એમએસપી સહિતની માંગણીઓ મુદ્દે કેન્દ્રને કિસાનોનું અલ્ટીમેટમ

એમએસપી સહિતની માંગણીઓ મુદ્દે કેન્દ્રને કિસાનોનું અલ્ટીમેટમ
એમએસપી સહિતની માંગણીઓ મુદ્દે કેન્દ્રને કિસાનોનું અલ્ટીમેટમ

આજે સરકાર નિર્ણય જાહેર ન કરે તો આવતીકાલે 1 લી ડિસેમ્બરે તાકીદની બેઠક; કિસાનોનાં પ્રશ્ર્ને લડતનો નવો મોરચો અને અભિયાનનો નિર્ણય લેવાશે; ટેકાનાં ભાવ વિશે પગલા ન લેવાય ત્યાં સુધી પાછા નહીં ફરી: રાકેશ ટીકૈત

સંસદનાં શિયાળુ સત્રનાં પહેલા જ દિવસે સરકારે નવા કૃષિ કાયદા રદબાતલ કરી નાખ્યા પછી પણ મોદી સરકારની સમસ્યાઓનો અંત આવ્યો નથી. એમએસપીનાં મુદ્દા સહિત કિસાનોનાં પડતર મુદ્દાઓ પર અધિકારીઓ અને કિસાનોની સંયુક્ત સમિતિ રચવાની માંગણી

Visit Saurashtra Kranti Homepage here

કરીને સંયુક્ત કિસાન મોરચાએ આજે કેન્દ્ર સરકારને એક દિવસનું આખરીનામું આપ્યું હતું. જો એમએસપીની ખાતરી આપવા સહિતની માંગણીઓ અંગે સરકાર આજે નિર્ણય જાહેર ન કરે તો આવતીકાલ તા. 1 લી ડિસેમ્બરે નવી રણનીતિ ઘડી કાઢવાની કિસાનોએ ચેતવણી આપી છે.

આવતીકાલ તા. 1 લી ડિસેમ્બરનાં રોજ દિલ્હીની સિંઘુ બોર્ડર પર કિસાન મોરચાની તાકીદની બેઠક યોજવામાં આવનાર છે. જેમાં આંદોલનની નવી વ્યૂહરચના અંગે નિર્ણય જાહેર કરવામાં આવશે.

ભારતીય કિસાન સંઘનાં નેતા રાકેશ ટીકૈતે જણાવ્યું હતું કે અમે સરકારને એક દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. પણ સરકાર ચાહે તો અમે વિરોધ કાર્યક્રમો નહીં કરીએ પણ સ્થળ પરથી પાછા હટવાના નથી.

ભારતીય કિસાન સંઘનાં પ્રમુખ બુટાસીંઘ બુર્જગીલે જણાવ્યું હતું કે, પંજાબનાં 32 કિસાન સંગઠનોનાં પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. જેમાં હાલની પરિસ્થિતિ અને પરત ફરવાના યોગ્ય સમય અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

Read About Weather here

કેન્દ્ર એમએસપી સહિતની અમારી માંગણીઓ સ્વીકારે એ અંગે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો. હવે આંદોલનની નવી વ્યૂહરચના ઘડી કાઢવામાં આવશે. આવતીકાલે નવી રણનીતિ નક્કી થઇ જશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here