ગુજરાતમાં કોરોનાથી 10 હજાર મોત થયા છે: રાજ્ય સરકાર

ગુજરાતમાં કોરોનાથી 10 હજાર મોત થયા છે: રાજ્ય સરકાર
ગુજરાતમાં કોરોનાથી 10 હજાર મોત થયા છે: રાજ્ય સરકાર

સુપ્રીમ કોર્ટનાં આકરા વલણ બાદ કોરોના મૃત્યુ સહાય અંગે નિર્ણય લેવા કેબીનેટની ખાસ બેઠક મળી, સરકાર પાસેનાં મૃતકોનાં આંક મુજબ હવે સહાય અપાશે
તમામ જિલ્લા કલેકટરોને કોરોના મૃતકોની યાદી મોકલાઈ: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાતમાં કોરોના મહામારીથી મૃત્યુ પામેલા દર્દીઓનાં પરિવારજનોને સહાય ચૂકવવામાં વિલંબનાં મુદ્દા પર સુપ્રીમ કોર્ટે બે દિવસ પહેલા રાજ્ય સરકારને ભારે ફટકાર લગાવી હતી. જેના કારણે સુપ્રીમનાં આકરા વલણને પગલે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં અધ્યક્ષ સ્થાને ગુજરાત કેબીનેટની ખાસ બેઠક યોજાઈ હતી

Visit Saurashtra Kranti Homepage here

અને બેઠકમાં મૃત્યુનાં આંકડા અને સહાય અંગે ઊંડી ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવાયો છે. બેઠકબાદ રાજ્યનાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જાહેર કર્યું હતું કે ગુજરાતમાં કોરોનાથી કુલ 10080 મૃત્યુ થયાનું સતાવાર નોંધાયું છે.

આ રીતે કેબીનેટની બેઠકમાં તાકીદની ચર્ચા-વિચારણા થયા બાદ સરકારે કોરોનાનો મૃત્યુનો સતાવાર આંકડો આજે જાહેર કર્યો હતો. આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાનાં મૃતકોની યાદી તમામ જિલ્લા કલેકટરોને મોકલી આપવામાં આવી છે.

એ મુજબ કોરોના મૃતકોનાં પરિવારોને રાજ્ય સરકારની ગાઈડલાઈન્સ મુજબ સહાયનું વિતરણ કરવામાં આવશે.રાજ્ય સરકારે સુપ્રીમની તીખી ટકોર બાદ કોરોના સહાયની સ્ક્રુટીની કમિટી પણ વિખેરી નાખી છે. સુપ્રીમનાં આદેશને અનુસરીને હવે સહાયનું વિતરણ શરૂ કરવામાં આવશે.

કેબીનેટની બેઠકમાં વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ-2022 ની તૈયારી અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તમામ વિભાગોની વાયબ્રન્ટ તૈયારીઓ અંગે મુખ્યમંત્રીએ વિગતો જાણી હતી અને સમીક્ષા કરી હતી.

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનો કાર્યક્રમ પણ જાહેર થયો હોવાથી ચૂંટણીઓની તૈયારીઓ વિશે પણ કેબીનેટમાં મનોમંથન કરવામાં આવ્યું હતું.ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોનાનાં કેસો વધી રહ્યા હોવાથી કોરોના સંક્રમણ તથા

રસીકરણની સ્થિતિ અંગે પણ કેબીનેટની બેઠકમાં ઊંડી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.દરમ્યાન અમદાવાદમાં રસીકરણ સર્ટીફીકેટની ચકાસણી કરવા માટે આજે મહાનગરપાલિકાની 100 ટીમ શહેરભરમાં ફરી રહી છે.

ઘરે-ઘરે જઈને કોરોના કેસોની તપાસ કરવામાં આવી રહી છે અને રસીકરણ વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે.મહાનગરનાં તમામ મોલ, હોટેલ, રેસ્ટોરાં અને અન્ય તમામ વ્યાપારી કેન્દ્રો પર જઈને વેક્સિન સર્ટીફીકેટની ચકાસણી કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં આજે પણ કોરોનાનાં નવા 17 કેસો નોંધાયા હતા. જે ગુજરાતમાં નોંધાયેલા કુલ કેસ પૈકીનાં અડધા છે. આથી અમદાવાદમાં ફરીથી સઘન સર્વે કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર યાદી મુજબ સહાય આપવાનું શરૂ કરે છે

Read About Weather here

અને કેટલી સહાય અપાશે એ અંગેનો નિર્ણય પણ આજે કેબીનેટમાં લેવાય જાય તેવી શકયતા છે. કોરોના મૃત્યુના સત્તાવાર રીતે અપાયેલા સર્ટીફીટેકના આધારેપરીવારજનોને સહાય આપવામાં આવશે. હજુ આ લખાય છે ત્યારે કેબીનેટની બેઠક ચાલી રહી છે અને બેઠકમાં મુખ્યમંત્રી મહત્વની જાહેરાત કરે તેવી શકયતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here