દેશમાં 5 વર્ષથી ઓછી વયનાં બાળકોમાં સ્થૂળતા-કુપોષણનું વધતું પ્રમાણ

દેશમાં 5 વર્ષથી ઓછી વયનાં બાળકોમાં સ્થૂળતા-કુપોષણનું વધતું પ્રમાણ
દેશમાં 5 વર્ષથી ઓછી વયનાં બાળકોમાં સ્થૂળતા-કુપોષણનું વધતું પ્રમાણ

ખેલકુદ જેવી પ્રવૃત્તિઓનો અભાવ અને ખાન-પાનની ખોટી આદતો જવાબદાર: ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં બાળકોમાં વધતી મેદસ્વીતા ચિંતાજનક

રાષ્ટ્રીય સ્તરે થયેલા પરિવાર આરોગ્ય સર્વેક્ષણનાં તારણો ચિંતાજનક: માત્ર ગોવા, તમિલનાડુ તથા બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશાસ્પદ સ્થિતિ

સમૃધ્ધ અને વિકસિત ગણાતા ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતનાં મોટાભાગનાં રાજ્યોમાં પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકોમાં મેદસ્વીતાનું વધતું જતું પ્રમાણ ચિંતાજનક બની રહ્યું છે. એટલું જ નહીં બાળકોમાં કુપોષણનું પ્રમાણ પણ ખૂબ જ વધી રહ્યું છે.

તાજેતરમાં હાથ ધરવામાં આવી રહેલા રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે, પાંચ વર્ષથી ઓછી વયનાં મોટાભાગનાં બાળકોમાં સ્થૂળતા વધી રહી છે. નિષ્ણાંતો જણાવે છે કે ખેલકુદ જેવી શારીરિક પ્રવૃતિઓનો અભાવ અને બિનઆરોગ્યપ્રદ ખાન-પાન આદતોને કારણે બાળકો જાડિયા થઇ રહ્યા છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

સર્વેમાં એવું ચોંકાવનારુ ચિત્ર બહાર આવ્યું છે કે, બાળકોમાં વધુ પડતા વજનને કારણે આરોગ્યની પરિસ્થિતિ પણ વિષમ બને છે આવા બાળકોની ટકાવારી એકાએક વધીને 2.1 ટકાથી ઉપર જઈ 3.4 ટકા થઇ ગઈ છે. બાળકોની જેમ પુરૂષો અને મહિલાઓમાં પણ સ્થૂળતાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું જણાય છે. વધુ પડતું વજન ધરાવતી મહિલાઓની ટકાવારી 20.6 ટકા જેવી હતી જે વધીને 24 ટકા થઇ ગઈ હતી.

પુરૂષોની ટકાવારી 18.9 ટકા હતી. તે વધીને 22.9 ટકા પહોંચી ગઈ છે. સર્વેક્ષણ ઉમેરે છે કે, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ત્રિપુરા, મિઝોરમ વગેરે રાજ્યોમાં પાંચ વર્ષથી ઓછી વયના સ્થૂળકાય બાળકોની ટકાવારીમાં ચિંતાજનક હદે વધારો નોંધાયો છે. 30 જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મેદસ્વી મહિલાઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે.

જયારે 33 રાજ્યોમાં મેદસ્વી પુરૂષોની સંખ્યામાં ભારે વધારો થઇ રહ્યો છે. માત્ર ગોવા, તમિલનાડુ, દાદરા-નગરહવેલી, તથા દીવ-દમણમાં પરિસ્થિતિ સારી જોવા મળી છે અને વધુ વજન ધરવતા બાળકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. બાળકો અને પુખ્તવયનાં નાગરિકોની શારીરિક પ્રવૃતિઓ જેવી કે, ખેલકુદમાં ભાગ લેવો, ચાલવું વગેરે પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે. બિનઆરોગ્ય પ્રદ ખાણી-પીણીને કારણે પણ સ્થૂળતા વધી છે.

બીજીતરફ નીચેલા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના બાળકોમાં કુપોષણનું કારણ પણ વધતું દેખાઈ છે. કુપોષણ એક મોટી સમસ્યા બન્યું છે. ભારતમાં હંમેશા જોવા મળ્યું છે કે, લોકોની સંપતિ વધે છે તેની સાથે-સાથે સ્થૂળતા પણ વધે છે. મોટાભાગનાં ભારતીયો વોકિંગ કે કસરત જેવી પ્રવૃતિઓ વિશે પણ ઉદાસીન રહે છે.

Read About Weather here

ખાન-પાનનો નિશ્ર્ચિત સમય હોતો નથી અને એમને ખબર પડતી નથી એ કારણે બાળકો પણ સ્થૂળ બની જાય છે અને એમના આરોગ્ય ઉપર પણ ખતરો ઉભો થાય છે. ભારતમાં કુપોષણ એટલું વધી રહ્યું છે કે આપણે કુપોષિત યુગમ પ્રવેશી રહ્યા હોય તેવું લાગે છે. એટલે બેવડી સમસ્યાનો ભારત સામનો કરી રહ્યો છે. સ્થૂળતાએ બાળકો અને સ્ત્રી-પુરૂષોની સંખ્યા એ સૌથી વધારે કર્ણાટક અને હરિયાણામાં જોવા મળી રહી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here