AAPના મોટા નેતાઓના જામીન મુક્ત…!

AAPના મોટા નેતાઓના જામીન મુક્ત...!
AAPના મોટા નેતાઓના જામીન મુક્ત...!
બિન-સચિવાલયની હેડક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ આમ આદમી પાર્ટી(AAP)એ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધપ્રદર્શન યોજ્યું હતું. 10 દિવસ પહેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટી( આપ)એ હોબાળો મચાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ કેસમાં ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત 55 આપ નેતાઓને આજે ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે. નોંધનીય છેકે, 20 ડિસેમ્બરના રોજ ભાજપના હેડ ક્વાર્ટર ખાતે આપ અને આપની યુથ વિંગના નેતાઓ અને કાર્યકરો એકઠા થઈને કમલમનો ઘેરાવ કર્યો હતો.

આપની આંદોલનની ગંધ આવી જતા સચિવાલયે દરવાજા બંધ કરાયા હતા. તેવામાં આપે દાવ ઊંધો પાડ્યો હતો અને સીધા જ ગુજરાત ભાજપ હેડક્વાર્ટર વિરોધ કરવા પહોંચી ગયા હતા.

20 ડિસેમ્બરે કમલમ ખાતે કરેલા આ પ્રદર્શનમાં AAPના ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ સામેલ થયા હતા. આ પ્રદર્શન દરમિયાન પોલીસ, ભાજપ અને AAPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ AAPના નેતાઓ સહિત 500ના ટોળા સામે છેડતી સહિતની 18 કલમ હેઠળો ગુનો નોંધાયો હતો.

ત્યાર બાદ પોલીસે 93 લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી 28 મહિલા અને 65 પુરુષને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. એમાંથી મહિલાઓને શરતી જામીન આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 65 કાર્યકરોમાંથી 10ને જામીન આપ્યા હતા. જ્યારે બાકી રહેલા કાર્યકરોની જામીન અરજી આજે સેશન્સ કોર્ટે મંજૂર કરી છે.

હસમુખ પટેલ, નિખિલ સવાણી, ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને શિવકુમાર સહિત કુલ 500ના ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભાજપનાં મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ શ્રદ્ધા રાજપૂતે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, કમલમ ખાતે ગેરકાયદે મંડળી રચી આશરે 500 માણસનું ટોળું

એક સંપ થઈને કમલમનો ગેટ તોડીને અંદર પ્રવેશ કરી, પગથિયાં પર બેસી અંદર આવવા-જવાનો રસ્તો રોકી, મહિલા કાર્યકરો સાથે શારીરિક અડપલાં કરી મારા મારી કરી હતી.

ભાજપના કાર્યકરો તથા પોલીસ પર તેમના હાથમાં રહેલાં બેનરોમાં લગાડેલી લાકડીઓનો હથિયાર તરીકે ઉપયોગ કરી ઇજાઓ પહોંચાડીને તેમને અભદ્ર ભાષા બોલી હતી. પોલીસની ગાડીઓના કાચ તોડીને નુકસાન કર્યું હતું.

ઇસુદાન ગઢવી નશાની હાલતમાં જણાતા હતા તેમજ મોઢામાંથી દારૂની પુષ્કળ વાસ આવતી હતી. સાબરમતી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતાઓનાં પરિવારજનોએ પણ એક-બે

વાર મુલાકાત લીધી હતી, જેમાં પ્રવીણ રામના ભાઈ, ઇસુદાન ગઢવીના ભાઈ, ગોપાલ ઇટાલિયાનાં પત્ની અને નિખિલ સવાણીનાં પત્નીએ જેલમાં મુલાકાત લઈ વાતચીત કરી હતી.

Read About Weather here

અમે તથા અમારી સાથેના કાર્યકરોને તેમને તેમ ન કરવા સમજાવ્યું હતું, પરંતુ તેઓ માન્ય ન હતા અને સૂત્રોચ્ચાર કરી બળપ્રયોગ કરી દરવાજો તોડવાનો પ્રયત્ન કરતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here