કોરોનાની ત્રીજી લહેર ગડગડાટ…!

કોરોનાની ત્રીજી લહેર ગડગડાટ...!
કોરોનાની ત્રીજી લહેર ગડગડાટ...!
વધતા કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હીએ યલો એલર્ટ જાહેર કરી દીધું છે અને નાઈટ કર્ફ્યૂ લગાવી દીધો છે. ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂના સમયમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જેનો ભય હતો એ જ થયું. આખરે કોરોનાની ત્રીજી લહેર દેશમાં શરૂ થઈ ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

નવા વર્ષને આપણે થર્ડ વેવ સાથે વેલકમ કરીએ એ પહેલાં એ અણસાર આવવા લાગ્યા છે કે સ્થિતિ ખરાબ થવાની છે. દિલ્હી, મુંબઈ અને અમદાવાદમાં જે પ્રમાણે રોકટગતિથી કેસ વધી રહ્યા છે એનાથી સમગ્ર દેશની ચિંતા વધી છે.

જ્યારે મહારાષ્ટ્ર સરકાર પણ ટૂંક સમયમાં તેની નવી એસઓપી જાહેર કરી શકે છે. દેશમાં વધતા જતા જોખમને ધ્યાનમાં રાખીને સરકારે બૂસ્ટર ડોઝ કહી શકાય એવા પ્રિકોશન ડોઝ અને 15-18 વર્ષના સગીરને વેક્સિન આપવાની જાહેરાત કરી દીધી છે.

જોકે સરકારે બીજા ડોઝના 9 મહિના પછી પ્રિકોશન ડોઝ લેવાની વાત કરી છે, પરંતુ સામાન્ય રીતે માનવામાં આવે છે કે વેક્સિન લીધાના 6-7 મહિનામાં એન્ટિબોડી ઘટવા લાગે છે. તો આવો, જાણીએ આ વિશે શું કહે છે નિષ્ણાતો. સર્વેમાં સામે શું આવ્યું…

કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU) દ્વારા તાજેતરમાં એન્ટિબોડી પર સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે વેક્સિનેશન પછી લોકોમાં કોવિડ-19 સંક્રમણ વિરુદ્ધ એન્ટિબોડી બને છે, પરંતુ સમય જતાં એની અસર પણ ધીમે ધીમે ઓછી થાય છે.

વેક્સિન લીધાના આઠ મહિના પછી તેમની એન્ટિબોડીનું લેવલ 84 ટકા ઘટી જાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો દ્વારા બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ કરવામાં આવી છે.

કેજીએમયુમાં વેક્સિનની અસરકારકતા વિશે સતત પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.1) વેક્સિનેશન પછી એન્ટિબોડીનો સ્તર માપવા માટે છેલ્લા આઠ મહિનાથી સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. આ સર્વેમાં 500 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. તેમને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા.

પહેલા ગ્રુપમાં પાંચ મહિના પહેલાં વેક્સિનના બંને ડોઝ લઈ લીધેલા લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. એમાં જોવા મળ્યું હતું કે વ્યક્તિમાં એન્ટિબોડી તો છે, પરંતુ એનું પ્રમાણ 42 ટકા ઓછું થઈ ગયું છે.2) બીજા ગ્રુપમાં એવા 200 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા, જેમણે સાત મહિના પહેલાં વેક્સિનના બંને ડોઝ લીધા હતા.

