વેક્સિનનો બીજો ડોઝ લેનાર નાગરિકોને 50 હજાર સુધીનો સ્માર્ટ ફોન અપાશે: ડ્રો થશે

વેક્સિનનો બીજો ડોઝ લેનાર નાગરિકોને 50 હજાર સુધીનો સ્માર્ટ ફોન અપાશે: ડ્રો થશે
વેક્સિનનો બીજો ડોઝ લેનાર નાગરિકોને 50 હજાર સુધીનો સ્માર્ટ ફોન અપાશે: ડ્રો થશે

વેક્સિનેશનની કામગીરીને પ્રોત્સાહન આપવા રાજકોટ મનપાનો નવતર પ્રયોગ
વેક્સિનેશનની સૌથી વધુ કામગીરી કરનાર આરોગ્ય કેન્દ્રની ટીમને રૂ.21 હજારનું પ્રોત્સાહન ઇનામ અપાશે
આવતીકાલથી સવારે 9 થી તા.10 ડિસેમ્બર સાંજના 6 વાગ્યા સુધીમાં વેક્સિનનો બીજો ડોઝ લેવાનો રહેશે
વેક્સિન લેવા મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા અને મ્યુ.કમિશનર અમિત અરોરાની અપીલ.

‘હર ઘર દસ્તક’ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.9-11 થી આજ સુધીમાં 298042 ઘરના 5443 પ્રથમ ડોઝ અને 36756 લોકોને બીજો ડોઝ ઘર આંગણે જઇને કોરોના વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવી છે. ‘હર ઘર દસ્તક’ની કામગીરી હાલ ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

મહાનગરપાલિકા દ્વારા વેક્સીનેશનને પ્રોત્સાહન મળે તે માટે આવતીકાલે સવારે 9 વાગ્યા થી તા. 10-12 સાંજના 6 વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન રાજકોટ શહેરના નગરજનો વેક્સીનનો બીજો ડોઝ લેશે તેને રાજકોટ મહાનગરપાલિકા

દ્વારા રૂ. 50,000 સુધીના સ્માર્ટફોન મોબાઈલ લક્કી ડ્રો થી વિજેતા થનાર લાભાર્થીને આપવામાં આવશે તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાંથી સૌથી વધારે વેક્સિનેશનની કામગીરી કરનાર આરોગ્ય કેન્દ્રની

ટીમને રૂ. 21,000નું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ્રીબેન ડોડીયાએ સંયુક્ત યાદીમાં જણાવેલ છે.

વધુમાં જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાનો ઉદેશ છે કે શહેરના કોઇપણ નગરજનો કોરોના વેક્સીનથી વંચિત ન રહે અને વધારેને વધારે લોકો જાગૃત બને અને વેક્સિનના પ્રથમ અને બીજા ડોઝ ઝડપથી લઇ લ્યે આથી કોરોનાની

Read About Weather here

સંભવિત ત્રીજી લહેરને રોકી શકાય, તમામ નગરજનોને વેક્સીન લેવા માટે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિ. કમિશનર અને આરોગ્ય સમિતિના ચેરમેન તરફથી અપીલ કરવામાં આવે છે.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here