને અભૂતપૂર્વ સન્માન કરવા માટે રાજકોટમાં તડામાર તૈયારીઓને આકરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને ભાજપમાં ઉત્સાહનું પ્રચંડ મોજું ફરી વળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આવતીકાલ તા.31 ડિસેમ્બરને શુક્રવારે સવારે રાજકોટનાં રાજમાર્ગ પર મુખ્યમંત્રીનો ભવ્ય અને શાનદાર રોડ-શો યોજાઈ રહ્યો છે અને સાથે-સાથે સુશાસન સપ્તાહ સમારંભ પણ ઉત્સાહભેર યોજાઈ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રીનાં અતિભવ્ય સત્કાર માટે મહાનગર રાજકોટે લાલ જાજમ પાથરી છે અને રાજકોટ વાસીઓએ હૃદયનાં કમાડ ખોલી નાખ્યા છે. રાજકોટ ભાજપ દ્વારા મુખ્યમંત્રીનું કદી ન જોવા મળ્યું હોય એવું શાનદાર સન્માન કરવાની જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે અને મુખ્યમંત્રીનાં રોડ-શો ને સફળ બનાવવા કોઈ કચાશ રાખવામાં આવી નથી.

રાજકોટ શહેર ભાજપ દ્વારા રોડ-શો નાં માર્ગ પર ઠેર-ઠેર મુખ્યમંત્રીનાં સ્વાગતની તૈયારીઓ કરી લેવામાં આવી છે. રોડ-શો માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત રાજ્યનાં પાંચ મંત્રીઓ પણ જોડાઈ રહ્યા છે. ત્યારે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનું સુનામી ફરી વળ્યું છે. ગામેગામથી ભાજપનાં કાર્યકરોને રાજકોટમાં ઉમટી પડવા હાકલ કરવામાં આવી છે. રાજકોટ શહેર મુખ્યમંત્રીને સત્કારવા માટે અને સમગ્ર કાર્યક્રમને અવિસ્મરણીય બનાવવા માટે થનગની રહ્યું છે.

સવારે 11 વાગ્યે એરપોર્ટથી ધર્મેન્દ્રસિંહજી કોલેજ સુધી શાનદાર રોડ-શો યોજાશે. રસ્તામાં ઠેર-ઠેર અનેક સંસ્થાઓ, સંગઠનો અને આમ જનતા દ્વારા મુખ્યમંત્રીનું અદકેરું સ્વાગત કરવામાં આવશે. રાજ્ય સરકાર અને રાજ્યનાં પંચાયત, ગ્રામગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ડીએચ કોલેજ ખાતે ખાસ સુશાસન સપ્તાહ સમારંભ યોજાશે. જેમાં મુખ્ય અતિથી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ હાજરી આપશે. ખાસ મહેમાન તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે.

અતિથી વિશેષ તરીકે રાજ્યનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા તથા વાહન વ્યવહાર, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી પણ ખાસ હાજરી આપી રહ્યા છે.

Read About Weather here

આ ભવ્ય સુશાસન સપ્તાહ કાર્યક્રમમાં ભાજપનાં સાંસદો મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક અને રામભાઈ મોકરીયા, ધારાસભ્યો જયેશ રાદડીયા, કુંવરજી બાવળીયા, ગોવિંદ પટેલ, લાખાભાઈ સાગઠીયા, શ્રીમતી ગીતાબા જાડેજા અને લલિત વસોયા ઉપરાંત રાજકોટનાં મેયર ડો.પ્રદિપ ડવ અને રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદર સહિતનાં ભાજપનાં તમામટ ટોચનાં આગેવાનો તેમજ ભાજપ કાર્યકરો જંગી સંખ્યામાં હાજરી આપશે. આવતીકાલનાં ભાજપનાં કાર્યકર માટે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પોલીસનો જંગી કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. આજે સવારે રોડ-શો નાં માર્ગ પર પોલીસે ખાસ પેટ્રોલિંગ પણ કર્યું હતું અને પોલીસ કમિશનર ઉપરાંત અન્ય અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાની અને તૈયારીઓની ચકાસણી કરી હતી. રાજકોટ સહિત અન્ય શહેરોમાં કોરોનાનાં કેસોમાં ભારે ઉછાળો થઇ રહ્યો છે અને ઓમિક્રોનનાં કેસ પણ નોંધાઈ રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમમાં પ્રચંડ ભીડ ભેગી થવાની સંભાવના છે.કેમકે મુખ્યમંત્રીનું સન્માન કરવા માટે જોરદાર તૈયારીઓ રાજકોટ ભાજપ દ્વારા કરવામાં આવી છે. ડીજે અને બેન્ડવાજા સાથે અભૂતપૂર્વ સ્વાગત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here