ગુજરાતમાં વિદ્યાર્થીઓ માટેની નમો ઈ-ટેબલેટ યોજના અધ્ધરતાલ

ગુજરાતમાં વિદ્યાર્થીઓ માટેની નમો ઈ-ટેબલેટ યોજના અધ્ધરતાલ
ગુજરાતમાં વિદ્યાર્થીઓ માટેની નમો ઈ-ટેબલેટ યોજના અધ્ધરતાલ

ભારતીય ટેબલેટ કંપની ગુણવત્તામાં ઉણી ઉતરી, વિદ્યાર્થીઓ રઝળી પડ્યા: 72 હજાર વિદ્યાર્થીઓ રૂ. 1 હજારની ટોકન રકમ આપી ચૂક્યા છે

ગત 2016-17 થી શરૂ કરવામાં આવેલી વિદ્યાર્થીઓ માટેની નમો ઈ-ટેબલેટ યોજનાનાં બાર વાગી ગયાની ચર્ચા સંભળાઈ રહી છે અને હજારો વિદ્યાર્થીઓને હજુ પણ ઈ-ટેબલેટનો ઇંતજાર છે.

Visit Saurashtra Kranti Homepage here

કારણમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, ભારતીય કંપની ગુણવત્તાનાં પરીક્ષણમાં ઉણી ઉતરી છે. એ કારણસર ઈ-ટેબલેટ યોજના વિલંબમાં મુકાઇ છે.જાણવા મળ્યા મુજબ 72 હજાર જેટલા અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનાં નામની નોંધણી પણ થઇ ગઈ છે.

2020-21 નાં શૈક્ષણિક સત્રનાં પ્રારંભ પહેલા વિદ્યાર્થીઓએ રૂ. 1 હજાર ટોકનની રકમ પણ જમા કરાવી દીધી છે. પણ કંપનીનાં વાકે ઈ-ટેબલેટ હજુ મળ્યા નથી.યોજના શરૂ થઇ ત્યારે એસર અને લીનોવો એ બે કંપનીઓને ઈ-ટેબલેટ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

પણ ગયા વર્ષ સુધી માત્ર લીનોવો કંપની જ ટેબલેટ આપી રહી હતી. તેને બદલીને સરકારે ભારતીય કંપનીને કામગીરી સોંપી હતી. જો કે લાવા ઇન્ટર નેશનલ નામની આ ભારતીય કંપનીનાં 50 હજાર જેટલા ટેબલેટ નકામા બની ગયા હતા.

કેમકે ગુણવત્તા પરીષણમાં ભારતીય કંપનીનાં ટેબલેટ નકામા સાબિત થયા હતા. હવે 72 હજાર વિદ્યાર્થીઓને કઈ રીતે ટેબલેટ આપવા તેની ચિંતામાં સરકાર ગરકાવ થઇ ગઈ છે.

હાલ તુરંત તો લાવા કંપનીનાં ટેબલેટ નકામા નીવડતા કંપની પાસેથી પુરવઠો લેવાનું બંધ કરાયું છે. આ મુદ્દો રાજકીય રીતે સંવેદનશીલ હોવાથી કોઈ જાહેરમાં બોલતું નથી અને સહુ મુંગા મંતર થઇ ગયા છે.

શિક્ષણ વિભાગનાં એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, ભારતીય કંપનીનાં એ બનાવેલા ટેબલેટમાં અનેક પ્રકારની ટેકનીકલ ખામીઓ જોવા મળી છે. સ્પીડ, મેમરી, બેટરી બેકઅપ, સ્ક્રીન વગેરેમાં મોટી ખામી જોવા મળી છે.

તેના સ્પેર પાર્ટ પણ ગુણવત્તા ભર્યા જોવા મળ્યા નથી. તત્કાલીન રૂપાણી સરકારનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ટેબલેટનું વિતરણ ઝડપથી શરૂ કરવાની જે-તે સમયે ખાતરી આપી હતી. પરંતુ ટેબલેટ જ ગુણવત્તા વગરનાં હોવાથી અત્યારે તો યોજનાનાં 12 વાગી ગયા છે.

Read About Weather here

ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે. એટલે ટેબલેટમાં પણ ટેકનોલોજી અપગ્રેડ કરવામાં આવે તો જ વિદ્યાર્થીઓને કામ લાગી શકે છે. ગુજરાત સરકારે ગયા વર્ષે ટેબલેટ ફાળવણીનાં બજેટમાં પણ વધારો કરીને રૂ. 200 કરોડ ફાળવ્યા હતા. પણ અત્યારે તો બધું અનિશ્ર્ચિત બની ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here