કર્ણાટક-મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીઓમાં ભાજપનો વિજય વાવટો

કર્ણાટક-મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીઓમાં ભાજપનો વિજય વાવટો
કર્ણાટક-મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીઓમાં ભાજપનો વિજય વાવટો

બંને રાજ્યોમાં બહુમતી બેઠકો જીતી: શિવસેનાને મોટો ફટકો

કર્ણાટક અને મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીઓમાં ભાજપે વિજય વાવટો ફરકાવી દેતા કોંગ્રેસ અને શિવસેના સ્તબધ્ધ થઇ ગયા છે. કર્ણાટકમાં ભાજપે 25 માંથી 12 બેઠકો કબ્જે કરી હતી. બહુમતીથી માત્ર એક બેઠક દૂર રહી ગયું છે. કોંગ્રેસને 11 બેઠક તથા જનતાદળ (એસ) ને બે બેઠક મળી છે.

ગયા વખત કરતા આ વખતે વિધાન પરિષદની દ્વિ-વાર્ષિક ચૂંટણીઓમાં ભાજપને પાંચ બેઠકોને ફાયદો થયો છે. જયારે કોંગ્રેસને ચાર બેઠકોનું નુકશાન થયું છે. કુલ 75 સભ્યોની પરિષદમાં આ રીતે ભાજપની 37 બેઠકો થઇ છે. ભાજપને બેલાગાવી પ્રદેશમાં ફટકો પડ્યો છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

જ્યાં અપક્ષ તરીકે ઉભા રહેલા ભાજપનાં બળવાખોર જીતી ગયા છે. એટલે પરિષદમાં બહુમતી મેળવવા માટે ભાજપે જૂન 2022 સુધી રાહ જોવી પડશે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ પક્ષનાં કાર્યકરોનો આભાર માન્યો છે.

આવી રીતે મહારાષ્ટ્રમાં શિવસેનાને આંચકો લાગ્યો છે. વિધાન પરિષદનાં ચૂંટણીઓનાં પરિણામો શિવસેના પ્રેરિત મહ વિકાસ આઘાડી સરકાર માટે આંચકા રૂપ રહ્યા છે. આકોલા, વાસીમ અને મલધાણા બેઠકો પર પરાજયથી શિવસેનાનાં નેતાઓ આંચકો ખાઈ ગયા છે અને યુતિ સરકારમાં વિશ્વાસ ભંગ થયાનો આક્ષેપ કર્યો છે.

શિવસેનાનાં ઉમેદવારને પૂરતા મત ન મળતા સેનાનાં સાંસદ અરવિંદ સાવંતે પરાજય આઘાત જનક ગણાવ્યો છે. તેની ખૂબ જ સલામત ગણાતી બેઠક પર ભાજપનાં ઉમેદવાર જીતી ગયા છે. એમવીએ નાં ઉમેદવારને મળેલા મતોમાંથી મોટાભાગનાં મતો આ વખતે કપાઈને ભાજપમાં ચાલ્યા ગયા છે.

Read About Weather here

અકોલા અને નાગપુરની બંને બેઠકો પર અગાઉ સેના અને કોંગ્રેસનો વિજય થયો હતો. આ વખતે બંને બેઠકો ભાજપે ખૂંચવી લીધી હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here