એનાથી ખ્યાલ આવ્યો કે 12.5 ટકા લોકોમાં એન્ટિબોડીનું લેવલ શૂન્ય સ્તર પર આવી ગયું છે.3) ત્રીજા ગ્રુપમાં 100 લોકોમાં આઠ મહિના પહેલાં વેક્સિનના બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

તેમના રિસર્ચમાં એવું જોવા મળ્યું કે 25 ટકા લોકોમાં એન્ટિબોડીનું લેવલ નેગેટિવ અથવા શૂન્ય સુધી પહોંચી ગયું છે. આમ, સમગ્ર સર્વેમાં એક વાત એવી સામે આવી છે કે એન્ટિબોડીના કુલ લેવલમાં અંદાજે 84 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન ગુજરાત સ્ટેટ બોર્ડ મીડિયા કો-ઓર્ડિનેટર ડૉ. મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે હ્યુમન બોડીમાં સામાન્ય રીતે વેક્સિન લીધાના વધુમાં વધુ 6 મહિના પછી એન્ટિબોડી ડાઉન થવા લાગે છે, પરંતુ ત્યાર પછી બોડીના ટી-શેલ ઈમ્યુનિટી દ્વારા રોગ સામે રક્ષણ મળતું હોય છે,

તેથી આ થિયરીના આધારે સરકારે પ્રિકોશન ડોઝ માટે 9 મહિના સમય નક્કી કર્યો હોય એવું બની શકે. ગયા વર્ષે પણ જ્યારે ભારતમાં વેક્સિન લોન્ચ કરવામાં આવી ત્યારે એ ફ્રન્ટલાઈનવર્કર્સ અને સિનિયર સિટિઝન માટે પહેલા લોન્ચ કરવામાં આવી હતી. તેમનો અનુભવ કેવો રહે છે,

કોઈ સાઈડ ઈફેક્ટ નથી, કેટલી એન્ટિબોડી બને છે, એનાં પરિણામો મળ્યાં પછી એ યુવા વર્ગ માટે વેક્સિન લગાવવાની છૂટ આપવામાં આવી હતી, તેથી આ વખતે પણ પ્રિકોશન ડોઝ થોડા તબક્કાઓ પછી યુવા વર્ગ માટે લોન્ચ કરવામાં આવશે એવી શક્યતા છે.

અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિયેશન (AHNA)ના અધ્યક્ષ ડૉ. ભરત ગઢવીએ દિવ્ય ભાસ્કર ડિજિટલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે વેક્સિનના બીજા ડોઝના 9 મહિના પછી એન્ટિબોડી ડાઉન થઈ જાય છે અને ઈમ્યુનિટી પણ ઘટી જાય છે,

તેથી કેન્દ્ર સરકારે પ્રિકોશન ડોઝનો સમયગાળો 9 મહિનાથી ઘટાડીને 6થી 7 મહિનાનો કરી દેવો જોઈએ. આપણી પાસે વેક્સિનની અછત નથી અને હવે 15થી 18 વર્ષના સગીરોની સાથે જેમણે બે ડોઝ લઈ લીધા છે

તેવા યુવા કો-મોર્બિડ દર્દીઓને સ્વેચ્છાએ પ્રિકોશન ડોઝ લેવો હોય તો મંજૂરી આપવી જોઈએ. ઓમિક્રોન વધારે ઈન્ફેક્ટેડ હોવાથી તેને ગંભીરતાથી લેવો એટલો જ જરૂરી છે. ઓમિક્રોનથી બચવા જૂની જ એસઓપી જેવી કે માસ્ક ફરજિયાત પહેરવું, ભીડમાં ના જવું, સમયસર વેક્સિનના બંને ડોઝ લઈ લેવા,

જેવી બાબતોનું ધ્યાન રાખવું પડશે. સરકારે પણ બાયરોડ, રેલવે અને એરપોર્ટ પરથી આવતા લોકોનું કડક ચેકિંગ કરવું જરૂરી છેડૉ. ભરત ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચોક્કસ આવશે જ,

Read About Weather here

પરંતુ બની શકે કે એ સેકન્ડ વેવ જેટલી જોખમી નહીં હોય. ગયા માર્ચ-એપ્રિલમાં જે માહોલ-ડરનું વાતાવરણ હતું એ ત્રીજી લહેરમાં નહીં થાય. જોકે ત્રીજી લહેરમાં આપણે કોરોનાની સાથે સાથે ઓમિક્રોન સામે પણ લડાઈ કરવાની છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here