સિગ્મા ઈન્શ્યોરન્સ કંપનીની ડિસ્ચાર્જ અરજી રદ કરતી ગ્રાહક સુરક્ષા ફોરમ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

મેડીકલેમની પૂરે પૂરી રકમ ન ચુકવતા ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરીયાદ કરાઈ હતી

સિગ્મા ઈન્શ્યોરન્સ બ્રોકીંગ પ્રા. લી. તથા યુનાઈટેડ ઈન્સ્યુરન્સ કંપની વિરૂધ્ધ રાજકોટ ના વીમેદાર પરેશભાઈ દાવડાને બ્રોકર તથા વિમા કંપની દ્વારા મેડીકલેમની પૂરે પૂરી રકમ ન ચુકવતા રાજકોટ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

ફરીયાદી પરેશભાઈ દાવડાએ યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીની ફેમીલી મેડીકેલેમ પોલીસી 2014 જે 100 % મેડીકલ રિસ્ક કવરની પોલીસી લીધેલી હતી . ફરીયાદી પરેશભાઈ દાવડાનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા તેમને 20 દિવસ ઈન્ડોર તથા આઉટડોર સારવાર લીધેલી હતી

જે અંગેના તમામ મેડીકલ રી – એમ્બર્સમેન્ટ કુલ ખર્ચ રૂા .1,20,669 ની માંગણી વિમા કંપની પાસે કરેલ હતી. જેમાં વિમા કંપનીએ રૂા .89,271 ચુકવેલા હતા વિમા કંપની પોતાની મનસુફી તથા જુદા જુદા કારણો ઉભા કરી રૂા .31,398 ચુકવેલ ન હતા

જે અંગે ફરીયાદી દ્વારા વિમા કંપની તથા એજન્ટ પાસે અનેક વખત મૌખીક તથા લેખીત, ટેલીફોનીક રજુઆત કરવા છતા ચુકવેલ ન હતા તેથી મેડીકલેમની રકમ રૂા.31.398 તથા માનસીક ત્રાસ અન્યના રૂા.1,10,000 વળતર મેળવવા અંગેની ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરીયાદ કરેલ હતી.

જે ફરીયાદના કામે બ્રોકર કંપની સિગ્મા ઈન્શ્યોરન્સ બ્રોકીંગ પ્રા.લી. દ્વારા નામદાર ગ્રાહક સુરક્ષા ફોરમમાં પોતાના બ્રોકર તરીકે મેડીકલેમની રકમ પાસ કરાવવાની કોઈ જવાબદારી ન હોય

તે જે તે વિમા કંપની હોય તેવી માંગણી સાથે ડિસ્ચાર્જ અરજી કરેલ જે અરજીની સામે ફરીયાદીના એડવોકેટ નિશાંત જોષી દ્વારા રજુઆત કરવામાં આવેલ તે બ્રોકીંગ કંપની સિગ્મા ઈન્શ્યોરન્સ બ્રોકીંગ પ્રા.લી. વિમા કંપનીના માનીય એજન્ટ હોય વિમા પોલીસી કરાવતી

વખતે સમગ્ર મેડીકલ રી-એમ્બર્સમેન્ટ ખર્ચ વિમા કંપની પાસેથી ચુકવી અપાવશે તેવો વચન, વિશ્ર્વાસ અને ખાત્રી આપેલી હોય ફરીયાદીને બ્રોકર સાથે સિધા સંબંધ હોય જેથી આવા વિમા પોલીસીમાં એજન્ટ પણ ફરીયાદીને તમામ ખર્ચ

ચુકવી અપાવા પુરેપુરા જવાબદાર હોય જેથી તેમની માંગણી પાયા વિહોણી હોય છે ફરીયાદીના એડવોકેટની ધારદાર દલીલથી સામાવાળા બ્રોકર સિગ્મા ઈન્શ્યોરન્સ કંપની ડિસ્ચાર્જ અરજી રદ કરેલ હતી.

Read About Weather here

આ કામે રાજકોટના પ્રખ્યાત એડવોકેટ નિશાંત જોષી, આર.કે.જાગાણી, ચેતન ચોવટીયા, દેવેન ગઢવી, પાર્થ સંધાણી, ભાવિક ફેફર, વિવેક ખુંટ, મંથન વિરડીયા રોકાયેલા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here