નિયમો બધા માટે સરખા, લોકોને માસ્ક અપાશે: હર્ષ સંઘવી

ગુજરાતમાં નવી સ્પોર્ટસ પોલીસી આવશે : હર્ષ સંઘવી
ગુજરાતમાં નવી સ્પોર્ટસ પોલીસી આવશે : હર્ષ સંઘવી

ગુજરાતની કોરોના પરિસ્થિતિ વિશે મુખ્યમંત્રીનું મંથન

વધતા જતા કેસો રોકવાના ઉપાય વિચારવા કેબિનેટની ખાસ બેઠક

કોરોનાનાં નવા 548 કેસ અને ઓમિક્રોનનાં નવા 19 કેસો નોંધાયા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની તાકીદની બેઠક

ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનનાં વધતા જતા કેસોને પગલે રાજ્ય સરકાર વધુ ચિંતાતુર થઇ ઉઠી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની તાકીદની બેઠક યોજવામાં આવી છે અને કોરોનાનાં બે રૂપનાં સાગમટે પ્રસરણને રોકવા માટે કેવા પગલા લઇ શકાય તેની ઊંડી સમીક્ષા કરવામાં આવી રહી છે.

Read National News : Click Here

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 548 કેસ અને ઓમિક્રોનનાં 19 કેસો નોંધાતા રાજ્ય સરકાર વધુ સતર્ક બની છે. સુરતમાં કોરોનાનાં નવા 72 કેસો અને ઓમિક્રોનનાં 6 કેસ બે દિવસમાં જ નોંધાતા મનપા અને આરોગ્યતંત્ર દ્વારા તાકીદનાં પગલા લેવામાં આવી રહ્યા છે. સુરતમાં મહાનગરપાલિકાએ કડક નવા નિયંત્રણો જાહેર કર્યા છે. તમામ હોટેલો, રેસ્ટોરાં અને જીમમાં એસી ચાલુ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

હિરા અને કાપડ ઉદ્યોગમાં તમામ કામદારોનો રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવાનો આદેશ અપાયો છે. રાજ્યમાં ઓમિક્રોનનાં નવા 19 કેસ સાથે કુલ કેસ 97 થઇ ગયા છે. તેમાંથી 56 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર લઇ રહ્યા છે. મનપા દ્વારા સુરતમાં કોવિડ નિયમોનાં પાલનની સતર્કતા થાય છે કે કેમ એ વિશે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે અને નિયમ ભંગ થાય ત્યાં કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

કોરોના અને ઓમિક્રોનનાં વધતા જતા વ્યાપને ધ્યાનમાં રાખીને અત્યારે લગ્ન પ્રસંગમાં રાજ્ય સરકારે 400 મહેમાનોની જ છૂટ આપી છે. અમદાવાદમાં કોરોનાનાં નવા 265 કેસો નોંધાયા છે. વધુ કેટલાક વિસ્તારો અને સોસાયટી માઈક્રો ક્ધટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. કોરોનાનાં 8 દર્દીઓને ઓમિક્રોન સંક્રમણ પણ લાગ્યું હોવાથી ખાસ વોર્ડમાં ખસેડાયા છે. સૌરાષ્ટ્રમાં ઓમિક્રોનનાં 9 કેસ નોંધાયા છે. વડોદરામાં ઓમિક્રોનનાં નવા 3 કેસ નોંધાયા છે.

Read About Weather here

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની પરિસ્થિતિ અંગે મનપાના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી અને પરિસ્થિતિનો અંદાજ મેળવ્યો હતો. અમદાવાદ, સુરત, વડોદરા, ખેડા, આણંદ ઉપરાંત કચ્છમાં પણ નવા કેસો ઝડપથી વધી રહ્યા છે. સાથે-સાથે ઓમિક્રોનનો ઉપાડો પણ વધી રહ્યો છે. કોવિડનાં નિયમો અંગે ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, કોરોના નિયમો બધા માટે સરખા છે અને બધાએ પાલન કરવું પડશે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here