કોવિડ વળતર મામલે ગુજરાત સરકારને તતડાવતી સુપ્રીમ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગુજરાતનાં કોરોના મૃતકોનાં પરિવારોને એક્સગ્રેસીયા સહાયનું ચુકવણું કરવા માટે અલગ નિરીક્ષણ સમિતિ બનાવવા બદલ અને વળતરમાં વિલંબનાં મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને રીતસર ખખડાવી નાખી હતી.

Visit Saurashtra Kranti Homepage here

એક તબક્કે તો જસ્ટીસ એમઆર શાહ અને નાગરત્નએ રાજ્યનાં ઉચ્ચ અધિકારીઓને એવો સવાલ પૂછ્યો હતો કે શું તમારા અધિકારી કંઈ જાણતા નથી? કોણે આવી સમિતિ રચવાનું જાહેરનામુ બહાર પાડ્યું, કોણ જવાબદાર?

સુપ્રીમે એક તબક્કે ગુજરાત સરકાર તરફથી કોર્ટમાં જવાબ માટે આવેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાને પણ તતડાવી નાખ્યા હતા.જસ્ટીસ શાહ અને નાગરત્નની બેન્ચે એવી ટકોર કરી હતી કે, ચકાસણી સમિતિની રચના કરીએ રાજ્ય સરકારે સુપ્રીમનાં અગાઉનાં આદેશનું ઉલંઘન કર્યું છે.

કમિટીની રચનાનું પગલું સુપ્રીમનાં આદેશથી આગળ નીકળી જવાનો પ્રયાસ છે. આ તબક્કે એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, અદાલતનાં નિર્દેશ સાથે સુસંગત રહિને સુધારેલો ઠરાવ તૈયાર કરવામાં આવ્યો છે.

જસ્ટીસ શાહે ખીજાયને સવાલ પૂછ્યો હતો કે, પહેલું જાહેરનામું કોણે બહાર પાડ્યું? કોણ જવાબદારી લે છે? ત્યારે મહેતાએ જવાબ આપ્યો કે હું જવાબદારી લઉં છું. ત્યારે સુપ્રીમે ફરી પૂછ્યું કે તમે શું કામ જવાબદારી લો છો?

જેણે ઠરાવ તૈયાર કર્યો એમણે જવાબદારી લેવી જોઈએ. કોણે આ ઠરાવ તૈયાર કર્યો અને કોણે મંજૂરી આપી હતી? ઠરાવ પાછળનું ભેજું કોણ છે? આ સવાલોનો જવાબ આપતા ગુજરાતનાં અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જવાબ આપ્યો હતો કે,

ઠરાવ મેં તૈયાર કર્યો હતો અને વિવિધ વિભાગોમાંથી પસાર થઇને આગળ પહોંચ્યો અને ઉચ્ચ સતા ધરાવતા સક્ષમ સતા મંડળ દ્વારા છેવટે મંજૂરી આપવામાં આવી હતી.

આ સમયે ફરી જસ્ટીસ શાહે પૂછ્યું હતું કે એ સક્ષમ ઓથોરીટી કોણ છે? જસ્ટીસ શાહે બે વાર પૂછતાં અધિક મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, એ મુખ્ય ઓથોરીટી મુખ્યમંત્રી છે.

આ જવાબ સાંભળીને વ્યથિત દેખાતા અને નારાજ થયેલા જસ્ટીસ શાહે ટકોર કરી હતી કે, શું તમારા મુખ્યમંત્રી કઈ જાણતા નથી? આપ સચિવની રૂએ ત્યાં છો તો શું કરો છો? જો આ ઠરાવ પાછળ તમારું ભેજું હોય તો લાગે છે કે તમે કઈ જાણતા નથી.

શું તમને અંગ્રેજી આવડે છે? શું અમારો આદેશ તમે સમજ્યા નથી? આતો વિલંબ કરવા માટેનો અમલદાર શાહી પ્રયાસ છે. દરમ્યાન જસ્ટીસ શાહનાં ગુસ્સાને ઠંડો કરવા તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, વળતર માટેનાં ખોટા દાવા થઇ રહ્યા છે.

પણ ચિંતાનો મુદ્દો અમારા માટે છે. તેની સામે જસ્ટીસ શાહે ટકોર કરી હતી કે, અમલદાર શાહી તંત્ર વળતરનાં મામલે વિલંબ સર્જી રહ્યું છે. તમારી સરકારનો જ ડેટા કહે છે કે કોરોનાથી 10 હજાર માનવી માર્યા ગયા છે. તો શંકાનો સવાલ ક્યાં છે.

જો થોડા ખોટા દાવા થતા હોય તો ખરેખર લાયક પરિવારોને રાહ જોતા રાખી શકાય નહીં અને કોરોના મૃત્યુનું પ્રમાણપત્ર તમારો જ વિભાગ આપે છે. તો કોઈ વ્યક્તિ કેવી રીતે સર્ટીફીકેટ ખોટું ઉભું કરી શકે.

છેવટે ગુજરાતનાં સોલીસીટર જનરલે પણ કબુલ કર્યું હતું કે મૂર્ખાઈ ભરી રીતે જાહેરનામું તૈયાર કરવામાં આવ્યું છે હવે તેમાં સુધારો કરવામાં આવશે. આ વખતે હાજર ગુજરાતનાં મુખ્ય સચિવ પંકજ કુમાર તરફ જોઈને સુપ્રીમે ટકોર કરી હતી

Read About Weather here

કે આપ અનુભવી અધિકારી છો અને આખો મામલો સંભાળીને જુઓ કે શું થઇ રહ્યું છે. 10 હજાર મૃતકોનાં પરિવારોમાંથી કેટલાને સહાય મળી તેની માહિતી આપવા પણ સુપ્રીમે ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here