વિપક્ષનાં રાષ્ટ્રીય નેતા બનવા મમતાનાં ધમપછાડા

વિપક્ષનાં રાષ્ટ્રીય નેતા બનવા મમતાનાં ધમપછાડા
વિપક્ષનાં રાષ્ટ્રીય નેતા બનવા મમતાનાં ધમપછાડા

એક પછી એક નેતાઓ ટીએમસી માં જોડાતા કોંગ્રેસને ફટકો: રાષ્ટ્રીય પક્ષોનાં નેતાઓનો મમતા તરફ ધસારો: દિલ્હીની મુલાકાત દરમ્યાન મમતાએ સોનિયા ગાંધીને મળવાનું ટાળ્યું

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને ટીએમસી નાં સર્વેસર્વાં નેતા મમતા બેનર્જી એમના પક્ષનો રાષ્ટ્રીય સ્તરે વિસ્તાર કરવા માટે અને વિપક્ષનાં રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરી આવવા માટે જોરદાર પ્રયાસો કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

દિલ્હીની મુલાકાત દરમ્યાન મમતાની હાજરીમાં કોંગ્રેસ અને વિપક્ષનાં અગ્રણી નેતાઓ ટીએમસી માં જોડાય ગયા હતા. આ રીતે મમતાએ રાષ્ટ્રીય રાજકારણનાં પ્રસ્થાપિત નકશા પર નવી આકૃતિ કંડારવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.

ગઈકાલે કોંગ્રેસનાં જાણીતા નેતા કિર્તી આઝાદ મમતાનાં પક્ષમાં જોડાયા હતા. ત્યારબાદ જનતાદળ (યુ) નાં વરિષ્ઠ આગેવાન અને જનતાદળમાંથી બરતરફ કરાયેલા પવન વર્મા તથા હરિયાણા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અશોક તનવર પણ દીદીનાં પક્ષમાં જોડાય ગયા હતા.

લોકસભાની 2024 ની ચૂંટણીઓમાં બંગાળની બહાર નોંધપાત્ર બેઠકો મેળવવા માટે મમતાએ વ્યૂહરચના અમલમાં મૂકી છે. આ દિશામાં વાત કરતા ટીએમસી નાં એક નેતાએ જણાવ્યું હતું

કે જો બંગાળની બહાર થોડી વધુ બેઠકો મેળવીએ તો અમે કોંગ્રેસની જગ્યાએ મુખ્ય વિપક્ષ તરીકે બહાર આવી શકીએ.મમતાની દિલ્હીની ચાર દિવસની મુલાકાત પાછળનો હેતુએ જ છે કે, રાષ્ટ્રીય સ્તરે પાંખો ફેલાવવી ત્રિપુરા, ગોવામાં એટલે જ જોર કરવામાં આવી રહ્યું છે.

Read About Weather here

દિલ્હીમાં મમતા ગાંધી કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પ્રમુખ સોનિયા ગાંધીને પણ મળ્યા ન હતા. ઉલટું પત્રકારોને એમ જણાવ્યું હતું કે, દરેક વખતે દિલ્હી આવીએ ત્યારે સોનિયાને મળવું જરૂરી નથી. દરમ્યાન રાજકીય નેતાઓ ઉપરાંત જાવેદ અખ્તર જેવા કલાની દુનિયાનાં મહાનુભાવો પણ મમતાનો સંપર્ક કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here