વાયુ પ્રદુષણ: દિલ્હીમાં બાંધકામ પ્રવૃત્તિ પર ફરી પ્રતિબંધ લાદતી સુપ્રીમ

વાયુ પ્રદુષણ: દિલ્હીમાં બાંધકામ પ્રવૃત્તિ પર ફરી પ્રતિબંધ લાદતી સુપ્રીમ
વાયુ પ્રદુષણ: દિલ્હીમાં બાંધકામ પ્રવૃત્તિ પર ફરી પ્રતિબંધ લાદતી સુપ્રીમ

હવામાન ચોખ્ખું ન થતા અદાલતનો આદેશ: રાજધાનીમાં માત્ર ઈલેક્ટ્રીક અને સીએનજી વાહનોને પ્રવેશ: પેટ્રોલ-ડીઝલ વાહનોને પ્રવેશબંધી

દેશની રાજધાની નવી દિલ્હીના પ્રદુષિત હવામાનમાં હજુસુધી કોઈ સુધારો જોવા મળ્યો નથી અને હવાનું પ્રદુષણ યથાવત રહ્યું છે. પરિણામે સુપ્રીમ કોર્ટે ફરીવખત બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

અદાલતે માત્ર પ્લમ્બરનું કામ, ઇન્ટીરીયલ ડેકોરેશન, ફર્નીચરનું કામ અને વિજલાઈનનાં કામને જ મંજૂરી આપી છે. બાંધકામ પ્રવૃત્તિ બંધ થવાથી રોજગારી ગુમાવતા શ્રમિકોનાં કલ્યાણ માટે અને એમને સહાય કરવા માટે સેસ રૂપે ઉઘરાવેલા ફંડનો ઉપયોગ કરવા સુપ્રીમે સંબંધિત રાજ્યોને આદેશ આપ્યો હતો.

જેટલો સમય બાંધકામ બંધ રહે એટલો સમય લઘુતમ વેતનધારા મુજબ બાંધકામ શ્રમિકો અને અન્ય કામદારોને સહાય આપવા માટે અદાલતે તાકીદ કરી છે. દિલ્હી સરકારે સોમવારે બાંધકામ અને ડીમોલીશન પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.

રાજ્ય સરકાર વતી સોલીસીટર જનરલે સુપ્રીમમાં એવી દલીલ કરી હતી કે હવાની ગુણવત્તામાં થોડો સુધારો થયો હોવાથી પ્રતિબંધ ઉઠાવી લેવાયો હતો. જો કે મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમણાનાં વડપણ હેઠળની બેન્ચે પ્રતિબંધ પુન: લાગુ કરી દીધો છે.

Read About Weather here

દરમ્યાન દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલનાં વાહનો માટે 27 મી નવેમ્બરથી પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. માત્ર સીએનજી અને ઈલેક્ટ્રીક વાહનોને જ પ્રવેશ મળશે તેવું દિલ્હીનાં પર્યાવરણ મંત્રી ગોપાલ રાય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here