રાજકોટના મવડી રોડ પર કાર કૂવામાં ખાબકતા યુવકનું મોત

રાજકોટના મવડી રોડ પર કાર કૂવામાં ખાબકતા યુવકનું મોત
રાજકોટના મવડી રોડ પર કાર કૂવામાં ખાબકતા યુવકનું મોત

ક્રેનની મદદથી કારને કૂવામાંથી બહાર કઢાઈ

શહેરમાં મવડી ગામ પાસે આવેલા પાળ રોડ પર એક કાર કૂવામાં ખાબકી હોવાની વિગત મળતા ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. ઘટનામાં અજય અશોકભાઈ પીઠવા(રહે. કોઠારીયા મેઈન રોડ, સિંદૂરીયા ખાણ વિસ્તાર, ખોડિયાર માતાજીના મંદિર પાસે)નું મોત નીપજ્યું હતું જ્યારે બે લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

બનાવની પ્રાપ્ત વિગત મુજબ આજે બપોરે પોણા બે વાગ્યા આસપાસ ફાયરબ્રિગેડને જાણ થતાં મવડી ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર યોગેશ જાની સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને પ્રથમ કુવા પડેલી કારમાંથી એક યુવાનને બહાર કઢાયો હતો. સ્થળ પર પહોંચેલી 108ના ઇએમટીએ યુવાનને તપાસી મૃત જાહેર કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફાયરબ્રિગેડે ક્રેનની મદદથી કારને કૂવામાંથી બહાર કાઢી હતી. યુવાનની ઓળખ કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.

Read About Weather here

વધુમાં જાણવા મળતી વિગત મુજબ એમજી ગ્લોસ્ટર કાર નં.જીજે – 03 – એમબી – 0400માં સવાર થઈ વિરલ દીપકભાઈ સિદ્ધપુરા, અમિતભાઇ કાંતિભાઈ કારેલીયા અને અજય અશોકભાઈ પીઠવા નામના ત્રણ યુવાનો નવા 150 ફૂટ રિંગ રોડથી મવડી ગામ પાસે આવેલા પાળ રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે ચાલક વિરલે કાબુ ગુમાવતા કાર ફોલ્ડર દિવાર તોડી ઊંડા કુવામાં ખાબકી હતી. જેમાં કારમાં સવાર અજયનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે વિરલ અને અમિતનો આબાદ બચાવ થયો છે.
કારના માલિક હિરેનભાઈ રમેશભાઈ સિદ્ધપુરા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે અરેરાટી વ્યાપી છે.(9.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here