આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.રેવતી નક્ષત્રમાં 20 મિનિટના મુહૂર્તમાં સંકુલનું લોકાર્પણ કરશે; 400 સંત-વિદ્વાનોને સંબોધિત કરશે

વારાણસી, લખનઉ3 કલાક પહેલા

શ્રી કાશી વિશ્વનાથ ધામના ઉદઘાટનનું શુભ મુહુર્ત રેવતી નક્ષત્રમાં સોમવારે બપોરે 1:37 વાગ્યાથી 1:57 વાગ્યા સુધી 20 મિનિટનું રહેશે. 

Visit Saurashtra Kranti Homepage here

2. ગુજ.ના પ્રથમ ઓમિક્રોન દર્દી 12 દિવસથી સારવારમાં, હજુ પણ રિપોર્ટ નેગેટિવ ન આવતાં આરોગ્ય વિભાગ ચિંતિત, પેરાસિટામોલ-ડોલોનો ઉપયોગ

પ્રથમ દર્દીના સંપર્કમાં આવેલા 9 લોકોનો બેવાર ટેસ્ટ કરાતાં 2 પોઝિટિવ અને 7 નેગેટિવ આવ્યા હતા

દિવાળી અને લગ્નપ્રસંગ બાદ વધતા જતા કોરોનાના કેસોમાં બાળકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે

3. ભાઇ પર હત્યાનો આરોપ હતો, પોલીસે બહેનને એટલી ટોર્ચર કરી કે 16 વર્ષ સુધી પથારીવશ રહ્યા બાદ મોતને ભેટી

કુલવંત કૌર પોલીસની હેવાનિયતનો શિકાર બન્યા બાદ 16 વર્ષ સુધી પથારીવશ રહી, ન્યાય મેળવવા પત્રો લખતી રહી… છેવટે શુક્રવારે તેણે દમ તોડ્યો. જોકે, મરતી વખતે તે ન્યાયની રાહ જોતી રહી. 

4. ધોરણ 5માં ભણતી 10 વર્ષની બાળાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

રાજકોટ4 કલાક પહેલા

રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગર-2માં રહેતા કપિલભાઇ ચૌહાણની 10 વર્ષની પુત્રી ખુશાલીએ રવિવારે બપોરે ઘરમાં ચૂંદડીથી ગળાફાંસો ખાઇ લીધો હતો. 

5. હોટલમાં બુકિંગને બદલે કેન્સલેશન માટેના ફોન શરૂ થયા; ક્રિસમસ સહિત 31 ડિસેમ્બર ઊજવવા આવનારા પ્રવાસીઓ અવઢવમાં

પ્રવાસનની મોસમમાં 10થી 20 ટકા બુકિંગથી ધંધા પર લટકતી તલવાર

ઉનાળુ, દિવાળી અને ક્રિસમસ વેકેશન પ્રવાસીઓ માટે ફરવાનું સ્થળ શોધી આયોજન કરવાનો સમય છે. 

6. અમેરિકાના કેન્ટકી સહિત રાજ્યોમાં વાવાઝોડાથી તબાહી સર્જાઇ

અનેક ઘરો-ઓફિસોમાં અંધારાનું સામ્રાજય : 70થી વધુ લોકોનાં મોત : હજુ આંકડો વધવાની શકયતા

અમેરિકાના કેન્ટકી સહિત છ રાજ્યોમાં 30થી વધારે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો અને આ દુર્ઘટનામાં 70થી વધુ લોકોનાં મોત થયા છે અને મૃત્યુઆંક વધીને 100 થવાની આશંકા છે. 

7. પંજાબ વિધાન સભા કાદીયાન બેઠક બની હોટ ટોપીક

બાજવા બંદુઓએ એક જ સીટ પરથી ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાવો ચરમ સીમાએ

પંજાબમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લાંબા સમય બાદ પરંપરાગત ગઠબંધનમાં ફેરફાર થતા રાજકીય પક્ષોના ટોચના ચહેરાઓમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. 

8. ત્રિપુરામાં બૌદ્ધ યુનિવર્સિટી બનાવવા રાજ્ય સરકાર દ્વારા મંજુરી અપાઇ

આ યુનિવર્સિટીની સ્થાપના બાદ 31 દેશોના વિદ્યાર્થીઓને બૌદ્ધ સાહિત્ય, સંસ્કૃતિ અને પરંપરાના અભ્યાસની સાથે સંશોધન કરવાની તક મળશે.

ત્રિપુરામાં બૌદ્ધ યુનિવર્સિટી બનાવવા રાજ્ય સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે.  આ યુનિવર્સિટીની સ્થાપના બાદ 31 દેશોના વિદ્યાર્થીઓને બૌદ્ધ સાહિત્ય, સંસ્કૃતિ અને પરંપરાના અભ્યાસની સાથે સંશોધન કરવાની તક મળશે.

9. છાત્રએ સાથીઓની પાણીની બોટલમાં જંતુનાશક દવા ભેળવી

ઓરિસ્સાની શાળાની ખોફનાક ઘટના : કેટલા વિદ્યાર્થીઓએ આ પાણી પીધું છે તે ખબર નથી પણ ૨૦ જેટલા વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં

ઓરિસ્સાની એક સ્કૂલમાં બનેલી ખોફનાક ઘટનામાં એક વિદ્યાર્થીએ પોતાની સાથે ભણતા બીજા ૨૦ વિદ્યાર્થીઓને ઝેર પીવડાવીને તેમનો જીવ ખતરામાં નાખી દીધો છે.

Read About Weather here

10. ઓમિક્રોન સામે કોવિશિલ્ડ બ્રિટનમાં બિનઅસરકારક

ભારતમાં કોવિશિલ્ડનો વ્યાપક ઉપયોગ થાય છે : રાહતની વાત એ છે કે રસીનો ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ નવા વેરિઅન્ટ સામે ૭૬ ટકા સુધી અસરકારક

ભારતમાં પણ કોવિશિલ્ડનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે, જો અન્ય દેશોમાં તે ઓમિક્રોન સામે અસરકારક ન જણાય તો ભારત માટે ટેન્શન વધી શકે છે.યુકેમાં લાખો લોકો કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી અસુરક્ષિત અને સંક્રમણના જોખમ વચ્ચે શ્વાસ લઈ રહ્યા છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here