યુ.પી. નાં અમેઠીમાં બનશે રશિયાની આધુનિક રાઈફલ

યુ.પી. નાં અમેઠીમાં બનશે રશિયાની આધુનિક રાઈફલ
યુ.પી. નાં અમેઠીમાં બનશે રશિયાની આધુનિક રાઈફલ

રશિયાનાં પ્રમુખ પુતિનની ભારત યાત્રા પહેલા સંરક્ષણ મંત્રાલયનો નિર્ણય: અમેઠીમાં નવી ફેક્ટરી થશે, રૂ. 5 હજાર કરોડનાં સોદાને મંજૂરી

રશિયાની અતિઆધુનિક અને શક્તિશાળી મનાતી એકે-203 રાઈફલનું હવે ભારતમાં ઘરઆંગણે ઉત્પાદન કરવાનું નક્કી કરાયું છે અને એ માટેની ફેક્ટરી ઉતર પ્રદેશનાં અમેઠીમાં ઉભી કરવાનો સંરક્ષણ મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

રશિયા સાથે એકે રાઈફલ ઉત્પાદનનાં રૂ. 5 હજાર કરોડનાં સોદાને ડીએસી દ્વારા લીલીઝંડી મળી ગઈ છે. રશિયાનાં રાષ્ટ્ર પ્રમુખ વ્લાદીવીર પુતિન 5 મી ડિસેમ્બરે ભારતે આવી રહ્યા છે. તે પહેલા ભારતીય સેના માટે રાઈફલનું ઉત્પાદન કરવાના સોદાને મંજૂરી આપી દેવામાં આવી છે.

નવા કરાર મુજબ સંયુક્ત સાહસનાં ભાગરૂપે અમેઠીમાં એશિયન ડીઝાઇનની એકે-203 રાઈફલ બનાવવાનું શરૂ કરવામાં આવશે. આગામી 10 વર્ષમાં ભારતીય લશ્કરી દળો માટે 6 લાખથી વધુ રાઈફલનું ઉત્પાદન કરવામાં આવશે.

એ પૈકી પ્રથમ 70 હજાર રાઈફલ બની ગયા બાદ 32 માસમાં સેનાને મળી જશે.સંરક્ષણ મંત્રી રાજનાથસીંઘનાં અધ્યક્ષ સ્થાને મળેલી સંરક્ષણ સાધનો અંગેની કાઉન્સીલની બેઠકમાં ભારત અને રશિયાનાં સંયુક્ત રાઈફલ ઉત્પાદન સોદાને મંજૂરી આપવામાં આવી હતી.

બીજા એક મહત્વનાં નિર્ણયમાં ભારતીય વાયુદળ માટે જીએસ-7ઈ ઉપગ્રહને મંજૂરી આપવાનું પણ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.ઘરઆંગણે જ ઉપગ્રહની ડીઝાઇન તૈયાર કરીને ભારતમાંથી જ નવા ઉપગ્રહને લોન્ચ કરવામાં આવશે.

Read About Weather here

જેનાથી સરહદ પર અને દેશભરમાં કોઈપણ પરિસ્થિતિમાં સશસ્ત્ર દળોનાં તમામ વિભાગો વચ્ચે સંદેશા વ્યવહારનો સંપર્ક જાળવી શકાશે. હવાઈદળ માટેનાં ખાસ ઉપગ્રહને બે થી ત્રણ વર્ષમાં જલોન્ચ કરવામાં આવશે. (2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here