ગુજરાતમાં ઓમિક્રોન વાઇરસનો પહેલો કેસ નોંધાયો

ગુજરાતમાં ઓમિક્રોન વાઇરસનો પહેલો કેસ નોંધાયો
ગુજરાતમાં ઓમિક્રોન વાઇરસનો પહેલો કેસ નોંધાયો

ઝીમ્બાવ્વે નામના આફ્રિકી દેશથી જામનગર આવેલા સ્થાનિક નાગરિકનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર રાજયમાં ભારે ખળભળાટ

ઓમિક્રોન અને ડેલ્ટાનાં સંગમ અને નવા ઘાતક રૂપનાં સર્જન સામે લાલબતી ધરતા નિષ્ણાંતો

ગુજરાત સહિતનાં અનેક રાજ્યોમાં એરપોર્ટ પર ઓમિક્રોન એલર્ટ જાહેર


દક્ષિણ આફ્રિકામાં હાહાકાર મચાવતા કોરોનાનાં નવા ઘાતક વેરીએન્ટ ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રી થઇ છે. પરિણામે રાજ્યભરનાં આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઈ છે. આફ્રિકી દેશ ઝીમ્બાબ્વેથી જામનગર આવેલા દર્દીઓ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેની તાત્કાલિક સારવાર કરવામાં આવી રહી છે. આ રીતે ગુજરાતમાં ઓમિક્રોનનો આ પહેલો કેસ જામનગરમાં નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

કોરોના મહામારીને લગભગ પરાસ્ત કરી દીધા બાદ હવે કોરોનાનાં નવા સંક્રમણ સમાન ઘાતક રૂપ ઓમિક્રોન સામે દેશમાં પ્રજા અને વહીવટીતંત્ર દ્વારા મહાસંઘર્ષનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિદેશથી ભારતમાં આવી રહેલા ડઝનબંધ ઉતારુંઓમાં કોરોના અને ઓમિક્રોનનાં શંકાસ્પદ લક્ષણો દેખાયા હોવાથી ગુજરાત સહિત તમામ રાજ્યોનાં એરપોર્ટ પર ઓમિક્રોન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

કેટલાક ભારતીયો ટેસ્ટીંગ કરાવ્યા વિના અથવા ટેસ્ટીંગ કરાવીને ગુમ થઇ જાય છે. જેના કારણે રાજ્યોમાં આરોગ્ય વિભાગમાં ચિંતાની લાગણી પ્રસરી છે. ઓમિક્રોનનો ભારતમાં પ્રવેશ થઇ ચુક્યો છે. તેના પગલે વહીવટીતંત્રની ચિંતામાં વધારો થયો છે. અલગ-અલગ રાજ્યોએ નવેસરથી ભારતમાં આવતા વિદેશના મુસાફરો માટે નવા નિયંત્રણો અને ગાઈડલાઈન્સ જાહેર કર્યા છે.

ઓમિક્રોનનાં સૌપ્રથમ બે કેસ કર્ણાટકમાં બહાર આવ્યા છે. ગુજરાત સૌરાષ્ટ્રનાં જામનગરમાં ઓમિક્રોનનો એક શંકાસ્પદ કેસ માલુમ પડતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા આ મુસાફરનાં સેમ્પલ ચકાસણી માટે લેબોરેટરી મોકલવામાં આવ્યા છે.

ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રી થતા લોકોમાં ભય અને ચિંતાની લાગણી વધુને વધુ ઘેરી બની રહી છે. કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલય દ્વારા નવા સંસ્કરણ સામે જાગૃત રહેવા ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે અને લોકોને હૈયાધારણા આપવામાં આવી છે કે, દેશમાં કોરોનાનાં નવા રૂપની તિવ્રતા ઘણી ઓછી રહેવાની સંભાવના છે. છતાં તમામ રાજ્યોને સાવધ રહેવા તાકીદ કરવામાં આવી છે.

આજે અમદાવાદ એરપોર્ટ પર એક મુસાફર કોરોના સંક્રમિત જણાતા તાત્કાલિક આઈસોલેટ કરાયો છે. આ મુસાફર લંડનથી આવ્યો હતો. તેના સેમ્પલ લઈને ચકાસણી માટે મોકલાયા છે. કર્ણાટકનો એક 66 વર્ષીય નાગરિક ખાનગી લેબમાંથી કોવિડનું નેગેટીવ સર્ટીફીકેટ લઈને દેશ છોડી જતા તપાસનો પ્રારંભ કરાયો છે. દક્ષિણ આફ્રિકાથી બેંગ્લોર આવેલા 10 મુસાફરો એરપોર્ટ પરથી ગુમ થઇ ગયાનું જાહેર થતા તપાસ કરવામાં આવી રહી છે અને એમની શોધખોળ કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રમાં વિદેશથી આવેલા ઉતારુંઓનાં 30 જેટલા સેમ્પલ ઓમિક્રોનની શંકાથી જીનોમ સીકવનસીંગ માટે લેબોરેટરી મોકલવામાં આવ્યા છે. મુંબઈ એરપોર્ટ પર અત્યાર સુધીમાં 2821 ઉતારૂઓનું ટેસ્ટીંગ કરી લેવામાં આવ્યું છે. આ તમામ હાઈરીસ્ક દેશોમાંથી આવ્યા હતા. નવી દિલ્હીમાં 12 જેટલા કોરોના દર્દીઓને ઓમિક્રોન ચેપની શંકાથી હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે અને તેમના સેમ્પલની ચકાસણી થઇ રહી છે.

કોવિડનાં આ દર્દીઓ યુ.કે, ફ્રાન્સ અને નેધરલેંડથી આવ્યા હતા. દેશમાં ઘણા સ્થળે વિદેશથી આવેલા લોકો ટેસ્ટીંગ વગર છટકી રહ્યા હોવાના કિસ્સા બની રહ્યા છે. ગઈકાલે દક્ષિણ આફ્રિકાથી ચંદીગઢ આવેલી એક મહિલા હોમકવોરન્ટાઇન નિયમ તોડીને ફાઈવસ્ટાર હોટલ પહોંચી ગઈ હતી. તેની સામે તાત્કાલિક પગલા લેવામાં આવ્યા છે. હોટેલનાં તમામ સ્ટાફનું ચેકિંગ શરૂ કરવું પડ્યું છે.

Read About Weather here

લગભગ તમામ રાજ્યોએ વિદેશથી આવતા મુસાફરો માટે એરપોર્ટ પર જ ટેસ્ટીંગનો આદેશ આપ્યો છે અને નેગેટીવ રીપોર્ટ આવે તો પણ 7 દિવસ હોમકવોરન્ટાઇન રહેવાનો આદેશ આપ્યો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here