જેમાં ગુજરાતી મહિલાઓની સાથોસાથ અમેરિકન ગોરીઓને પણ ઘેલું લગાડ્યું હતું. કીર્તિદાને ‘શિવલહેરી કે દરબારમાં સબ કા ખાતા હૈ…’ ગાતા જ ગુજરાતી મહિલાઓની સાથોસાથ અમેરિકન ગોરીઓએ પણ ડોલરની થપ્પીઓનો વરસાદ કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
અમેરિકાની ધરતી પર 33 લોકડાયરા કરનાર કિર્તીદાન ગઢવી પ્રથમ ગુજરાતી કલાકાર બન્યા છે. ગુજરાતના જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવી નવરાત્રિ પહેલાથી જ અમેરિકાના પ્રવાસે છે. ગઇકાલે તેમનો છેલ્લો લોકડાયરો અમેરિકાના લાસવેગાસમાં યોજાયો હતો.
લાસવેગાસમાં કીર્તિદાન ગઢવીનો 33મો અને છેલ્લો લોકડાયરો યોજાયો હતો. જેમાં ગુજરાતીઓ મન મૂકીને ડોલરનો વરસાદ કર્યો હતો. કીર્તિદાન છેલ્લા દોઢ મહિનાથી અમેરિકાના પ્રવાસે છે.
અમેરિકાના અલગ અલગ શહેરોમાં વસતા ગુજરાતીઓએ કીર્તિદાનના લોકડાયરાનું આયોજન કર્યું હતું. છેલ્લા શોમાં ગુજરાતીઓને એવું ઘેલુ લાગ્યું કે મહિલાઓ પણ સ્ટેજ પર ચડીને કીર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ કરતી નજરે પડી હતી.
આ લોકડાયરા દરમિયાન એક મહિલાએ ડોલરની થપ્પી ઉડાડી કીર્તિદાનના ઓવારણા લીધા હતા.કીર્તિદાન ગઢવી 16 સપ્ટેમ્બરથી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાનાં અલગ અલગ શહેરોમાં વસતા ગુજરાતીઓ દ્વારા કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
9 દિવસ પહેલા અમેરિકાના એટલાન્ટામાં લોકડાયરો યોજાયો હતો, જેમાં કીર્તિદાને ‘લીલી લીંબડી રે…લીલો નાગરવેલનો છોડ’ ગીત ગાતાં જ કીર્તિદાન ગઢવી પર અમેરિકામાં વસતી ગુજરાતી મહિલાઓએ પણ ડોલરની થપ્પી ઉડાડી હતી.
અમેરિકાના એટલાન્ટામાં કીર્તિદાન ગઢવીએ લોકગીતો અને હિન્દી ફિલ્મોનાં ગીતો ગાતાં ગુજરાતી મહિલાઓ સહિત સૌકોઈ ઝૂમી ઊઠ્યા હતા. મહિલાઓ સ્ટેજ પર ચડીને કીર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ કર્યો હતો.
કીર્તિદાન ગઢવીના આ લોકડાયરામાં ગુજરાતીઓ ઉત્સાહમાં આવી ગયા હતા. બાદમાં એક અમેરિકન નાગરિક પણ ડોલરનો વરસાદ કરતો નજરે પડ્યો હતો.થોડા દિવસ પહેલાં અમેરિકાના હ્યુસ્ટનમાં કીર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજાયો હતો, જેમાં ગુજરાતીઓએ મન મૂકીને ડોલરનો વરસાદ કર્યો હતો.
એમાં સ્ટેજ પર ડોલરની નોટો પથરાઇ ગઇ હતી. સૌરાષ્ટ્રમાં સંતવાણી કે લોકડાયરો હોય ત્યારે લાખો રૂપિયાની ઘોર થાય છે. ત્યારે આ પરંપરા અમેરિકામાં વસતા ગુજરાતીઓએ જાળવી રાખી હતી. અમેરિકામાં રૂપિયા નહીં, પણ ડોલરની ઘોર કરવામાં આવી હતી.
નવરાત્રિ પહેલાં અમેરિકાના શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં ગુજરાતીઓએ મન મૂકીને રાસ-ગરબા કર્યા હતા, જેમાં કીર્તિદાનના ગરબાની રમઝટમાં ડોલર ઊડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કીર્તિદાનનો પહેલો કાર્યક્રમ અમેરિકાના શિકાગોમાં થયો હતો. ત્યાર બાદ ડલ્લાસ, હ્યુસ્ટન, ન્યૂજર્સી, એટલાન્ટા, લાસવેગાસ સહિત 33 જગ્યાએ લોકડાયરો યોજાયો હતો.
Read About Weather here
ત્યાર બાદ લોકગાયક કીર્તિદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં લોકડાયરાની તસવીરો તથા વીડિયો શેર કર્યાં હતાં. અમેરિકાના શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમને બોલાવવામાં આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here