વડાપ્રધાનનો ચર્ચાનો વાયદો પોકળ, સંસદમાં પરિસ્થિતિ અલગ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

શિયાળુ સત્રનાં પહેલા દિવસે બંને ગૃહોમાં નવ મિનીટમાં કૃષિ ખરડો પસાર કરાવી લેવાયો: વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવા સામે તમામ વિરોધ પક્ષો આગબબુલા: વડાપ્રધાનની કહેણી અને કરણીમાં ફરક હોવાની વિપક્ષી ટીકા

સંસદમાં ગુણવત્તા અને ગરિમા ભરી ચર્ચા કરવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાવો શિયાળુ સત્રનાં પહેલા જ દિવસે પોકળ પુરવાર થયો હોય તેવું લાગે છે. સંસદમાં સત્રનાં પહેલા દિવસે સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાને તમામ મુદ્દાઓની ખુલ્લા મને ચર્ચા કરવા ખાતરી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

અને સરકાર તમામ પ્રશ્ર્નનોનાં જવાબ આપશે એવું પણ કહ્યું હતું. પણ એમની કહેણી અને કરણીમાં આકાશ પાતાળનો ફરક દેખાયો છે. નવા કૃષિ કાયદા રદ કરવાનો ખરડો

લોકસભામાં માત્ર 3 મિનીટમાં અને રાજ્યસભામાં માત્ર 9 મિનીટમાં પસાર કરી દેવાયો હતો. કોઈપણ ચર્ચા આપ્યા વિના બંને ગૃહોમાં ખૂબ જ ઉતાવળે ખરડો પસાર કરી દેવામાં આવ્યો હતો.

હજુ થોડા દિવસે પહેલા જ ઓલ ઇન્ડિયા સ્પીકર કોન્ફરન્સમાં બોલતા વડાપ્રધાન મોદીએ એવું કહ્યું હતું કે, સંસદમાં હેતુ પૂર્ણ ચર્ચા થાય એ ખૂબ જ મહત્વનું છે. ચર્ચામાં ગુણવત્તા હોવી જોઈએ અને મુલ્યો સાથે ગૃહની ગરિમા જાળવી ચર્ચા થવી જોઈએ.

રાજકીય કાદવ ઉછાળો પ્રવૃત્તિ વિના ગરિમા અને ગંભીરતા સાથે ચર્ચા થવી જોઈએ. જેથી કરીને ગૃહમાં તંદુરસ્ત વાતાવરણ સર્જાય. રોજેરોજનાં વાતાવરણથી મુક્ત હોય એવી તંદુરસ્ત ચર્ચા, તંદુરસ્ત દિવસ અને તંદુરસ્ત મુલ્ય લક્ષી મંથનની સુફિયાણી વાતો મોદીએ કરી હતી.

સંસદનું સત્ર શરૂ થયું ત્યારે પહેલા જ દિવસે વડાપ્રધાનની ફિલસુફી ભરી વાતો હવામાં ઓગળી ગઈ હતી. વિરોધ પક્ષોએ સતત ચર્ચાની માંગણી કરી હતી છતાં કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વિના સંસદનાં બંને ગૃહમાં વિપક્ષી હોબાળા વચ્ચે ખરડા પસાર કરી લેવાયા હતા.

આનાથી ઉલ્ટી પરિસ્થિતિ નવા કૃષિ કાયદાનાં ખરડા 2020 માં સંસદમાં રજુ થયા ત્યારે જોવા મળ્યા હતા. ત્યારે બંનેગૃહમાં બે કલાકથી વધુ સમય ખરડાઓ પર ચર્ચા ચાલી હતી. ભાજપ સરકાર વિપક્ષની દરકાર કર્યા વિના ગણતરીની મીનીટોમાં ખરડા પસાર કરવાનું કુટેવ ધરાવે છે એ સ્પષ્ટ બન્યું છે.

Read About Weather here

ગયા વખતે સંસદનાં સત્રનાં છેલ્લા દિવસે 10 મિનીટમાં 15 ખરડા પસાર કરવામાં આવ્યા હતા. ચોમાસું સત્રમાં લોકસભામાં 10 મિનીટમાં 14 એવા મહત્વનાં વિધેયક પસાર કરી લેવાયા હતા તેના પર ચર્ચા ખૂબ જરૂરી હતી. રાજ્યસભામાં પણ આ ખરડા 22 મિનિટમાં પસાર કરી દેવામાં આવ્યા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here