મહાનગરપાલિકાની કચેરીઓ ગુટલીબાજો અને લાંચીયા ભ્રષ્ટ અધિકારીઓનાં અડ્ડાઓ!

મહાનગરપાલિકાની કચેરીઓ ગુટલીબાજો અને લાંચીયા ભ્રષ્ટ અધિકારીઓનાં અડ્ડાઓ!
મહાનગરપાલિકાની કચેરીઓ ગુટલીબાજો અને લાંચીયા ભ્રષ્ટ અધિકારીઓનાં અડ્ડાઓ!

રૂ. 40 હજારની લાંચ લેનાર ‘કોલી’ તો પડદા પાછળ મ્હોરું કોણ?

મહાનગરપાલિકાની કચેરીઓ ગુટલીબાજો અને લાંચીયા ભ્રષ્ટ અધિકારીઓનાં અડ્ડાઓ હોવાનું લોક સંસદ વિચાર મંચ દ્વારા જણાવ્યું છે.રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર બ્રિગેડમાં એનઓસી મેળવવા લાંચ આપવી પડે છે. તેવું લોકમુખે ચર્ચાતું હતું.

Visit Saurashtra Kranti Homepage here

હોસ્પિટલો અને બહુમાળી હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ફાયરનાં સાધનો રાખવાનું ફરજીયાત બનાવેલ છે. ફાયર અને ઈમરજન્સીમાં એનઓસી માટે કચેરીનાં કિરીટ કોલી એસીબી નાં હાથે રૂ. 40 હજારની લાંચમાં રંગેહાથ ઝબ્બે કરાયા છે. ત્યારે કોલી તો મ્હોરું છે. પડદા પાછળ કોણ છે? તેની તટસ્થ તપાસ થવી જોઈએ.

મહાનગરપાલિકામાં મોટાભાગની સેવાઓ ઓનલાઈન કરી છે. તેમ છતાં મહાનગરપાલિકાની કચેરીઓમાં સામાન્ય કામો માટે અધિકારીઓ રૂબરૂ મળતા નથી અને વહીવટ કે સેટિંગ વગર કામો ટલ્લે ચડાવાય છે. તેવો આક્ષેપ કર્યો હતો.

વધુમાં જણાવ્યું છે કે, ફાઈલો ગુમ થઇ જાય, ફાઈલો સમય મર્યાદામાં નિકાલ નથી કરાતો. મહાનગરપાલિકામાં નૈવેધ ધર્યા વગર કામો થતા નથી અને લશ્કર ક્યાં લડે છે તે ખૂદ કમિશનર કે પદાધિકારીઓને પણ નથી હોતી. અગાઉ મહાનગરપાલિકામાં ફૂડ લાયસન્સ, રોશની શાખા, સોલીડ

વેસ્ટ મેનેજમેન્ટ સહિતની અનેક શાખામાં લાંચીયા અને ભષ્ટ કર્મચારીઓ અને ઈજનેરોને રંગેહાથ એસીબી એ ગિરફ્તાર કર્યો છે જે રેકોર્ડ પર છે. મનપા કચેરી સીસી ફૂટેજથી સજ્જ હોવા છતાં લાંચનું દુષણ વ્યાપક બન્યું છે.

Read About Weather here

તેમ શહેર કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા, યુથ કોંગ્રેસ પૂર્વ મહામંત્રી ચંદ્રેશ રાઠોડ, લોકવિચાર મંચનાં લીગલ એડવાઇઝર ઈંદુભા રાઓલ, ધીરુભાઈ ભરવાડ, હિતાક્ષીબેન વડોદરીયા, રમેશભાઈ તલાટિયા અને સરલાબેન પાટડીયાની યાદીમાં જણાવ્યું છે.(4.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here