કોવિડનાં વધુ એક વેવથી કંટાળેલા યુરોપમાં તોફાનો, ઉગ્ર દેખાવો

કોવિડનાં વધુ એક વેવથી કંટાળેલા યુરોપમાં તોફાનો, ઉગ્ર દેખાવો
કોવિડનાં વધુ એક વેવથી કંટાળેલા યુરોપમાં તોફાનો, ઉગ્ર દેખાવો

અનેક દેશોમાં હજારો લોકોની રેલી, કોવિડ નિયંત્રણો માનવાનો ઇન્કાર: નેધરલેન્ડનાં વડાપ્રધાને દેખાવો કરનારાને મુર્ખ ગણાવ્યા
હોલેન્ડ, ઓસ્ટીયા, બોસનિયા વગેરે દેશોમાં હિંસક અથડામણો: લોકડાઉન, વેક્સિન અને ફૂગાવા જેવા મુદ્દાઓ પર યુરોપમાં અંધાધુંધી

યુરોપમાં એકાએક કોરોના મહામારીનું નવું મોજું પ્રસરી વળતા નિયંત્રણ માટે લાદવામાં આવેલા પગલા અને ફૂગાવાનાં વધતા જતા મુદ્દાઓ પર યુરોપમાં અંધાધુંધી પ્રસરી ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

અનેક દેશોમાં હજારો લોકો માર્ગ પર આવી ગયા છે અને કોવિડનાં લોકડાઉન તથા વેક્સિન જેવા આદેશોને માનવાનો સાફ ઇન્કાર કરી દીધો છે. સંક્રમણ રોકવા માટે દંડનાં પગલા સામે પણ ઉગ્ર વિરોધ કરીને હજારો લોકો હિંસકવિરોધ કરી રહ્યા છે.

અનેક દેશોમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે હિંસક અથડામણની ઘટનાઓ બની છે.જર્મની, ડેન્માર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રિયા, બોસનીયા, બેલ્જીયમ વગેરે દેશોમાં કોવિડ નિયંત્રણો સામે હજારો લોકોની રેલી નીકળી હતી

અને તોફાનો ફાટી નિકળ્યા હતા. તોએફનાં મુખ્ય શહેર ઝગરેબમાં મધરમેરીની તસ્વીરોનાં બેનર સાથે હજારો લોકોએ ઉગ્ર દેખાવો કર્યા હતા અને લોકડાઉન તથા દંડનો વિરોધ કર્યો હતો.

રસીકરણ કરાવી સર્ટીફીકેટ લેવાનું પણ ફરજીયાત બનાવવાનાં આદેશને માનવાનું પણ યુરોપની પ્રજા ઇન્કાર કરી રહી છે. પરિણામે આખું યુરોપ હિંસક દેખાવોથી હચમચી ઉઠ્યું છે. વીએનાંથી બ્રસેલ્સ સુધી, ઝગરેબથી રોમ સુધી ચારેતરફ હજારો લોકો રસ્તા પર આવી ગયા છે.

નેધરલેન્ડનાં વડાપ્રધાન માર્કરૂટેએ તોફાનીઓને મુર્ખ ગણાવ્યા હતા. આ દેશના એક શહેરોમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે રાત ભર હિંસક ઝડપો થતી રહી હતી. 100 થી વધુ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ પર ભારે પથ્થર મારો કરી રહેલા દેખાવકારોને વિખેરવા અશ્રુવાયુ છોડવામાં આવ્યો હતો અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બેલ્જીયમનાં વડાપ્રધાન એલેકઝાન્ડરે જણાવ્યું હતું કે, આપણું મૂળ લક્ષ્ય કોરોના સામે લડત આપવાનું છે.

એટલે આપણે આવા દેખાવોથી ઉશ્કાય જવાનું નથી. ઓસ્ટ્રિયા અને સ્લોવાકિયા જેવા દેશોમાં પણ લોકડાઉન લાદવામાં આવતા લોકોએ વિરોધ શરૂ કરી દીધો છે.

Read About Weather here

જર્મનીમાં પણ કડક નિયંત્રણો પણ જાહેર કરવામાં આવ્યા છે. ડેન્માર્કમાં પણ મહામારી બેકાબુ બની રહી હોવાથી કડક નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here