રાજકોટ મનપાના પાપે હાલાકી ભોગવતા વોર્ડનં.6ના રહેવાસીઓ

રાજકોટ મનપાના પાપે હાલાકી ભોગવતા વોર્ડનં.6ના રહેવાસીઓ
રાજકોટ મનપાના પાપે હાલાકી ભોગવતા વોર્ડનં.6ના રહેવાસીઓ

કોર્પોરેટરોને પણ આવડા મોટા ખાડાઓ દેખાતા નથી
કોઇ અકસ્માત થશે તો જવાબદાર કોણ કોર્પોરેટર કે કોર્પોરેશન તંત્ર??

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મુવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

પણ અમુક વોર્ડમાં મોટી સમસ્યા હોય તેનુ પણ સોલ્યુશન થતું હોતું નથી. શહેરના અનેક વોર્ડ એવા છે કે જ્યાની સમસ્યાની તેના કોર્પોરેટરને પણ ખબર હોતી નથી. તેનો નમુનો આપે છે વોર્ડનં.6નો તુલસીપાર્ક મેઇન રોડ.

આ રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી ગટર પર ઢાકેલી લોંખડની ઝાળી નીકળી ગઇ છે અને ખુલ્લી પડી છે. પણ કોઇને તેને રીપેર કરવામાં જાણે રસ જ નથી એવુ દેખાઇ રહ્યું છે. આજુબાજુના રહેવાસીઓએ ફરીયાદ કરી હોવા છતા કોર્પોરેટર દ્વારા પણ

Read About Weather here

આ સમસ્યાનું કોઇ નિરાકરણ લાવવામાં આવતું નથી અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ ખુલ્લા ખાડાઓને લીધે જો કોઇ અકસ્માત સર્જાઇ તો જવાબદાર કોને ગણવાના વોર્ડના કોર્પોરેટરને કે કોર્પોરેશનને તેવુ પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.(4.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here