મહિલાઓની સંખ્યા વધી…!

મહિલાઓની સંખ્યા વધી...!
આ પહેલાં 2015-16માં થયેલા NFHS-4માં આ આંકડો પ્રતિ 1000 પુરુષોએ 991 મહિલાઓનો હતો. દેશમાં એક સારા સમાચાર આવ્યા છે. પહેલીવાર ભારતની કુલ વસતીમાં 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા 1020 થઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

બુધવારે જાહેર કરવામાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5ના આંકડામાં આ વાત કહેવામાં આવી છે.એટલું જ નહીં જન્મ સમયના જેન્ડર રેશિયોમાં પણ સુધારો આવ્યો છે. 2015-16તે 1000 છોકરાઓએ 919 છોકરીઓનો હતો.

જ્યારે નવા સર્વેમાં તે 1000 છોકરાઓએ 929 છોકરીઓએ પહોંચ્યો છે. ખાસ વાત એ છે કે, કુલ વસતીમાં શહેરો કરતાં ગામડાઓમાં જેન્ડર રેશિયોમાં સુધારો આવ્યો છે. ગામડાઓમાં સર્વે પ્રમાણે 1000 પુરુષોએ 1037 મહિલાઓ નોંઘવામાં આવી છે જ્યારે શહેરોમાં 985 મહિલાઓ છે.

પહેલીવાર દેશમાં પ્રજનન દર 2 ટકા પર આવ્યો છે. 2015-16માં આ 2.2 હતો. ખાસ વાત એ છે કે, 2.1ના પ્રજનન દરને રિપ્લેસમેન્ટ માર્ક માનવામાં આવે છે. એટલે કે એક દંપત્તિ બે બાળકોને જન્મ આપી રહ્યા છે

તો તે બે બાળકો તેમને રિપ્લેસ કરી દેશે. 2થી ઓછા બાળકોને જન્મ આપવાનો અર્થ છે કે, વસતી ઘટવાની શક્યતા છે. 2.1ના પ્રજનન દર પર વસતી વધારો સ્થિર રહે છે.

વસતી ગણતરીમાં ભલે મહિલાઓની સંખ્યા વધી ગઈ હોય, પરંતુ હજી તેમની સ્થિતિમાં એટલો સુધારો નથી આવ્યો. આજે પણ દેશમાં 41% મહિલાઓ એવી છે જેમને 10 વર્ષ કરતાં વધુ શિક્ષણ નથી મળ્યું.

એટલે કે માત્ર 41% મહિલાઓ જ એવી છે જે 10 ધોરણ કરતાં વધારે અભ્યાસ કરી શકી છે. 5જીના સમયમાં પણ ઈન્ટરનેટની પહોંચ દેશની માત્ર 33% મહિલાઓ સુધી સીમિત રહી છે.

78.6% મહિલાઓ પોતાનું બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરે છે. 2015-16માં આ આંકડો 53% હતો. જ્યારે 43.3% મહિલાઓના નામે કોઈને કોઈ પ્રોપર્ટી છે. 67.1% બાળકો અને 15થી 49 વર્ષની 57% મહિલાઓ એનીમિયાથી પીડિત છે.

2015-16માં પોતાનું આધુનિક ટોયલેટ વાળા ઘર 48.5% છે. 2019-21માં આ સંખ્યા 70.2% થઈ ગઈ છે. પરંતુ 30% લોકો હજી વંચિત છે. દેશના 96.8% ઘરો સુધી વીજળી પહોંચી છે.જ્યારે 2-15-16માં આ આંકડો 38.4% છે.

Read About Weather here

માસિક દરમિયાન સુરક્ષીત સેનેટરી પેડ્સનો ઉપયોગ કરતી મહિલાઓ 57.6%થી વધીને 77.3% થઈ ગઈ છે. જોકે બાળકો અને મહિલાઓમાં એનીમિયા મોટી ચિંતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here